For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર?

એક્ઝિટ પોલના આંકડા જાહેર, જાણો કોની બનશે સરકાર?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના સાતમા અને આખરી તબક્કા માટે 7 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં વોટિંગ સંપન્ન થઈ ગયું છે. આની સાથે જ ચૂંટણી સમાપ્ત થઈ ગઈ છે. હવે તમામ લોકો 23મેનો ઈંતેજાર કરી રહ્યા છે, ત્યારે ચૂંટણી પરિણામનો ફેસલો આવી જશે. જો કે ચૂંટણી પરિણામ પહેલા એક્ઝિટ પોલ સામે આવી ગયા છે, Republic Cvoterના સર્વે મુજબ ભાજપને 287, કોંગ્રેસને 128, એસપી+બીએસપીને 40 તથા અન્યોને 87 સીટ મળી રહી છે. રિપબ્લિક બારત- જન કી બાતના સર્વે મુજબ ભાજપને 305, કોંગ્રેસને 124, એસપી+બીએસપીને 26 તથા અન્યોને 87 સીટ મળી રહી છે. ન્યૂઝ નેશન મુજબ ભાજપને 282-290, કોંગ્રેસને 118-126 તથા અન્યોને 130-138 સીટ મળી રહી છે. ટાઈમ્સ નાઉ વીએમઆર મુજબ બાજપને 306, કોંગ્રેસને 132 તથા અન્યોને 104 સીટ મળી રહી છે. વન ઈન્ડિયા ગુજરાતી પર અહીં તમે રાજ્ય દીઠ ક્યાં કોને કેટલી સીટ મળી શકે તેમ છે તે અંગે એક્ઝિટ પોલના આંકડાઓ જોઈ શકશો.

મધ્ય પ્રદેશ

મધ્ય પ્રદેશ

એક્ઝિટ પોલમાં સૌથી પહેલા મધ્ય પ્રદેશની વાત કરીએ છીએ. ઈન્ડિયા ટુડેના એક્ઝિટ પોલ મુજબ અહીંની 29 સીટમાંથી ભાજપને 26માંથી 28 સીટ મળી રહી છે જ્યારે કોંગ્રેસ 1-3 સીટ જ જીતતી જણાઈ રહી છે. ત્યારે વિધાનસભામાં કોંગ્રેસે ભલે બાજી મારી લીધી હોય પણ લોકસભામાં મધ્ય પ્રદેશ કોંગ્રેસને ઝાટકો આપી રહ્યું હોય તેવું એક્ઝિટ પોલના આંકડાઓ પરથી જાણી શકાય છે

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળ

રિપબ્લિક સી વોટરના એક્ઝિટ પોલ મુજબ પશ્ચિમ બંગાળમાં ટીએમસીને 29 જ્યારે કોંગ્રેસને 2 અને ભાજપને 11 સીટ મળી રહી છે. રિપબ્લિક જન કી બાતના એક્ઝિટ પોલ મુજબ ટીએમસીને 28, કોંગ્રેસને 2 અને ભાજપને 18-26 સીટ મળી રહી છે. ઈન્ડિયા ન્યૂઝ પોલ્સ્ટ્રાટ મુજબ ટીએમસીને 26, કોંગ્રેસને 2 અને ભાજપને 14 સીટ મળી રહી છે. ન્યૂઝ 18ના PSOS મુજબ ટીએમસીને 25-18, ભાજપને 3-7 અને અન્યોને 5-7 સીટ મળી રહી છે.

રાજસ્થાન

રાજસ્થાન

ઈન્ડિયા ટુડેના એક્ઝિટ પોલ મુજબ રાજસ્તાનમાં કોંગ્રેસને 0-2 સીટ મળવાનું અનુમાન છે. જ્યારે ભાજપને 23-25 સીટ મળવાનું અનુમાન છે. ટાઈ્ નાઉ વીએમઆર મુજબ રાજસ્થાનમાં ભાજપને 21 અને કોંગ્રેસને 4 સીટ મળી રહી છે.

લોકસભા ચૂંટણી 2019ના એક્ઝીટ પોલ પહેલા જાણો કેટલા પરફેક્ટ હતા 2014ના એક્ઝીટ પોલલોકસભા ચૂંટણી 2019ના એક્ઝીટ પોલ પહેલા જાણો કેટલા પરફેક્ટ હતા 2014ના એક્ઝીટ પોલ

ગુજરાત

ગુજરાત

ઈન્ડિયા ટુડેના એક્ઝિટ પોલ મુજબ ગુજરાતની 26 લોકસભા સીટમાંથી કોંગ્રેસને 0-1 સીટ મળવાનું અનુમાન છે જ્યારે ભાજપને 25-26 સીટ મળવાનું અનુમાન છે. આજતક એક્સિસના એક્ઝિટ પોલ મુજબ ગુજરાતમાં ભાજપને 25-26 જ્યારે કોંગ્રેસને 0-1 સીટ મળી શકે છે. ન્યૂઝ 24-ટુડે ચાણક્યના એક્ઝિટ પોલ મુજબ ગુજરાતમાં ભાજપને 26માંથી 26 સીટ મળી રહી છે.

ગોવા

ગોવા

ઈન્ડિયા ટુડેના એક્ઝિટ પોલ મુજબ ગોવામાં ભાજપને 2 સીટ મળવાનું અનુમાન છે.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર

ઈન્ડિયા ટુડેના એક્ઝિટ પોલ મુજબ મહારાષ્ટ્રની 48 સીટમાંથી ભાજપને 6-10 સીટ મળવાનું અનુમાન છે. જ્યારે ભાજપના સાથી પક્ષગણ એનડીએને 38-42 સીટ મળવાનું અનુમાન છે.

કર્ણાટક

કર્ણાટક

ઈન્ડિયા ટુડેના એક્ઝિટ પોલ મુજબ કર્ણાટકમાં ભાજપને 21માંથી 25 સીટ મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જ્યારે કોંગ્રેસને માત્ર 3-6 સીટ મળવાનું અનુમાન જતાવવામાં આવી રહ્યું છે.ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલ મુજબ કર્ણાટકમાં ભાજપ 23 સીટ પર જીત નોંધાવશે જ્યારે કોંગ્રેસના ખાતામાં 5 સીટ જશે.

કેરળ

કેરળ

ઈન્ડિયા ટુડેના એક્ઝિટ પોલ મુજબ કેરળમાં યૂડીએફને 15-16 સીટ મળી રહી છે જ્યારે ભાજપને 0-1 સીટ મળવાનું અનુમાન જતાવવામાં આવી રહ્યું છે.

આંધ્ર પ્રદેશ

આંધ્ર પ્રદેશ

ઈન્ડિયા ટુડેના એક્ઝિટ પોલ મુજબ આંધ્ર પ્રદેશમાં ટીડીપીને 4-6 સીટ મળવાનું અનુમાન છે જ્યારે વાયએસઆરને 18-20 સીટ મળવાનું અનુમાન છે.

તેલંગાણા

તેલંગાણા

ઈન્ડિયા ટુડેના એક્ઝિટ પોલ મુજબ તેલંગાણામાં ઓવૈસીની પાર્ટી AIMIMને 1 સીટ મળવાનું અનુમાન છે જ્યારે ટીઆરએસને 10-12 સીટ મળવાનું અનુમાન છે.

દિલ્હી

દિલ્હી

ઈન્ડિયા ટુડેના એક્ઝિટ પોલ મુજબ દિલ્હીમાં ભાજપને 6-7 સીટ મળવાના અણસાર છે જ્યારે આમ આદમી પાર્ટી અહીં ખાતું પણ નહિ ખોલી શકે તેવું જણાઈ રહ્યું છે. સી વોટર મુજબ ભાજપને 7 સીટ મળી રહી છે.

પંજાબ

પંજાબ

ઈન્ડિયા ટુડેના એક્ઝિટ પોલ મુજબ પંજાબમાં આમ આદમી પાર્ટીને 0-1 સીટ મળવાનું અનુમાન છે જ્યારે કોંગ્રેસને 8-9 સીટ મળી શકે છે.

હરિયાણા

હરિયાણા

ઈન્ડિયા ટુડેના એક્ઝિટ પોલ મુજબ હરિયાણામાં ભાજપને 8-10 સીટ મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 0-2 સીટ મળવાના અણસાર છે.

ઉત્તરાખંડ

ઉત્તરાખંડ

ઈન્ડિયા ટુડેના એક્ઝિટ પોલ મુજબ ઉત્તરાખંડમાં ભાજપને 5માંથી 5 સીટ મળવાના અણસાર છે.

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશ

ટાઈમ્સ નાઉના એક્ઝિટ પોલ મુજબ ઉત્તર પ્રદેશમાં ભાજપને 56, એસપી-બીએસપી-આરએલડીને 20 અને કોંગ્રેને 2 સીટ મળી રહી છે. સી વોટર મુજબ ભાજપને 28, એસપી-બીએસપી-આરએલડીને 40 અને કોંગ્રેસને 2 સીટ મળી રહી છે.

છત્તીસગઢ

છત્તીસગઢ

ઈન્ડિયા ટુડેના એક્ઝિટ પોલ મુજબ છત્તીગઢમાં કોંગ્રેસને 3-4 સીટ મળવાનું અનુમાન છે. જ્યારે છત્તીસગઢને 7-8 સીટ મળવાનું અનુમાન છે.ચાણક્યના એક્ઝિટ પોલ મુજબ છત્તીસગઢમાં ભાજપ 9 સીટ જ્યારે કોંગ્રેસ માત્ર 2 સીટ જ જીતી શકશે.

English summary
who will form government in 2019? here is what exit polls telling.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X