રાજકોટ 26 લાખની નકલી નોટનો સૂત્રધાર જીગ્નેશ શાહ પકડાયો

Subscribe to Oneindia News

રાજકોટના રૈયા રોડ પરથી 2000 અને 500 રુપિયાના દરની 26 લાખ રુપિયાની નકલી નોટ સાથે બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આ નકલી નોટોના સૂત્રધાર જીગ્નેશ શાહને બોટાદથી ઝડપી લેવાયો છે. માનવામાં આવી રહ્યુ છે કે પૂછપરછમાં નકલી નોટોના નેટવર્કનો પર્દાફાશ થઇ શકે છે.

fake note

ઉલ્લેખનીય છે કે રાજકોટના રૈયા રોડ પર હનુમાન મઢી ચોકમાંથી ક્રાઇમ બ્રાંચે થોડા દિવસ પહેલા એક કારને અટકાવીને 500 અને 2000 ના દરની 26 લાખની નકલી નોટો પકડી પાડી હતી. કારમાંથી ગોંડલના રુદય જાગાણી અને કચ્છના લક્ષ્મણ ચૌહાણની ધરપકડ કરી હતી. જેમની પૂછપરછ દરમિયાન જીગ્નેશ શાહનું નામ આવ્યુ હતુ. ક્રાઇમ બ્રાંચે સ્થાનિક એલસીબીની મદદથી જીગ્નેશ શાહને બોટાદથી ઝડપી પાડ્યો હતો. જીગ્નેશ શાહના બે સાગરિત હાલમાં પોલિસ રિમાંડ પર છે. ત્રણેયની પૂછપરછમાં વધુ વિગતો બહાર આવવાની સંભાવના છે.

English summary
main accuse of rajkot 26 lakhs fake note arrested from botad
Please Wait while comments are loading...