Lok sabha Election 2024: ડિમ્પલ યાદવથી લઇને મૂકેશ દલાલ સુધી, જાણો બિનહરીફ ચૂંટણી જીતનાર ઉમેદવારો

Lok sabha Election 2024: કોંગ્રેસને સુરત લોકસભા બેઠક પર ઉમેદવારી ફોર્મ રદ્દ થવાના કરણે અને ઘણા ઉમેદવારોએ નામ પાછા ખેંચવાના કારણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરિફ જાહેર થવા પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

આ વચ્ચે ચૂંટણી પંચ પાસે સુરત લોકસભા બેઠકની ચૂંટણી રદ્દ કરીને નવેસરથી ચૂંટણી યોજવાની માંગ કરવામાં આવી રહી છે.

ચૂંટણી પંચે કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન રદ કર્યું - 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીના પરિણામો આવવાના છે. જોકે પરિણામ આવે તે પહેલા જ સુરતના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ વિજેતા જાહેર થઈ ગયા છે. વાસ્તવમાં નિલેશ કુંભાણીને કોંગ્રેસે આ લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા.

Lok sabha Election 2024

ચૂંટણી પંચે તેમની ઉમેદવારી નકારી કાઢી હતી. કારણ કે, જિલ્લા રિટર્નિંગ ઓફિસરે તેમનું નામાંકન ફોર્મ રદ કર્યું હતું. આ સાથે જ આ બેઠક પરથી અન્ય તમામ ઉમેદવારોએ પણ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.

આ નેતાઓ પણ બિનહરીફ જીત્યા - ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીના ઈતિહાસમાં અત્યાર સુધી 35 ઉમેદવારો એવા છે, જેઓ બિનહરીફ જીત્યા છે. સમાજવાદી પાર્ટીના ડિમ્પલ યાદવે 2012માં કન્નૌજ લોકસભા પેટાચૂંટણીમાં બિનહરીફ જીત મેળવી હતી.

આ સિવાય વાયબી ચવ્હાણ, ફારૂક અબ્દુલ્લા, હરે કૃષ્ણ મહતાબ, ટીટી કૃષ્ણાચારી, પીએમ સઈદ જેવા નેતાઓ પણ કોઈપણ હરીફાઈ વિના લોકસભામાં પહોંચ્યા છે.

થોડા દિવસો પહેલા અરુણાચલ પ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના દસ ઉમેદવારો બિનહરીફ જીત્યા હતા. મુખ્યમંત્રી પેમા ખાંડુએ 2014ની અરુણાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પણ બિનહરીફ જીતી હતી. જૂન 2011માં પણ, પેમા ખાંડુએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે મુક્તો વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી બિનહરીફ જીતી હતી.

મુકેશ દલાલની જીત પર રોષે ભરાયા રાહુલ ગાંધી - કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું કે, આ એક બીજું પગલું છે, જે હું ફરી એકવાર કહી રહ્યો છું. આ માત્ર સરકાર બનાવવાની ચૂંટણી નથી, આ દેશને બચાવવાની ચૂંટણી છે, બંધારણની રક્ષા માટેની ચૂંટણી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X