For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતની 47 બેઠકોની પેટા ચૂંટણીના પરિણામ પર એક નજર

|
Google Oneindia Gujarati News

bjp-congress-gujarat
ગાંધીનગર, 14 ઓક્ટોબરઃ ગુજરાતમાં યોજાયેલી 47 બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની 47 બેઠકો પર 96 ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થનારું છે. બેઠક અંગે વાત કરવામાં આવે તો વિવિધ નગરપાલિકાની 11 બેઠકો, જિલ્લા પંચાયતની 4 બેઠકો, તાલુકા પંચાયતની 27 બેઠકો અને કાંકરિયા વોર્ડ નંબર 46 બેઠક પર ચૂંટણી યોજાઇ હતી. જેમાંથી 38 બેઠકોના પરિણામ જાહેર થઇ ચૂક્યા છે. જેમાંથી 24 બેઠક પર ભાજપ તો 12 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. અહીં કઇ બેઠક પર કયો પક્ષ અને ઉમેદવાર વિજેતા થયો તે જણાવવામાં આવ્યું છે.

  • ગાંધીધામ નગર પાલિકાવોર્ડ-2ની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય
  • નેત્રા જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપનો વિજય
  • 4 બેઠકો ભાજપે બિનહરીફ કબજે કરી છે
  • અમદાવાદઃકાંકરિયા બેઠક પર ભાજપનાં દિગંત ભટ્ટનો 855 વોટે વિજય
  • ભરૂચ: આમોદ ન.પા પેટાચૂંટણીમાં કોંગ્રેસનાં ઉમેદવાર 101 મતથી વિજયી
  • ભાવનગર: જીલ્લા પંચાયતની પાવઠી બેઠક પેટાચૂંટણી ભાજપનાં ઉમેદવાર મંછાબેન 787 મતથી વિજયી
  • અમદાવાદ: જિલ્લા પંચાયત પેટા ચૂંટણી શાહપુર બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય 2220 મતથી વિજય
  • રાજકોટ: જિલ્લાના ભાયાવદરની વોર્ડ નંબર 4ની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર 593 મતથી વિજય
  • મહેસાણાઃ કડી નગરપાલિકાની વોર્ડ નંબર 12 ની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો 4706 મતથી વિજય
  • કડીના કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝીટ પણ ગુલ, માત્ર 366 મત જ મળ્યા
  • કચ્છ: ગાંધીધામ ન.પા. વોર્ડ-2ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો 1370 મતથી વિજય
  • દ્વારકાઃ ઓખા નગરપાલિકાની પેટાચૂંટણીમાં એક કોગ્રેસ અને એક ભાજપના ઉમેદાવારો વિજેતા
  • ઓખા નગરપાલિકાની પેટાચૂંટણીમાં ઓખાના ભાજપ શહેર પ્રમુખ ચૂંટણી હાર્યા, વોર્ડનં.3 બેઠક ભાજપે જાળવી તો વોર્ડનં.6 બેઠક ભાજપે ગુમાવી
  • વિરમગામઃ શાહપુર જિલ્લા પંચાયતની પેટાચૂંટણી,શાહપુર બેઠક પર ભાજપનો વિજય
  • ભુજ નગરપાલિકા વોર્ડ નંબર-10ની બેઠકમાં ભાજપના ઉમેદવારનો 1431 મતથી વિજય
  • ભાવનગર: જિલ્લાપંચાત પેટા ચૂંટણીમાં તળાજાના પાવઠી ગામ બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય
  • કચ્છઃ કચ્છ પેટાચૂંટણીમાં ત્રણેય બેઠક પર ભાજપનો વિજય
English summary
Bypolls were held for 47 seats. BJP had won 4 seats unopposed. Counting was held for 43 seats. Results of 38 seats are out. BJP has won 24 seats while Congress has won 12.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X