For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં 27 વર્ષમાં માત્ર 73 સ્કૂલો ઠીક કરાવી શક્યુ ભાજપઃ મનીષ સિસોદિયા

આપે ગુજરાતમાં સરકારી શાળાની ખરાબ હાલત અંગે ભાજપની ટીકા કરી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન સત્તારૂઢ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર લડાઈ ચાલી રહી છે. આપ આ વખતે ભાજપને સીધી ટક્કર આપી રહ્યુ છે. શિક્ષણ મૉડલ માટે ચૂંટણી મેદાનમાં ઉતરેલી આપ સતત ભાજપને પડકાર આપી રહી છે. આપે ગુજરાતમાં સરકારી શાળાની ખરાબ હાલત અંગે ભાજપની ટીકા કરી. આ દરમિયાન દિલ્લીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના પડકારને પગલે સરકારી શાળાઓની મુલાકાત લેશે.

'મનીષ સિસોદિયા જલ્દી તારીખ નક્કી કરશે'

'મનીષ સિસોદિયા જલ્દી તારીખ નક્કી કરશે'

મનીષ સિસોદિયાએ આપ હેડક્વાર્ટર ખાતે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યુ હતુ કે મને આશા છે કે સીઆર પાટીલ અમને ગુજરાતમાં સરકારી શાળાઓ બતાવવાના તેમના આમંત્રણથી પીછેહઠ કરશે નહિ. આ માટે ટૂંક સમયમાં તારીખ નક્કી કરશે. મનીષ સિસોદિયા ગુજરાતના નવસારીમાં સીઆર પાટીલના મતવિસ્તારમાં આવેલી શાળાઓથી તેમના પ્રવાસની શરૂઆત કરશે.

'15000 વર્ષ લાગશે...'

'15000 વર્ષ લાગશે...'

તેમણે એમ પણ કહ્યુ કે ભાજપે છેલ્લા 27 વર્ષમાં ગુજરાતમાં માત્ર 73 સરકારી શાળાઓ ઠીક કરી છે. આ હિસાબે સમગ્ર ગુજરાતમાં 40,800 સરકારી શાળાઓને રિપેર અને અપગ્રેડ કરવામાં ભાજપને 15 હજાર વર્ષ લાગશે. તેમણે કહ્યુ કે સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા માત્ર પાંચ વર્ષમાં દિલ્લીની સરકારી શાળા બાકીના વિશ્વની બરાબરી પર છે. લોકો ગુજરાતમાં પણ તે મૉડેલ ઇચ્છે છે કારણ કે તેઓ શાળાને સુધારવા માટે 15,000 વર્ષ સુધી રાહ જોવા માંગતા નથી.

બાળકો શિક્ષણથી વંચિત

બાળકો શિક્ષણથી વંચિત

તેમણે કહ્યુ કે જ્યારે પણ સીએમ કેજરીવાલ અને હું ગુજરાતની મુલાકાત લઈએ છીએ ત્યારે લોકો અમને ભાંગી પડેલી શાળાઓ બતાવે છે. તેમના બાળકો માટે કોઈ સુવિધા નથી. તેઓ અમને કહે છે કે ભાજપે છેલ્લા 27 વર્ષમાં ક્યારેય શાળાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ નથી. જેના કારણે મોટી સંખ્યામાં બાળકો શિક્ષણથી વંચિત રહે છે.

આદેશ ગુપ્તાએ સાધ્યુ નિશાન

આદેશ ગુપ્તાએ સાધ્યુ નિશાન

દિલ્લી ભાજપ એકમના પ્રમુખ આદેશ ગુપ્તાએ રાષ્ટ્રીય રાજધાનીમાં શાળાઓની સ્થિતિને લઈને કેજરીવાલની આગેવાનીવાળી સરકાર પર નિશાન સાધ્યુ છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સરકારી શાળાઓમાં આચાર્યોની 84 ટકા, વાઇસ-પ્રિન્સિપાલની 34 ટકા, ટીજીટી શિક્ષકોની 40 ટકા અને પીજીટી શિક્ષકોની 22 ટકા જગ્યાઓ હજુ પણ ખાલી છે. તેમણે કહ્યુ કે સિસોદિયા અન્ય રાજ્યોની શાળાઓ વિશે ચિંતિત છે પરંતુ જો દિલ્લીની સ્થિતિ માટે તે 10 ટકા ચિંતા હોત તો પણ બાળકોને બે શિફ્ટમાં અભ્યાસ કરવાની ફરજ પડી ન હોત.

English summary
Manish Sisodia visits Gujarat schools, said BJP could fix only 73 schools in 27 years in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X