સોમનાથમાં મેગા ડિમોલેશન હાથ ધરાયું, મંદિર આસપાસ હટાવાયું દબાણ
ગીર સોમનાથમાં આવેલું પ્રખ્યાત યાત્રાધામ સોમનાથ 12 જ્યોતિર્લિંગમાંથી એક છે. આ મંદિરની આસપાસ દબાણ વધી રહ્યું છે. જે કારણે સોમનાથમાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.
સોમનાથ મંદિર આસપાસના સરકારી જગ્યા ઉપર થયેલા દબાણોને દૂર કરવા માટે કવાયત વહીવટી તંત્ર દ્વારા કવાયત હાથ ઘરવામાં આવી છે. આ દબાણ હટાવવાની કામગીરી પ્રાંત અધિકારી કે. વી. બાટીના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. (તસવીર -પ્રતિકાત્મક છે)

સુરક્ષાના પગલે આ દબાણ હટાવ ઝુંબેશમાં 02 DYSP, 07 PI, 18 PSI, SOG, LCB, 02 SRP કંપની અને 300થી વધુ પોલીસ સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ દબાણ અંદાજે 9000 ચોરસ મીટર જેટલી જગ્યામાં છે, જેને હટાવવા માટે આ ઝુંબેશ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, 27 થી વધુ વાણિજ્યહેતુ દબાણ આ ઉપરાંત અનેક દબાણો હટાવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસતંત્ર નો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને, તે માટે જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
આ સાથે કોઈ તોફાની તત્વો શહેરમાં પ્રવેશ ન કરે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સાથે શાંતિપરા પાટિયા અને સોમનાથ સર્કલ પર ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ પણ હાથ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.












Click it and Unblock the Notifications
