• search

Micro Anlysis : મોદી લહેરમાં 16માસમાં 61થી 16 ઉપર આવી ગઈ કોંગ્રેસ!

By કન્હૈયા કોષ્ટી

ગાંધીનગર, 20 મે : ગુજરાતમાં લોકસભા ચૂંટણી પરિણામોના વિધાનસભા બેઠકવાર આંકડાઓ આવી ગયાં છે અને આ આંકડાઓ કોંગ્રેસ માટે ખૂબ જ ચોંકાવનારો હોવો સ્વાભાવિક છે. ગુજરાતમાં ભારતીય જનતા પક્ષે તમામ 26 લોકસભા બેઠકો જીતી લીધી છે અને કોંગ્રેસ ખાતુ પણ ખોલાવી શકી નથી.

લોકસભા ચૂંટણીના પરિણામોની વિધાનસભા બેઠકવાર સમીક્ષા કરવા બેસતા કોંગ્રેસ માટે ખૂબ જ ચિંતાજનક ચિત્ર ઉપસી આવે છે. ગુજરાતમાં કોંગ્રેસ માત્ર 26 લોકસભા બેઠકો જ નથી હારી, પણ 182 વિધાનસભા મતવિસ્તારોમાં પણ તેની જોરદાર પીછેહઠ થઈ છે. કોંગ્રેસ 182માંથી માત્ર 16 બેઠકો ઉપર જ લીડ મેળવી શકી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 બરાબર 16 માસ અગાઉ યોજાઈ હતી અને તે ચૂંટણીમાં કોંગ્રેસે 61 બેઠકો હાસલ કરી હતી, પરંતુ બરાબર 16 માસ બાદ યોજાયેલ લોકસભા ચૂંટણી 2014માં કોંગ્રેસની વિધાનસભા મતવિસ્તાર મુજબ લીડ ધરાવતી બેઠકોનો આંકડો પરસ્પર બદલાઈ 61માંથી 16 ઉપર આવી ગયો, તો બીજી બાજુ ભાજપને રેકૉર્ડ લીડ મળી છે. ભાજપને 182માંથી 166 વિધાનસભા મતવિસ્તારોમાં લીડ હાસલ કરી છે કે જે 1984ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે મેળવેલી 149 બેઠકોનો રેકૉર્ડ ઓળંગી ગઈ છે.

ચાલો સ્લાઇડર સાથે કરીએ Micro Anlysis :

વાઘેલા ફાઇનલી વાસણિયા ભેગા થઈ ગયા હોત

વાઘેલા ફાઇનલી વાસણિયા ભેગા થઈ ગયા હોત

ગુજરાતમાં કોંગ્રેસને જે વિધાનસભા મત વિસ્તારોમાં પીછેહઠ કરવી પડી છે, તેમાં વિધાનસભામાં વિપક્ષના નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો મત વિસ્તાર કપડવંજ પણ છે કે જ્યાં લોકસભા ચૂંટણીમાં લોકોએ કોંગ્રેસ કરતા ભાજપને વધુ મત આપ્યા છે. જો લોકસભા સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હોત, તો જે શંકરસિંહ વાઘેલા લોકસભાની પંચમહાલ બેઠક ઉપરથી હારી ગયા છે, તે વાઘેલા કપડવંજમાંથી પણ હારી ગયા હોત અને તેમને ફાઇનલી વાસણિયા ઘરભેગા થઈ જવુ પડ્યું હોત.

વિસાવદરમાં ભાજપને લીડ, પણ ભરત પટેલ હાર્યાં

વિસાવદરમાં ભાજપને લીડ, પણ ભરત પટેલ હાર્યાં

જૂનાગઢ લોકસભા બેઠક ભાજપે જીતી લીધી છે અને આ લોકસભા બેઠક હેઠળ આવતા વિસાવદરમાં પણ ભાજપના લોકસભાના ઉમેદવારને કોંગ્રેસ કરતા વધુ મતો મળ્યાં છે, પરંતુ વિસાવદર વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડનાર કેશુભાઈ પટેલના પુત્ર ભરતભાઈ પટેલને લોકોએ હરાવી દીધાં છે. વિસાવદરના મતદારોના આવા જનાદેશથી સ્પષ્ટ છે કે મતદારોએ ભાજપના લોકસભાના ઉમેદવારને તો પસંદ કર્યાં, પરંતુ વિધાનસભાના ઉમેદવાર માટે જુદો મત આપ્યો. આમ પ્રજા હવે ઉમેદવાર જોઈને પણ મત આપતી હોય છે.

ભાજપે કોંગ્રેસની 49 બેઠકો પર લીડ મેળવી

ભાજપે કોંગ્રેસની 49 બેઠકો પર લીડ મેળવી

ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2014માં વિધાનસભાની 56 બેઠકોનો જનમત પલટાઈ ગયો છે અને તેમાં મોટાભાગે ભાજપ તરફી જનમત પલટાયો છે. કોંગ્રેસનો કબ્જો ધરાવતી અબડાસા, ધાનેરા, વડગામ, પાલનપુર, કાંકરેજ, સિદ્ધપુર, કડી, વીજાપુર, હિમ્મતનગર, મોડાસા, બાયડ, પ્રાંતીજ, દહેગામ, માણસા, કલોલ, વિરમગામ, સાણંદ, દરિયાપુર, લીંબડી, રાજકોટ પૂર્વ, જેતપુર, ધોરાજી, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, માણાવદર, સોમનાથ, તલાળા, ઉના, અમરેલી, લાઠી, પાલીતાણા, બોરસદ, આંકલાવ, સોજિત્રા, મહેમદાબાદ, મહુધા, કપડવંજ, લુણાવાડા, સંતરામપુર, મોરવાહડફ, ગોધરા, ઝાલોદ, દાહોદ, ગરબાડા, સંખેડા, ડાંગ, વાંસદા, ધરમપુર અને કપરાડા બેઠકો ઉપર ભાજપે લીડ મેળવી લીધી છે.

અન્યો પણ પિસાયા

અન્યો પણ પિસાયા

ગુજરાતમાં ભાજપની આંધી એવી તો ચાલી કે જીપીપીનો કબ્જો ધરાવતી ધારી, એનસીપીનો કબ્જો ધરાવતી કુતિયાણા, ઉમરેઠ, અપક્ષના કબ્જા હેઠળની સાવલી અને જેડીયૂના કબ્જા હેઠળની ઝગડિયા બેઠકો ઉપર ભાજપે લીડ મેળવી છે.

ભાજપ માટે બે બેઠકો પર મુશ્કેલી

ભાજપ માટે બે બેઠકો પર મુશ્કેલી

વિધાનસભા ચૂંટણી સાથે સરખાવતા ભાજપે લોકસભા ચૂંટણી 2014માં બે બેઠકો ઉપર મુશ્કેલી વહોરવી પડી. તેમાં જમાલપુર-ખાડિયા અને નીઝર બેઠકોનો સમાવેશ થાય છે. વિધાનસભા ચૂંટણીમાં આ બંને બેઠકો ભાજપ પાસે છે, પરંતુ લોકસભા ચૂંટણીમાં જનમત પલટાઈ ગયો છે અને અહીં કોંગ્રેસે લીડ મેળવી છે.

આ 13 બેઠકોએ સાથ ન છોડ્યો કોંગ્રેસનો

આ 13 બેઠકોએ સાથ ન છોડ્યો કોંગ્રેસનો

ભાજપ અને નરેન્દ્ર મોદીની આંધી વચ્ચે પણ કોંગ્રેસનો અમુક વિધાનસભા બેઠકોએ સાથ ન છોડ્યો. તેવી બેઠકોમાં દાંતા, ખેડબ્રહ્મા, ભિલોડા, દાણીલીમડા, વાંકાનેર, જસદણ, બોરસદ, આંકલાવ, પેટલાદ, ઠાસરા, બાલાસિનોર, માંડવી અને વ્યારાનો સમાવેશ થાય છે. 2012માં પણ બેઠકો ઉપર કોંગ્રેસે જીત મેળવી હતી, તો 2014માં આ બેઠકો પર કોંગ્રેસે લીડ જાળવી રાખી છે.

English summary
Micro Anlysis : Lok Sabha Election 2014 results are declared as assembly constituencywise. The acwise figures says that Congress leads only 16 ac seats out of 182 and Bjp leads record 166 ac seats.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more