પુસ્તક આનંદીબેનનું, વિમોચનમાં હાજરી અમિત શાહ, શું નવી શરૂઆત?

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલ મધ્યપ્રદેશના રાજ્યપાલ તેવા આનંદીબેન પટેલે "આનંદીબેન પટેલ કર્મયાત્રી" નામે એક પુસ્તક આજે બહાર પાડ્યું હતું. જેમાં તેમની ખેડૂતપુત્રીથી લઇને રાજકારણી સફળની વાત જોડવામાં આવી હતી. શિક્ષણથી લઇને રાજકારણ સુધીનો સફર અને તેમાં પીએમ નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન આ પુસ્તકનો મુખ્ય હાર્દ રહ્યા હતા. ત્યારે તેમના આ પુસ્તકના વિમોચનમાં ગુજરાતના ગવર્નરથી લઇ સીએમ વિજય રૂપાણી અને રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે પણ હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે આનંદીબેન અને અમિત શાહ આ પ્રસંગે એક મંચ પર એક સાથે દેખાયા હતા. અને બેનમાં પુસ્તક વિમોચનમાં શાહની હાજરી સ્પષ્ટ પણે દેખાતી હતી.

anandi ben

ઉલ્લેખનીય છે કે આનંદીબેનના આ પુસ્તક વિમોચનમાં ગુજરાતની પહેલી મહિલા મુખ્યમંત્રી તેવા આનંદીબેને જણાવ્યું હતું કે મોદી અમારી જીપના ડ્રાઇવર હતા. આ પ્રસંગે આનંદીબેને પીએમ મોદીને તેમના ગુરુ સમાન ગણાવ્યા હતા. સાથે જ એક રસપ્રદ કિસ્સો કહેતા કહ્યું કે મારા રાજકારણમાં પ્રવેશ કરવાની વાત અમદાવાદના ઇન્કમટેક્સ પાસે આવેલા એક ઝાડ નીચે નક્કી થઇ હતી. જો કે જ્યાં આ સમગ્ર પ્રકરણને એક પુસ્તક વિમોચન તરીકે જ જોવામાં આવી રહી છે ત્યાં જ રાજકારણના જાણકાર તેને પુસ્તક ડિપ્લોમસી પણ કહી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે અમિત શાહ અને આનંદીબેન પટેલ વચ્ચે લાંબા સમયથી ખટરાગ ચાલતો હતો. જેના કારણે હાલની વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપને નુક્શાની ભોગવવી પડી હતી. ત્યારે હવે આ બે મહારથીઓએ આ પુસ્તક વિમાચન દ્વારા આંતરિક ખટરાગ ભૂલી જઇને 2019ની લોકસભાની ચૂંટણી તરફ નજર કરી છે તેમ મનાઇ રહ્યું છે.

English summary
Madhya Pradesh governor Anandiben Patel book launching in Ahmedabad.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.