For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર સી ફળદુ ગુજરાતના નવા મુખ્ય મંત્રી બની શકે છે?

નવસેરથી ચૂંટણી ટાળવા માટે કુષિ મંત્રી આર. સી. ફળદુનું નામ ઉમેરવામાં આવ્યું છે. ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામની કોઇપણ સમયે જાહેરાત થઇ શકે છે. હાલ ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યની બેઠક ચાલી રહી છે.

|
Google Oneindia Gujarati News

મુખ્યમંત્રી પસંદગીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. હાલ મુખ્યમંત્રી પદ માટે નામોની ચર્ચામાં કેબિનેટ મંત્રી આર. સી. ફળદુનું નામ પણ ઉમેરાયું છે. ગુજરાત સરકારમાં આર. સી. ફળદુ કૃષિ મંત્રી છે. તેમને જામનગરથી ધારાસભ્ય છે.

ઉલ્લેખનીય છે કે, નવસેરથી ચૂંટણી ટાળવા માટે કુષિ મંત્રી આર. સી. ફળદુનું નામ ઉમેરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી સરપ્રાઇઝ આપવામાં માટે જણાતા છે, જે કારણે ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામની કોઇપણ સમયે જાહેરાત થઇ શકે છે. હાલ ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યની બેઠક ચાલી રહી છે. જેમાં નવા મુખ્યમંત્રી કોણ બનશે તે અંગેની ચર્ચા ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, પ્રફુલ પટેલ પણ મોડી રાત્રે ગાંધીનગર પહોંચ્યા હતા.

RC Faldu

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. વિજય રૂપાણીના રાજીનામા બાદ ભારતીય જનતા પાર્ટીએ રવિવારના રોજ (12 સપ્ટેમ્બર) વિધાનસભા પક્ષની બેઠક બોલાવી છે. બપોરે 2 કલાકે ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળશે. આ બેઠકમાં ગુજરાતના આગામી મુખ્યમંત્રી કોણ બનશે તેની ચર્ચા કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીઓ પ્રહલાદ જોશી અને નરેન્દ્ર સિંહ તોમર આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક માટે ભાજપના કેન્દ્રીય નિરીક્ષકો તરીકે ગુજરાતની મુલાકાત લેશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારના રોજ રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતું. આ બેઠકમાં ધારાસભ્ય પક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે, જેની સાથે ગુજરાતને નવા મુખ્યમંત્રી પણ મળશે.

ભાજપના મહામંત્રી (સંગઠન) બી. એલ. સંતોષ અને ગુજરાતના રાજ્ય પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પહેલેથી જ ગુજરાતમાં છે. આ કવાયત અંગે નેતાઓ પાસેથી સલાહ લેવામાં આવી રહી છે. શનિવારના રોજ વિજય રૂપાણીના રાજીનામા પહેલા પણ બંને વચ્ચે ઘણી બેઠકો અને ચર્ચાઓ ચાલી રહી હતી. આ વિધાનસભા પક્ષની બેઠક ગાંધીનગરમાં યોજાશે. ગુજરાત ભાજપે તમામ ધારાસભ્યોને મોડી રાત સુધીમાં ગાંધીનગર પહોંચવાનો નિર્દેશ આપ્યો હતો. બેઠકમાં નવા મુખ્યમંત્રી ઉપરાંત ગુજરાતમાં 2 નાયબ મુખ્યમંત્રી બનાવવાની ફોર્મ્યુલા પર પણ ચર્ચા થશે.

મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ વિજય રૂપાણીએ કહ્યું હતું કે, પાર્ટી તેમને ભવિષ્યમાં જે પણ જવાબદારી આપશે તે સંભાળી લેશે. વિજય રૂપાણીએ ઓગસ્ટ 2016માં મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. વર્ષ 2017ની ચૂંટણી બાદ પણ વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. કોરોના મહામારી દરમિયાન સર્જાયેલી વિકટ પરિસ્થિતિને સંભાળી ન શકવા બદલ વિજય રૂપાણીની ટીકા થઈ રહી હતી. હાલ ભાજપ ડિસેમ્બર 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, પાટીદારોએ માંગ કરી હતી કે, આગામી મુખ્યમંત્રી તેમના સમુદાયના હોવા જોઈએ.

English summary
The big news has come about the selection of the Chief Minister. Currently discussing the names for the Chief Minister's post, Cabinet Minister R. C. Faldu's name has also been added. R. in the Government of Gujarat. C. Faldu is the Minister of Agriculture. He is an MLA from Jamnagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X