કચ્છમાં 3.4 ની તીવ્રતાનો ભૂકંપ, કોઇ જાનહાનિ નહીં

Subscribe to Oneindia News

કચ્છ જિલ્લામાં રવિવારે સવારે ભૂકંપ નો આંચકો અનુભવાયો હતો. રિએક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.4 નોંધાઇ છે. જો કે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ હોવાના ખબર નથી. કચ્છમાં ખાવડા સહિતના વિસ્તારોમાં ભૂંકપના આંચકા અનુભવાયા હતા.

earthquake

કચ્છ જિલ્લામાં આજે સવારે 10.56 કલાકે 3.4 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ખાવડાથી 45 કિમી દુર રીએક્ટર સ્કેલ પર નોંધાયું છે. આ ભૂકંપની તીવ્રતા 3.4 હોવાથી ખાવડા સહીત નજીકના વિસ્તારમાં અનુભવાયો હતો. ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 3.4 તીવ્રતાનો ભૂકંપમાં કોઈ જાનહાનિ નથી થઇ.

English summary
Magnitude 3.4 earthquake in Kutch.
Please Wait while comments are loading...