Lunawada Accident : લુણાવાડામાં ભિષણ અકસ્માત, 8 લોકોના મોત અનેક ઘાયલ
Lunawada Accident : મહીસાગર જિલ્લાના લુણાવાડા પાસે લગ્ન પ્રસંગમાં જઈ રહેલા ટેમ્પોને ટક્કર મારી હતી. ટેમ્પો ખાડામાં પડતાં તેમાં સવાર 8 મુસાફરોના મોત નીપજ્યા હતા, જ્યારે 22ને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
Lunawada Accident : માહીસાગર જિલ્લાના લુણાવાડાની નજીક લગ્ન પ્રસંગમાં જઇ રહેલા ટેમ્પાને અકસ્માત નડ્યો હતો. આ ટેમ્પો ખાડામાં પડવાને કારણે 8 લોકોના મોત થયા છે. જ્યારે આ અકસ્માતમાં 22 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને દવાખાનામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાની પ્રાથમિક વિગત મુજબ મહીસાગર જિલ્લાના લુણાવાડા નજીક આવેલ અરીઠા ગામ પાસે લગ્નમાં જઈ રહેલ ટેમ્પો અચાનક ચાલકે કાબુ ગુમાવતા ખીણમાં ખાબક્યો હતો. ટેમ્પો ખાડીમાં પડતાં આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 22 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ઘાયલોને પ્રાથમિક સારવાર આપવામાં આવી
અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ટેમ્પોમાં સવાર લોકોને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. અકસ્માત ગંભીર હોવાથી પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘાયલોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ટેમ્પો કેવી રીતે ખાડામાં પડ્યો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.












Click it and Unblock the Notifications
