ગુજરાતના સમુદ્રી તટ પર ટેન્કરમાં લાગી આગ, 2 ઘાયલ

Written By:
Subscribe to Oneindia News

ગુજરાતના સમુદ્રી તટ પર મર્ચંટ નેવીના તેલના ટેન્કરમાં બુધવારે સાંજે આગ લાગી હતી. આ ટેન્કરમાં 30 હજાર ટન હાઇ સ્પીડ ડીઝલ ભરેલું હતું, જેમાં આગ લાગવાને કારણે નાસભાગ થઇ હતી. આગ લાગ્યા બાદ ભારતીય કોસ્ટ ગાર્ડે સમુદ્રી વહાણ પર સવર 26 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Gujarat

આ આગ એમટી ગનેશામાં લાગી હતી, જે 15 નૉટિકલ માઇલ્સની ઝડપથી કાંડલાના દીનદયાળ પોર્ટથી થોડી દુર હતું. આ ટેન્કરની લંબાઇ 183 મીટર છે અને ઊંચાઇ 10 મીટર છે. જાણકારી અનુસાર, કોસ્ટ ગાર્ડ પાસે ટેન્કરમાં હાજર દોરીની મદદથી આગ પર નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન કરી રહી હતી. કોસ્ટ ગાર્ડના આધિકારીએ જણાવ્યું કે, ક્રૂ કંપાર્ટમેન્ટમાં આગ લાગી ગઇ હતી અને એને હોલવવાનો પ્રયત્ન કરી કરી રહી હતી. સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે, ભારતીય કોસ્ટ ગાર્ડની ઇન્ટરસેપ્ટર બોટ સી-403 હાજર છે, સાથે જ મેરીટાઇમ સિક્યુરિટી એજન્સિની પ્રદૂષણ નિયંત્રણ ટીમ પણ ઘટનાસ્થળે હાજર હતી.

English summary
MAjor fire broke at MT Genessa oil tanker 26 crew member rescued. Coast Guard to cordon the vessel to avoid oil spillage.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.