For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોલીસે 2 ભૂત સામે ફરિયાદ નોંધી, ધ્રૂજતાં-ધ્રૂજતાં પોલીસ સ્ટેશને પહોંચ્યો શખ્સ

પોલીસે 2 ભૂત સામે ફરિયાદ નોંધી, ધ્રૂજતાં-ધ્રૂજતાં પોલીસ સ્ટેશને પહોંચ્યો શખ્સ

|
Google Oneindia Gujarati News

પંચમહાલ જિલ્લામાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પોલીસે બે ભૂત સામે ફરિયાદ નોંધી છે. પંચમહાલ જિલ્લાના જંબૂઘોડા પોલીસ સ્ટેશનને રવિવારે એક શખ્સ ફરિયાદ નોંધાવવા આવ્યો. ફરિયાદ મુજબ ખેતરમાં કામ કરતી વખતે તેનો ભૂતોની ગેંગ સામે સામનો થયો અને તેને મારવાની ધમકી આપી.

પોલીસ સ્ટેશને પહોંચ્યો શખ્સ

પોલીસ સ્ટેશને પહોંચ્યો શખ્સ

ટીઓઆઈના અહેવાલ મુજબ 35 વર્ષનો આ શખ્સ પંચમહાલ જિલ્લાના જંબુઘોડા તાલુકાનો રહેવાસી છે. તે ખેતરેથી ભાગીને પોલીસ સ્ટેશને પહોંચ્યો અને તેણે પોતાનો જીવ બચાવી લેવા ગુહાર લગાવી. આ અજીબ અનુરોધ છતાં પોલીસે તે શખ્સને સંકટથી બચાવવા માટે પર્યાપ્ત દયા દેખાડી અને તેની ફરિયાદ સ્વીકારી લીધી. તે સમયે પીડિત માનસિક રૂપે પરેશાન લાગી રહ્યો હતો.

ભૂત સામે નોંધાવી ફરિયાદ

ભૂત સામે નોંધાવી ફરિયાદ

અહેવાલ મુજબ પોલીસ સ્ટેશનમાં જ્યારે શખ્સ પહોંચ્યો તો તે ઘણો ભયભીત લાગી રહ્યો હતો અને તે ધ્રૂજી રહ્યો હતો. પોતાની ફરિયાદમાં તેણે જણાવ્યું કે જ્યારે તે પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે ભૂતોની એક ટોળકી તેની પાસે આવી અને મારી નાખવાની ધમકી આપી. રવિવારે પાવાગઢમાં ડ્યૂટી પર તેનાત પીએસઆઈ મયંકસિંહ ઠાકોરે જણાવ્યું કે પીડિત વ્યક્તિ બહુ પરેશાન લાગી રહ્યો હતો. તે અસામાન્ય વ્યવહાર કરી રહ્યો હતો તે સ્પષ્ટ હતું. તે બહુ ડરેલો હતો. તેને શાંત અને નોર્મલ કરવા માટે તેની લેખિત ફરિયાદ લઈ લીધી.

માનસિક રોગી છે વ્યક્તિ

માનસિક રોગી છે વ્યક્તિ

બીજી તરફ પોલીસે પીડિત શખ્સના પરિવારનો પણ સંપર્કકર્યો. પરિવારના સભ્યોએ તેનો મનોરોગ ઉપચાર ચાલી રહ્યો હોવાનું જણાવ્યું. જો કે, તેણે પાછલા 10 દિવસથી પોતાની દવા નહોતી લીધી. સોમવારે જ્યારે પોલીસે તેની સાથે વાત કરી તો તેણે જણાવ્યું કે તે પોલીસ સ્ટેશને ભાગીને એટલા માટે આવી ગયો હતો કેમ કે ભૂત ત્યાં જવાની હિમ્મત નહી કરે અને તેને પરેશાન નહી કરે. પોલીસે તેના પરિવારને નિયમિત પણે દવા આપવાનો અનુરોધ કર્યો, જથી ભવિષ્યમાં આવી સમસ્યા ફરીથી ન સર્જાય.

ghost
English summary
man filed complaint against 2 ghost in jambughoda of panchmahal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X