• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PSI ની બદલી થતા ફૂલ વરસાવીને અપાઇ વિદાય, સર્જાયા ભાવુક દ્રશ્યો

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં સબ ઇન્સ્પેક્ટરની બદલી બાદ તેમની વિદાયનો એક વીડિયો સામે આવ્યો છે, જે ખૂબ જ ભાવુક પળો છે. ઈન્ડિયન પોલીસ ફાઉન્ડેશને પોતાના ટ્વિટર હેન્ડલ પરથી આ વીડિયો ટ્વીટ કર્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, પોલીસ સબ ઈન્સ્પેક્ટરની બદલી બાદ સ્થાનિક લોકોએ તેમને ભાવુક વિદાય આપી હતી.

PSIએ કોરોના સમયગાળા દરમિયાન ઘણા લોકોના જીવ બચાવવામાં ઘણી મદદ કરી હતી. જેના કારણે લોકો તેમના જવાથી દુઃખી થયા હતા.

વીડિયોમાં જોઈ શકાય છે કે, સ્થાનિક લોકો પીએસઆઈને ફૂલોની વર્ષા કરીને વિદાય આપી રહ્યા છે. આ દરમિયાન ભાવુક થયેલા અધિકારીઓ અને લોકો પોતાના આંસુ લૂછતા જોવા મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ વીડિયો ક્યાં પોલીસ સ્ટેશનનો છે એ અંગે કોઇ વિગતો શેર કરવામાં આવી નથી. આ સાથે આ વીડિયોમાં દેખાતા પીએસઆઇ વિશે પણ વિગતો શેર કરવામાં આવી નથી.

English summary
locals give Farewell by showering flowers on the transfer of sub inspector, emotional scenes were created.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X