For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત વિધાનસભા સ્પીકરની ખુરશી પર બેઠો BJP કાર્યકર્તા, મચ્યો હંગામો

ગુજરાત વિધાનસભા મુખ્ય અધ્યક્ષની ખુરશી પર એક યુવકના બેસવાની ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયા પછી જાંચ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભા મુખ્ય અધ્યક્ષની ખુરશી પર એક યુવકના બેસવાની ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયા પછી જાંચ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. જે વ્યક્તિ ખુરશી પર બેઠો છે તેની ઓળખ ભાજપા કાર્યકર્તા રાહુલ પરમાર તરીકે થયી છે. આ વ્યક્તિ વડોદરા મહાનગર પાલિકા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે. તે એક આરટીઆર કાર્યકર્તા પણ છે. શનિવારે તે પોતાના એક મિત્ર સાથે ગાંધીનગર વિધાનસભા જોવા ગયો હતો. રાહુલ આ વિઝીટ દરમિયાન સ્પીકરની ખુરશી પર જઈને બેસી ગયો.

વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર દ્રિવેદી નારાજ

વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર દ્રિવેદી નારાજ

આ હરકત પર વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર દ્રિવેદી નારાજ થયા છે. તેમને સદનની ગરિમાનું અપમાન ગણાવ્યું છે. આપણે જણાવી દઈએ કે વિધાનસભામાં જઈને કોઈ વ્યક્તિ ફોટો ખેંચે અથવા તેનો વીડિયો બનાવે તો તેને ઉલ્લંઘન માનવામાં આવે છે. રાહુલ વડોદરામાં આરટીઆર કાર્યકર્તા તરીકે કામ કરે છે. તે પોતાના વોર્ડ સંખ્યા 7 કાર્યકર્તાઓ સાથે વિધાનસભા જોવા માટે આવ્યો હતો.

રાહુલનો ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ

રાહુલનો ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ

રાહુલનો ફોટો જયારે સોશ્યિલ મીડિયા પર વાયરલ થયો ત્યારે તેને પોતાની પોસ્ટ ડીલીટ કરી નાખી. બીજેપી કાર્યકર્તાની હરકત પર કોંગ્રેસે હુમલો કર્યો છે. કોંગ્રેસ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે સત્તાના નશામાં ચૂર બીજેપી વિધાનસભા અધ્યક્ષની ખુરશીનું સમ્માન કરવાનું ભૂલી ગયી.

વિધાનસભા સુરક્ષામાં ચૂક

વિધાનસભા સુરક્ષામાં ચૂક

વિધાનસભા સચિવ ડીએમ પટેલે કહ્યું કે રાજેન્દ્ર દ્રિવેદી ઘ્વારા આ મામલે જાંચ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. પટેલે જણાવ્યું કે આ ખુરશી પર સ્પીકર સિવાય કોઈ નહીં બેસી શકે. એટલું જ નહીં પરંતુ આ સુરક્ષા ચૂકનો પણ મામલો છે કારણકે મુખ્ય હોલમાં ખાલી અધિકૃત લોકો અને વિધાયકો પ્રવેશની અનુમતિ હોય છે.

English summary
Man sitting on-speaker chair and took photo of himself inside gujarat Vidhansabha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X