જસદણ પેટાચૂંટણીઃ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું
જસદણ પેટાચૂંટણીઃ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું
જસદણઃ જસદણ વિધાનસભા સીટની આજે પેટાચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. કોંગ્રેસનો હાથ છોડીને ભાજપને સાથ આપનાર કુંવરજી બાવળિયા ભાજપ તરફથી ઉમેદવાર છે જ્યારે કોંગ્રેસ તરફથી અવસરભાઈ નાકિયા ઉમેદવાર છે. સવારના 8 વાગ્યેથી જ મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન મથકોએ મતદાતાઓનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂંટણી પ્રચારમાં પણ ભાજપ-કોંગ્રેસે એડી-ચોટીનું જોર લગાવ્યું હતું. ચૂંટણીની લાઈવ અપડેટ મેળવવા માટે વનઈન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો.

શાંતિપૂર્ણ માહોલમાં જસદણ પેટાચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. જસદણમાં 65.68 ટકાથી વધુ મતદાન થયું છે. મતદાન મથકોના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. હવે કોઈને પણ મતદાન કરવા દેવામાં આવશે નહિ. ભાજપના કુંવરજીભાઈ બાવળિયા અને કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાના ભાવી ઈવીએમમાં કેદ થઈ ગયાં છે. આગામી 23મી ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર થશે.

આઝાદી પછી જસદણમાં કુલ 14 વખત ચૂંટણી થઈ છે જેમાંથી 8 વખત કોંગ્રેસની જીત થઈ છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા કોંગ્રેસ તરફથી જીતતા આવ્યા છે. આ વર્ષે જ જુલાઈમાં તેમણે પક્ષ પલટો કરી ભાજપમાં જોડાઈ ગયા ત્યારે આ વખતે કુંવરજી બાવળિયાના ભવિષ્યનો તો કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાની જંગ છે.
સવારના આઠ વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું. સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. મતદાતાઓમાં ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Voters have formed long queues in Virnagar village of Jasdan taluka to cast their votes for #JasdanBypoll Polling began at 8 am and will go on till 5 pm @IndianExpress pic.twitter.com/6eeEqExTcz
— Gopal Kateshiya (@gopalreports) December 20, 2018
READ MORE












Click it and Unblock the Notifications
