વડોદરા મહેફિલ કાંડમાં સામેલ લોકોના નામ આવ્યા સામે

Subscribe to Oneindia News

વડોદરાના અખંડ ફાર્મમાં યોજાયેલી માલેતુજારોની મહેફિલ મામલે પોલિસે મુખ્ય આરોપી જીતેન્દ્ર શાહ, તેના દીકરા અલય શાહ અને બે ડ્રાઇવરો સહિત 4 વ્યક્તિઓના 4 દિવસના રિમાંડ મેળવ્યા હતા.

liquor

જો કે આજે મુખ્ય આરોપી જીતેન્દ્ર શાહની પૌત્રીના લગ્ન હોવાથી જજે માનવતાના ધોરણે પિતા અને પુત્રને પોલિસ જાપ્તા સાથે લગ્ન પ્રસંગમાં અમુક કલાક હાજર રહેવાની મંજૂરી આપી છે. આ સાથે જ આ હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં ક્યા માલેતુજારો અને સમાજના ભદ્ર લોકો હાજર હતા તેની પોલીસ યાદી પણ સામે આવી છે. સાથે સાથે તેઓ કઇ લક્ઝૂરીયસ કાર લઈને આવ્યા હતા તેની નોંધણી પણ પ્રાપ્ત થઈ છે.

name

કઇ કલમો લગાવાઇ

પકડાયેલા લોકો સામે પ્રોહિબીશનની કલમ 66 (1) બી, 81, 84, 86, 90 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે ફાર્મ હાઉસના માલિક જિતેન્દ્ર શાહ, તેના પુત્ર અને બે ડ્રાઇવર સામે કલમ 66(1) બી, 65-2, ઇ, 81 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

name

કયા માલેતુજારો પકડાયા

વડોદરામાં પકડાયેલા માલેતુજારોમાં ચિરાયુ અમીન, તેમનો પુત્ર પ્રણવ, કેડીલા ફાર્માના માલિક પંકજ પટેલના વેવાઇ દુષ્યંત પટેલ, જાણીતા સીએ સુનીલ વકીલ, ઉદ્યોગપતિ અમિત ગોરડિયા, દિનેશ મિલના ચેરમેન ભરત પટેલ, રણજી ટ્રોફીના સિલેક્ટર ખગેશ અમીન, વડોદરા મેરેથોનના ડાયરેક્ટર સમીર ખેરા, મુંબઇની હયાત હોટલના માલિકનો પુત્ર, એફજીઆઇના પ્રમુખ અને અમિત પટેલના નાના ભાઇ મનોજ પટેલ, વીવીએસ ઇંફોટેકના મલિક રજત સિંઘાનિયા, એફજીઆઇના પૂર્વ પ્રમુખ રાકેશ અગ્રવાલ સહિતની હસ્તીઓ આમા ઝડપાયા હતા.

car list

મોંઘીદાટ કારો

ફાર્મ હાઉસમાં મોટાભાગના લોકો નશાની હાલતમાં હતા. તમામ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પાર્ટીમાં આવેલા લોકો પાસે અઢી કરોડ સુધીની મોંઘીદાટ 90 કાર કબ્જે કરવામાં આવી હતી. પાર્ટીમાં હાજર વ્યક્તિઓમાં 134 મહિલાઓ ઉપરાંત બે બ્રિટિશ નાગરિકો પણ હાજર હતા.

English summary
list of people present in vadodara liquor kand
Please Wait while comments are loading...