• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લુણાવાડા ખાતે ધારાસભ્ય જીજ્ઞેશ સેવકે શ્રમયોગી કાર્ડનું વિતરણ કર્યું

|
Google Oneindia Gujarati News

મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવકે શ્રમિકો માટે શ્રમયોગી કાર્ડનું વિતરણ કર્યું હતું. આ કાર્ડ સુથારકામ, દરજી કામ, હાથલારી, વાયરમેન, પાથરણાવાળા, કલરકામ, જેવા અનેક છૂટક મજૂરી કરતા શ્રમિકોને અકસ્માત, ગંભીર બીમારીઓ, બાળકોના શિક્ષણ માટે વિવિધ તાલિમ માટે, તેમજ કાનૂની સહાય માટે ખુબજ ઉપયોગી થાય છે. આ કાર્ડ મળતાં શ્રમિકોએ સરકારનો અને ધારાસભ્યનો આભાર માન્યો.

ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવકે કહ્યું કે, તાજેતરમાં જ યૂવીન (Uwin) કાર્ડ એટલે કે શ્રમયોગી કાર્ડ લૉન્ચ કરવામાં આવ્યું છે, ત્યારે તેના પ્રસંગે મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ગામે છૂટક વેપારીઓ હોય, ડ્રાઈવરો હોય કે આંગણવાડીના કેન્દ્રો વાળા બહેનોને uwin કાર્ડ આપવામાં આવ્યું છે.

નીચે દર્શાવેલા અર્ધકુશળ પ્રકારના કામ કરતા 18થી 60 વર્ષના પુરુષો તથા મહિલા બાંધકામ શ્રમયોગી તરીકે નોંધણી કરાવી શકે

નીચે દર્શાવેલા અર્ધકુશળ પ્રકારના કામ કરતા 18થી 60 વર્ષના પુરુષો તથા મહિલા બાંધકામ શ્રમયોગી તરીકે નોંધણી કરાવી શકે

 • ચણતર કામ,
 • ચણતર કામ ના પાયા ખોદકામ,
 • ચણતરકામ ઈટો, માટી કે સામાન ઉપાડ કામ,
 • ધાબા ભરવાનું કામ,
 • સિમેન્ટ રેતી કોક્રિટ મિક્સર કરનાર, સાઈટ ઉપર નું મજૂરીકામ,
 • ટાઇલ્સ ઘસાઈકામ
 • પ્રિફેબ્રિકેટર કાંક્રીટ મોડ્યુલ્સ બનાવવા તથા બેસાડવા,
 • માર્બલ ટાઇલ્સ ફીટીંગ કામ,
 • બાંધકામ સાઇટ ઉપરના ફક્ત શારીરિક શ્રમથી થતા તમામ મજૂરીકામ,
 • પથ્થર કાપવા તથા બેસાડવા,
 • ટાઇલ્સ ધાબાના કટિંગ અને પોલિશિંગ,
 • ચુનો લગાડવાનું કામ,
 • લાકડા કામ જેમાં કલર કામ અને વર્નિશીંગકામ,
 • કામ ગટર અને પ્લમ્બિંગ કામ,
 • ઇલેક્ટ્રિશિયન નું કામ,
 • ગ્લાસ પેનલનું ઈન્સ્ટોલેશન જેવું કે કાચ કાપવા,
 • રસોડામાં મોડ્યુલર કિચન બેસાડવા/બનાવવા,
 • ફાયર ફાયર ફાઈટર સિસ્ટમ ઈન્સ્ટોલેશન અને રીપેરીંગ,
 • ફીટીંગ અને કૂલિંગ સિસ્ટમ ઈન્સ્ટોલેશન અને રીપેરીંગ,
 • લિફ્ટ ઈન્સ્ટોલેશન,
 • સિક્યુરિટી સિસ્ટમ અને દરવાજા ફેબ્રિકેશન અને ઇન્સ્ટોલેશન,
 • ગ્રીલ બારી દરવાજાનું ફેબ્રીકેશન અને ઇન્સ્ટોલેશન,
 • રોટરીનું કન્સ્ટ્રકશન અને ફાઉન્ડેશનનું ઈન્સ્ટોલેશન,
 • વોટર હાર્વેસ્ટિંગ બાંધકામ,
 • ઇન્ટેરિયર વર્ક જેવા કે સુથારીકામ, ફોલ્સ સીલીંગ, લાઇટિંગ પ્લાસ્ટર ઓફ પેરિસ,
 • ઈંટો બનાવી, નળિયા બનાવવા,
 • સોલર પેનલ, સોલાર ગીઝર ઈન્સ્ટોલેશન,
 • કંસ્ટ્રક્શન અને ઈરેક્શન જેવા કે સાઈનેજ બોર્ડ , ફર્નિચર, બસ ડેપો સિગ્નલિંગ સિસ્ટમ,
 • સ્વિમિંગ પૂલ, ગોલ્ફ કોર્ષ જેવી રિક્રિએશન સગવડતાઓ બનાવી,
 • જાહેર બગીચાઓ અને જોગીંગ ટ્રેક બનાવવા,
 • ખાણ ખનીજ ક્ષેત્રે કામ કરતાં શ્રમિકો,
 • રેલવે, પુલો ઓવરબ્રિજ ક્ષેત્રે કામ કરતા શ્રમિકો,
લાભાર્થીઓને કેવા લાભ મળશે?

લાભાર્થીઓને કેવા લાભ મળશે?

 • શ્રમિક અને અન્નપૂર્ણા યોજના
 • શિક્ષણ સહાય
 • પ્રસુતિ સહાય યોજના
 • મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના
 • બાંધકામ શ્રમિકો માટે મેડિકલ હેલ્થ યુનિટ (ધન્વંતરિ આરોગ્ય રથ)
 • વ્યવસાયિક રોગોમાં સહાય
 • આકસ્મિક મૃત્યુ સહાય યોજના
 • અંત્યેષ્ટિ સહાય યોજના
 • શ્રી નાનાજી દેશમુખ સહાય યોજના
 • સ્થળાંતરિત થતાં બાંધકામ શ્રમિકોના બાળકો માટેની હોસ્ટેલ સુવિધા યોજના
 • શ્રમિક પરિવહન યોજના
 • હાઉસિંગ સબસિડી યોજના
 • વૃદ્ધાવસ્થા દરમ્યાન પેંશન સહાય
 • કોરોના કવચ યોજના
 • બેટરી ઓપરેટર ટૂ વિલર યોજના
શ્રમયોગી કાર્ડમાં નોંધણી કરાવવા માટે કયા દસ્તાવેજો જોઈશે?

શ્રમયોગી કાર્ડમાં નોંધણી કરાવવા માટે કયા દસ્તાવેજો જોઈશે?

શ્રમયોગી કાર્ડમાં નોંધણી કરાવવા માટે અરજદારનું આધાર કાર્ડ, વ્યવસાય અને આવકનું પ્રમાણ પત્ર, મોબાઈલ નંબર, છેલ્લા 12 મહિનામાં ઓછામા ઓછા 90 દિવસ બાંધકામ શ્રમિક તરીકે કામ કર્યા અંગેનું પ્રમાણપત્ર, બેંકની વિગત, અભ્યાસની વિગત, ઉંમરનો પુરાવો અને ઓળખનો પુરાવો આપવો જરૂરી છે.

English summary
MLA Jignesh Sevak distributed U-WIN Card at lunawada, mahisagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X