For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો ભારત પાસે રાફેલ હોત તો નષ્ટ થઈ ગયા હોત પાક જેટ્સ: રિટાયર્ડ એરફોર્સ ચીફ

ઈન્ડિયન એરફોર્સ (આઈએએફ) ના પૂર્વ ચીફની માનીએ તો જો આઈએએફ પાસે આજે રાફેલ હોત તો કદાચ 27 ફેબ્રુઆરીનો નઝારો કંઈક અલગ જ હોત.

|
Google Oneindia Gujarati News

ઈન્ડિયન એરફોર્સ (આઈએએફ) ના પૂર્વ ચીફની માનીએ તો જો આઈએએફ પાસે આજે રાફેલ હોત તો કદાચ 27 ફેબ્રુઆરીનો નઝારો કંઈક અલગ જ હોત. તેમણે કહ્યુ છે કે રાફેલ એ સમયે પાકિસ્તાન એરફોર્સના અડધા ફાઈટર જેટ્સને નષ્ટ કરી દીધા હોત. પૂર્વ એરફોર્સ ચીફે આ વાત એક મીડિયા હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પર આયોજિત સંમેલન દરમિયાન કહી છે. દરમિયાન તેમણે એ પણ કહ્યુ કે ભારતે કઈ રીતે પાકિસ્તાન પર દબાણ કરવુ જોઈએ અને સાથે જ આતંકવાદથી નિપટવા માટે કેવી રણનીતિ હોવી જોઈએ.

27 ફેબ્રુઆરીએ શું થયુ હતુ

27 ફેબ્રુઆરીએ શું થયુ હતુ

એર માર્શલ (રિટાયર્ડ) એવાઈ ટિપનિસે મંગળવારે આઈએએફ માટે વધુ ફાઈટર સ્ક્વૉડ્રનની જરૂરિયાત પર જોર આપ્યુ. તેમણે કહ્યુ, '24 પાકિસ્તાની જેટ શ્રીનગર અને અવંતિપોરામાં એરબેસ પર હુમલાના હેતુસર દાખલ થયા હતા. જો તે સમયે આઈએએફ પાસે રાફેલ જેટ હોત તો પાકિસ્તાનના અડધા ફાઈટર જેટ્સ નષ્ટ થઈ ગયા હોત.' એવાઈ ટિપનિસે આ વાત 27 ફેબ્રુઆરીના રોજ થયેલા ઘટનાના સંદર્ભમાં કહી. 26 ફેબ્રુઆરીના રોજ બાલાકોટમાં થયેલા હવાઈ હુમલા બાદ પાકિસ્તાન એરફોર્સના જેટ જમ્મુ કાશ્મીરના રાજોરી હેઠળ આવનારા સુંદરબની સુધી આવી ગયા હતા. પાકના એફ-16 સહિત 24 જેટ ભારતમાં દાખલ થયા અને તેમણે ભારતની વાયુસીમાનું ઉલ્લંઘન કર્યુ.

પાક સાથે દરેક પ્રકારના સંબંધ ખતમ કરવા જોઈએ

પાક સાથે દરેક પ્રકારના સંબંધ ખતમ કરવા જોઈએ

પૂર્વ એરફોર્સ ચીફે આતંકવાદથી નિપટવા માટે વિસ્તૃત રણનીતિ વિશે પણ વાત કરી. એર માર્શલ ટિપનિસે કહ્યુ, ‘ભારતે ચૂપ ન રહેવુ જોઈએ. આ રણનીતિ સરકાર બદલવા સાથે બદલાવી ન જોઈએ. પરંતુ એક દિશાની તરફ આગળ વધવી જોઈએ.' તેમણે પાકિસ્તાન પર દબાણ કરવા માટે ભારતને આ સાથે દરેક પ્રકારના સાંસ્કૃતિક અને ખેલકૂદ સંબંધ પણ ખતમ કરવા પર જોર આપ્યુ. આ કાર્યક્રમમાં પૂર્વ સેના પ્રમુખ જનરલ (રિટાયર્ડ) વિક્રમ સિંહ પણ હાજર હતા. પૂર્વ એરફોર્સ ચીફે અહીં પર કહ્યુ કે પાકિસ્તાનમાં આતંકવાદી પોતાને દરેક કાયદાથી ઉપર સમજતા હોય છે. પાકમાં આ એક પ્રકારનો રોજગારનો રસ્તો છે.

કોણ છે એર માર્શલ ટિપનિસ

કોણ છે એર માર્શલ ટિપનિસ

એર માર્શલ ટિપનિસનું આખુ નામ અનિલ યશવંત ટિપનિસ છે. 31 ડિસેમ્બર 1998થી 31 ડિસેમ્બર 2001 સુધી તે આઈએએફ ચીફ રહ્યા. કારગિલના યુદ્ધ દરમિયાન એરફોર્સને સારી રીતે કમાન્ડ કરવા માટે આજે પણ તેમની પ્રશંસા કરવામાં આવે છે. કારગિલ સંઘર્ષ દરમિયાન આઈએએફના જેટલે 18,000 ફૂટ પર સફળતાપૂર્વક ઑપરેશન સફેદ સાગરને અંજામ આપ્યો. આ ઉપરાંત સેનાને પણ દરેક પળે મદદ પહોંચાડી.

આ પણ વાંચોઃ સ્પાઈસજેટે બધા બોઈંગ 737 મેક્સ વિમાનો પર તાત્કાલિક અસરથી લગાવી રોકઆ પણ વાંચોઃ સ્પાઈસજેટે બધા બોઈંગ 737 મેક્સ વિમાનો પર તાત્કાલિક અસરથી લગાવી રોક

English summary
Former Indian Air Force Chief Air Marshal (retires) AY Tipnis has said that if the IAF had Rafale it would have destroyed half of Pakistan's fighter jets.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X