For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં કોરોના હોસ્પિટલ પર સવાલ ઉઠ્યા, મૃત દર્દીઓના ઘરેણા-કપડાં ચોરી થવાનો આરોપ

ગુજરાતમાં કોરોના હોસ્પિટલ પર સવાલ ઉઠ્યા, મૃત દર્દીઓના ઘરેણા-કપડાં ચોરી થવાનો આરોપ

|
Google Oneindia Gujarati News

દેશ હાલ કોરોના વાયરસ જેવી મહામારીથી નિપટવાની કોશિશમાં લાગેલો છે. કેન્દ્ર સરકારની મોદી સરકારથી લઈ રાજ્યની રૂપાણી સરકાર પોતપોતાની કોશિશોમાં લાગી છે. ગુજરાતમાં કોરોનાની અસર પણ ઘણી રહી છે. ગુજરાત એવું રાજ્ય છે જ્યાં કોરોનાથી અત્યાર સુધીમાં 800થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. કોરોના વૉરિયર્સ લોકોને બચાવવાની કોશિશ પણ કરી રહ્યા છે. પરંતુ આ દરમિયાન અમદાવાદમાં એક હોસ્પિટલમાં કોરોના વાયરસને કારણે મરનાર લોકોના પરિજનોએ પોતાના મૃત સંબંધીઓના ઘરેણા અને કપડાં ચોરી થયાં હોવાનો આરોપ લગાવ્યો છે.

હોસ્પિટલમાંથી ચોરીનો આરોપ

હોસ્પિટલમાંથી ચોરીનો આરોપ

જાણકારી મુજબ અમદાવાદ સ્થિત સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો ઈલાજ કરાવતી વખતે જે લકોના મૃત્યુ થઈ ગયાં હતાં. તેમાં કેટલાક દર્દીના પરિજનોએ દાવો કર્યો કે તેમના મૃત સંબંધીઓના ઘરેણા, મબાઈલ અને કપડાં હોસ્પિટલ પરિસરથી ચોરી થઈ ગયાં હતાં.

પોલીસ તપાસ કરી

પોલીસ તપાસ કરી

આ ગંભીર આરોપની તત્કાળ પોલીસ તપાસ કરવાવામાં આવી. તપાસ બાદ મૃત દર્દીના શરીરથી ઘરેણા ચોરવાના આરોપમાં સિવિલ હોસ્પિટલના બે સંદિગ્ધ કર્મચારીઓને પોલીસે ધરપકડ કરી લીધી છે. આ મામલે વધુ તપાસ કરવામાં આવી છે.

669 લોકોના મોત

669 લોકોના મોત

જણાવી દઈએ કે ગુજરાતમાં કોરોનાના 13 હજારથી વધુ મામલા સામે આવી ચૂક્યા છે. શનિવારે ગુજરાતમાં કોરોનાના 396 નવા મામલા નોંધાયા છે, જે બાદ રાજ્યમાં કોરોનાના દર્દીની સંખ્યા 13699 થઈ ગયા છે. જ્યારે 27 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. અમદાવાદમાં પણ કોરોના બેકાબૂ થઈ ચૂક્યો છે. અહીં દર્દીની સંખ્યા 1 હજારને પાર પહોંચી ગઈ છે અને 669 લોકો દમ તોડી ચૂક્યા છે.

મહારાષ્ટ્રે 31 મે સુધી ઘરેલૂ ઉડાણના સંચાલન પર રોક લગાવીમહારાષ્ટ્રે 31 મે સુધી ઘરેલૂ ઉડાણના સંચાલન પર રોક લગાવી

English summary
mobile and jewelary of dead covid 19 patient stolen from hospital in ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X