For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે

Exit Polls: ગુજરાતમાં ભાજપને મળી શકે 23 સીટ, કોંગ્રેસ ખાતું ખોલશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના સાતમાં તબક્કાનું મતદાન ખતમ થયા બાદ જ એક્ઝિટ પોલ આવવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. વિવિધ સમાચાર ચેનલના સર્વે મુજબ એકવાર ફરી કેન્દ્રમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. એનડીટીવીના પોલ ઑફ એક્ઝિટ પોલ્સ મુજબ ગુજરાતમાં ભાજપને 23 સીટ મળી શકે છે, જ્યારે કોંગ્રેસે 3 સીટથી સંતોષ માનવો પડી શકે છે. બીજી બાજુ ઈન્ડિયા ટીવી-સીએનએક્સના સર્વે મુજબ ભાજપે 22 અને કોંગ્રેસને 4 સીટ મળી રહી છે. જ્યારે ન્યૂજ નેશનના સર્વે મુજબ ભાજપને ગુજરાતમાં 22-24 સીટ જ્યારે કોંગ્રેસને 2-4 સીટ મળી રહી છે. આવી રીતે ન્યૂજ 18 ઈન્ડિયા IPSOSના સર્વેમાં ભાજપને 25-26 જ્યારે કોંગ્રેસને 0-1 સીટ મળી રહી છે.

lok sabha polls 2019

જણાવી દઈએ કે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 435 સીટ પર ચૂંટણી લડી હતી અને બાકી સીટો તેના સહયોગીઓએ વહેંચી હતી. જ્યારે કોંગ્રેસે કુલ 420 સીટ પર ચૂંટણી લડી છે. ભાજપની આગેવાનીમાં એનડીએમાં આ વખતે 21 પાર્ટી સામેલ છે. બિહારમાં ભાજપને નીતિશ કુમારની પાર્ટી જેડીયૂ આવવાથી મજબૂતી મળી છે અને વોટ ટકાના હિસાબે તેનું પલડું ભારે છે. જ્યારે યૂપીએમાં આ વખતે કોંગ્રેસની આગેવાનીમાં 25 પાર્ટીઓ સામેલ છે. બીજી તરફ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂએ માકપા મહાસચિવ સીતારામ યેચુરી સાથે મુલાકાત કરી છે.

શનિવારે તેમણે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી, એનસીપી નેતા શરદ યાદવ સાથે મુલાકાત કરી હતી. જે બાદ તેમણે લખનઉમાં માયાવતી અને અખિલેશ યાદવ સાથે પણ મુલાકાત કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ હવે ત્રીજા મોર્ચાના સમર્થનથી સરકાર બનાવવાની કોશિશમાં છે. જો કે કોણ કઈ તરફ રહેશે તે બધું 23મી મેના રોજ આવનાર પરિણામ પર નિર્ભર કરશે. બીજી તરફ ભાજપના અધ્યક્ષ અમિત શાહનો દાવો છે કે પાર્ટી 300 સીટ જીતીને એનડીએની સરકાર બનાવશે.

આ પણ વાંચો-એક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર?

English summary
Lok Sabha Exit polls 2019: bjp will get 23 seats in gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X