પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ
જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાનના પુંછ સેક્ટરમાં સીઝફાયર ઉલ્લંઘનમાં સેનાનો એક જવાન શહીદ થયો છે.
જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાનના પુંછ સેક્ટરમાં સીઝફાયર ઉલ્લંઘનમાં સેનાનો એક જવાન શહીદ થયો છે. મળતી જાણકારી અનુસાર રાજસ્થાનના રહેવાસી હરિ વાકેર આ સીઝફાયર ઉલ્લંઘનમાં શહીદ થયા છે. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની મૌત થઇ ગઈ. આપને જણાવી દઈએ કે આ પહેલા પાકિસ્તાન ઘ્વારા અખનૂર અને સુંદરબાનીમાં પણ સીઝફાયર ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.

આપને જણાવી દઈએ કે પુલવામાં હુમલા પછી સીમા પર ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ખુબ જ વધી ગયો છે. પાકિસ્તાન સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યા છે, જેનો ભારતીય સેના ઘ્વારા જોરદાર જવાબ પણ આપવામાં આવી રહ્યો છે. રાજોરી સેક્ટરમાં પણ પાકિસ્તાની સેના ઘ્વારા કરવામાં આવેલા સીઝફાયરમાં એક ભારતીય જવાન શહીદ થયો હતો, જયારે ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા. મળતી જાણકારી અનુસાર અખનૂરમાં પણ પાકિસ્તાને તેની નાપાક હરકત કરી હતી, જેમાં એક જવાન શહીદ થયો હતો અને ત્રણ જવાનો ઘાયલ થયા હતા.
આ પણ વાંચો: જો ભારત પાસે રાફેલ હોત તો નષ્ટ થઈ ગયા હોત પાક જેટ્સ: રિટાયર્ડ એરફોર્સ ચીફ
આપને જણાવી દઈએ કે 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં આવેલા આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદના કેમ્પ પર ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઇક કરી હતી, જેમાં ઘણા આતંકીઓ માર્યા ગયા હતા. ભારતીય વાયુસેનાની આ કાર્યવાહી પછી પાકિસ્તાની વાયુસેનાએ ભારતીય સીમમાં દાખલ થવાની કોશિશ કરી, જેનો ભારતીય વાયુસેનાએ જોરદાર જવાબ આપ્યો અને પાકિસ્તાનનું એફ16 વિમાન તોડી પાડયુ.
આ પણ વાંચો: સેનાએ આપ્યો સંદેશ, કાશ્મીર ઘાટીમાં દરેક આતંકી ખતમ થવા સુધી ચાલશે મિશન












Click it and Unblock the Notifications
