ડીસામાં એક જ પરિવારના 7 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી સામૂહિક આત્મહત્યાનો કર્યો પ્રયાસ
Mass Suicide: બનાસકાંઠાના ડીસામાં આવેલા માલગઢ ગામમાં એક જ પરિવારના સાત લોકોએ ઝેરી દવા ગટગટાવી સામૂહિક આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઘટનાની જાણ થતા પરિવારના તમામ લોકોને ડીસાની સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સુવિધાઓના અભાવે તેમને પાલનપુરની સરકારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલમાં તેમની સારવાર ચાલુ છે અને તમામની તબિયત સુધારા પર છે.

જો કે, હવે આ ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પરિવારના એક સભ્યની ભૂલના કારણે પરિવારના 7 લોકોના જીવ જોખમમાં મૂકાયા હતા. માહિતી મુજબ એક અસ્થિર મગજની વ્યક્તિએ ભૂલથી લસ્સીમાં ઝેરી જંતુનાશક પદાર્થ ભેળવી દેતા સાત લોકોના જીવ જોખમમાં મૂકાયા હતા.
ઘટનાની વિગત મુજબ માલગઢ ગામમાં રહેતા વાલ્મિકી પરિવારના નગુભાઈ વાલ્મિકી મજૂરીનુ કામ કરે છે. થોડા દિવસ પહેલા જ તેમની પત્નીનુ અવસાન થયુ હતુ. પત્નીના મોત બાદ નગુભાઈ માનસિક તણાવમાં રહેતા હોવાથી આ પગલુ ભર્યુ હોવાનુ સામે આવ્યુ છે. ઘટના સામે આવતા આસપાસમાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને તમામને હૉસ્પિટલ લઈ ગયા હતા.
પરિવારના અસરગ્રસ્ત લોકોમાં નગુભાઈ માલાભાઈ વાલ્મીકિ(પિતા - ઉંમર 32), જગલબેન માલાભાઈ વાલ્મીકિ(દાદી), સેજલ નગુભાઈ વાલ્મીકિ(પુત્રી- ઉંમર 1), સાગર નગુભાઈ વાલ્મીકિ(પુત્ર - ઉંમર 2), હિંમત નગુભાઈ વાલ્મીકિ(પુત્ર - ઉંમર 7), ધારિકા નગુભાઈ વાલ્મીકિ(પુત્રી - ઉંમર 10), સચિન નગુભાઈ વાલ્મીકિ(પુત્ર -ઉંમર 11)નો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
