માંડવી ઘટનાના પડઘા, સુરતમાં પાટીદારોએ બજારો બંધ કરાવી

Subscribe to Oneindia News

માંડવીમાં એક પાટીદાર મહિલા સાથે બળાત્કાર અને પછી હત્યાના કેસના સાક્ષી, ધીરુભાઈની અંતિમવિધિનો મામલો ફરી વિવાદોમાં પડ્યો છે. નોંધનીય છે કે ધીરુભાઇએ પોલીસ દમનના કારણે આત્મહત્યા કરી લીધી હતી. જે પછી આજે પરિવારે તેમના મૃતદેહને લેવાની ના પાડી દીધી હતી. તે વાતને આજે આઠ દિવસ વિતતા સમાધાન બાદ તેમની અંતિમવિધિ આજે કરવાની વાત નક્કી થઇ હતી. પણ હવે આ અંતિમવિધિ કરવાનું ટાળી દેવામાં આવ્યું છે.

mandavi rape case hardik

પોલીસ દ્વારા જવાબદાર પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નહિ લેવાતા મામલો ફરી વિવાદમાં પડ્યો છે. વધુમાં આજે પાસ કન્વીનર હાર્દિક પટેલ, કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલ અને આપ નેતા કનુ કલસરિયા પણ મૃતકના પરિવારજનોને મળ્યા હતા. જો કે તે પછી સુરતમાં પાટીદારોએ આજે બજારો બંધ કરાવી હતી. સુરતના વરાછા હીરા બજારોને માંડવીની ઘટનાના ઉપક્રમે વિરોધ હેઠળ પાટીદારો દ્વારા બંધ કરાવવામાં આવી હતી. આમ બપોર સુધી ધીરુભાઇની અંતિમવિધિ નહતી કરવામાં આવી.

English summary
Mandvi rape case, Patidars forced shopkeepers to close the shop at Surat.
Please Wait while comments are loading...