For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચ્યો, હજુ વધુ ગરમી માટે તૈયાર રહો

અમદાવાદમાં તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચ્યો, હજુ ગરમી વધશે

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ઉંચા પારા સાથે ઉનાળાની આખરે શરૂઆત થઈ ગઈ. આજે અમદાવાદમાં 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, અને આગામી દિવસોમાં અમદાવાદીઓએ વધુ ગરમીનો માર સહન કરવો પડી શકે છે. ભારતીય હવામાન ખાતા મુજબ આ અઠવાડિયામાં જ ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસે પહોંચી જાય તેવી શક્યતા છે. ત્યારે અમદાવાદીઓની પરેશાની વધી શકે છે.

summer

ભારતીય હવામાન ખાતા તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ હજુ તાપમાન વધી શકે છે. વિગતવાર જણાવતાં હવામાન ખાતાએ કહ્યું કે આગામી બે દિવસો માટે તાપમાનમાં કોઈ લાંબો ફરક નહિ પડે પણ અમદાવાદમાં એક અઠવાડિયામાં 2-3 ડિગ્રી જેટલો તાપમાનનો પારો ઉંચકાશે. અમદાવાદમાં ઝાડ ઓછા હોવાના પગલે પહેલેથી જ ગરમીનું પ્રમાણ વધુ હોય છે ત્યારે આ ઉનાળો અમદાવાદીઓને કાઠું કેવળાવે તેવો સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો- પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ

જણાવી દઈએ કે રવિવારે શહેરભરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્ય તાપમાનથી વધુ કહેવાય, એટલું જ નહિ અમદાવાદમાં રવિવારે લઘુત્તમ તાપમાન પણ 24.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે પણ સામાન્ય તાપમાનથી 4 ડિગ્રી વધુ હતું. હજુ તો આ ઉનાળાની શરૂઆત છે, શરૂઆતમાં જ તાપમાનનો પારો આટલો ઉંચકાયો ત્યારે અંદાજો લગાવી જ શકાય છે કે અમદાવાદીઓ માટે આગામી દિવસો કેવા રહેશે.

ભારતીય હવામાન ખાતાએ સોમવારે માટે શુષ્ક હવામાનની આગાહી કરી છે. આજે પણ મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આશંકા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસની આજુબાજુમાં રહેશે. રવિવારે ગુજરાતનું સૌથી ગરમ શહેર મહુવા રહ્યું જ્યાં મહત્તમ તાપમાન 39.6 ડિગ્રી સેલ્સિય નોંધાયું હતું. 23માંથી 18 ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે 35થી વધુ ડિગ્રી તાપમાન નોંધ્યું હતું. ત્યારે અમદાવાદીઓએ ખાસ કરીને ગરમી માટે તૈયાર રહેવું પડશે.

English summary
mercury rices 38 degree in ahmedabad, coming days will be Fiery
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X