ગાંધીજીના પૌત્ર કનુભાઇ ગાંધીનું થયું નિધન, જાણો કોણ હતા કનુભાઇ ગાંધી.

Posted By:
Subscribe to Oneindia News

મહાત્મા ગાંધીના 86 વર્ષના પૌત્ર કનુભાઇનું સોમવારે નિધન થઇ ગયું તે 17 દિવસથી વેન્ટિલેટર પર હતા. અને હાર્ટ એટકથી તેમનું નિધન થયું હતું. નોંધનીય છે કે કનુભાઇ, ગાંધીજીના ત્રીજા પુત્ર રામદાસના ત્રીજા નંબરના દિકરા હતા. કનુભાઇ 33 વર્ષ સુધી અમેરિકામાં રહ્યા હતા. અને ત્યાં તેમણે 25 વર્ષ સુધી નાસા જેવી પ્રતિષ્ઠિત જગ્યાએ વૈજ્ઞાનિક તરીકે કામ કર્યું હતું. વધુમાં તેમની પત્ની પણ ડોક્ટર હતી.

kanu gandhi

જો કે દેશના રાષ્ટ્રપિતાના પૌત્ર હોવા છતાં તેમના અંતિમ દિવસો ખુબ જ ગરીબાઇમાં ગુજર્યા હતા. તેમના રિટાયરમેન્ટ બાદ તેમની સાથે છેતરપીંડી થતા તેમના તમામ રૂપિયા પચાઇ પાડવામાં આવતા 2014માં તે ભારત પરત આવ્યા હતા. જો કે અહીં પણ તેમની હાલત કફોડી હતી.

gandhi

નોંધનીય છે કે ઉપરોક્ત ફોટો કનુ ગાંધી અને ગાંધીજીનો છે. જેમાં તે દાંડી યાત્રા સમય ગાંધીજીની લાકડી ખેંચી તેમને દોરી રહ્યા છે. દેશના રાષ્ટ્રપિતા સાથે આટલો સારો સમય વીતાવ્યા છતાં તેમની વૃદ્ધાઅવસ્થામાં તે વૃદ્ધાશ્રમમાં જ રહ્યા.

મુંબઇ અને દિલ્હીના અનેક વૃદ્ઘાશ્રમો રહ્યા બાદ મીડિયાની ખબરોમાં આવ્યા પછી પ્રશાસનને અકલ્લ આવી અને તેમને અમદાવાદના ગાંધી આશ્રમમાં લાવવામાં આવ્યા. તેમને અનેક વાયદા તો કરવામાં આવ્યા પણ તેના પૂરા કરવામાં ન આવ્યા. એટલે જ પૈસાની તંગીના કારણે છેલ્લા દિવસોમાં પણ તેમનો યોગ્ય ઇલાજ ના થઇ શક્યો.

English summary
Kanubhai Gandhi, grandson of Mahatma Gandhi and former NASA scientist, died at a private hospital here on Monday, battling paralysis and heart attack.
Please Wait while comments are loading...