For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Panchayat Polls: ભાજપના આ ધારાસભ્યના પત્ની સરપંચની ચૂંટણી હાર્યાં

Gujarat Panchayat Polls: ભાજપી ધારાસભ્યના પત્ની સરપંચની ચૂંટણી હાર્યાં

|
Google Oneindia Gujarati News

તારીખ 19 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી અને 21 ડિસેમ્બરના રોજ તમામ ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર થઈ ગયાં હતાં. તેમાં પણ મોરબી જિલલાના ત્રાજપરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં ધ્રાંગધ્રાથી ભાજપના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાના પત્ની જશુબેન સાબરિયા (ઉંમર વર્ષ 59) સરપંચની ચૂંટણી લડ્યાં હતાં, અને ચોંકાવનારી વાત છે કે, આ વિસ્તારના લોકપ્રિય નેતાના પત્ની પર લોકોએ સરપંચ બની શકે તેવો ભરોસો પણ ના જતાવ્યો.

parsottam sabariya

45 વર્ષીય ઉમેદવાર જયંતિભાઈ વારણિયા 2016માં સરપંચ તરીકે ચૂંટાયેલા જશુબેનથી 228 વોટ વધુ મેળવી ચૂંટણીના વિજેતા તરીકે ઉભરી આવ્યા હતા.

જ્યારે જયંતિભાઈએ જશુબેન પાસેથી સરપંચનું પદ છીનવી લીધું હતું, ત્યારે તેમના દ્વારા ઉતારવામાં આવેલા ઉમેદવારોએ ગ્રામ પંચાયતની 16 બેઠકોમાંથી 11 બેઠકો જીતી હતી.

જયંતિભાઈના સંબંધી અશોક વારણિયા કે જેઓ ત્રાજપરના 2006થી 2016 દરમિયાન સરપંચ રહી ચૂક્યા છે તેમણે કહ્યું કે, "અમારી જીત ધારાસભ્ય તરીકે પરષોત્તમ સાબરિયાની નિષ્ક્રિયતા અને સરપંચ તરીકે જશુબેનના નબળાં પ્રદર્શનને જાકારો છે. 4 વર્ષથી ધારાસભ્ય હોવા છતાં તેમણે અમારા ગામ માટે કંઈ ખાસ કર્યું નથી."

પરસોત્તમ સાબરિયાનો મતવિસ્તાર ધ્રાંગધ્રા, મોરબી શહેરના હળવદ તાલુકાને આવરી લે છે જેની પૂર્વ સરહદે ત્રાજપર ગામ આવેલું છે.

આઠ ચોપડી ભણેલા અને ટેન્કર્સનો કાફલો ધરાવતા જયંતિ ભાઈએ જણાવ્યું કે, "જશુબેનની કાર્યશૈલીને પગલે લોકોએ તેમના પરથી વિશ્વાસ ગુમાવી દીધો હતો. અમે ગામના વિકાસ માટે કામ કરશું."

આ દરમિયાન ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ તમામ આરોપો નકારી કાઢતાં કહ્યું કે, "ત્રાજપર ગામમાં પાછલા 70 વર્ષમાં વિકાસનાં જેટલાં કામ નથી થયાં તેના કરતાં વધુ વિકાસના કામ પાછલા પાંચ વર્ષમાં થયાં છે, ઉદાહરણ તરીકે હવે ગામના રસ્તાઓ પર પણ પેવિંગ બ્લોક્સ લગાવવામાં આવી ચૂક્યા છે."

તેમના પત્નીની હાર સ્વીકારતાં પરસોત્તમ સાબરિયાએ કહ્યું કે, "લોકશાહીમાં હાર અને જીત એકસાથે ચાલે છે. સીટીંગ ધારાસભ્ય હોવાને નાતે મારી પત્ની માટે પ્રચાર કરવો મારા માટે યોગ્ય ન હતું. ઉપરાંત મારી પાસે પાર્ટીનું બીજું કામ હતું. જેથી મને લાગે છે કે આ ચૂંટણી જીતવા માટે અમારે જેટલી મહેનત કરવી જોઈતી હતી તેટલી મહેનત કરી શક્યા નથી."

નોંધનીય છે કે પરસોત્તમ સાબરિયા 2017ની વિધાનસભા ચૂંટણીમાં ધ્રાંગધ્રાથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા, બાદમાં 2019માં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા અને ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દીધું હતું અને પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી ફરી જીતીને ધારાસભ્ય પદ હાંસલ કર્યું હતું.

English summary
MLA parsottam sabariya's wife loses gram panchayat election from trajpar village
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X