• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સુરતઃ જેલમાં કેદી પાસેથી મળ્યો મોબાઇલ, વાંચો આજના ન્યૂઝ

|

ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.

ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, સુરતની સેન્ટ્રલ જેલમાંથી એક કેદી પાસેથી મોબાઇલ ફોન મળી આવતા તંત્ર દોડતું થયું છે. માહિતી અનુસાર સુરત સ્થિત લોજપોર સેન્ટ્રલ જેલમાં અમીન દરજી નામના કેદી પાસેથી આ મોબાઇલ મળી આવ્યો છે. મોબાઇલ જ્યાંથી મળ્યો તે જેલની હાઇસિક્યોરિટી પાર્કનો રૂમ નં. 19 છે. આઇટી વિભાગ દ્વારા પાંચ બિલ્ડર ગ્રૂપને ત્યાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ ઉપરાંત સરકારી કોન્ટ્રાક્ટર્સને ત્યાં પણ તપાસ હાથ ધરાઇ છે. રાજકોટમાં આવકવેરા વિભાગની 10 ટીમોનો કાફલો ઉતરી આવ્યો છે અને વિવિધ સ્થળો પર સર્વે કરવામાં આવી રહ્યો છે. સૂત્રો અનુસાર કૃણાલ, જેપી, માલાણી, જગદીશ દોમડિયા ગ્રૂપને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

સુરતઃ જેલમાંથી મોબાઇલ મળી આવ્યો

સુરતઃ જેલમાંથી મોબાઇલ મળી આવ્યો

જેલમાંથી મોબાઇલની ઘટનાઓ વધવા લાગી છે. આ વખતે સુરતની સેન્ટ્રલ જેલમાંથી એક કેદી પાસેથી મોબાઇલ ફોન મળી આવતા તંત્ર દોડતું થયું છે. માહિતી અનુસાર લોજપોર સેન્ટ્રલ જેલમાં અમીન દરજી નામના કેદી પાસેથી આ મોબાઇલ મળી આવ્યો છે. મોબાઇલ જ્યાંથી મળ્યો તે જેલની હાઇસિક્યોરિટી પાર્કનો રૂમ નં. 19 છે.

રાજકોટઃ 5 બિલ્ડર ગ્રુમમાં આઇટનો સર્વે

રાજકોટઃ 5 બિલ્ડર ગ્રુમમાં આઇટનો સર્વે

મળતી માહિતી અનુસાર રાજકોટમાં આઇટી વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. આઇટી વિભાગ દ્વારા પાંચ બિલ્ડર ગ્રૂપને ત્યાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ ઉપરાંત સરકારી કોન્ટ્રાક્ટર્સને ત્યાં પણ તપાસ હાથ ધરાઇ છે. રાજકોટમાં આવકવેરા વિભાગની 10 ટીમોનો કાફલો ઉતરી આવ્યો છે અને વિવિધ સ્થળો પર સર્વે કરવામાં આવી રહ્યો છે. સૂત્રો અનુસાર કૃણાલ, જેપી, માલાણી, જગદીશ દોમડિયા ગ્રૂપને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે.

સુરતઃ સ્વામી ચક્રપાણીની પૂછપરછ

સુરતઃ સ્વામી ચક્રપાણીની પૂછપરછ

સુરત પોલીસ દ્વારા સ્વામી ચક્રપાણીની પૂછપરછ કરવામાં આવી હતી. નોંધનીય છેકે જોધપુરમાં છાત્રાની જાતીય સતામણીના કેસમાં આસારામ ફસાયા ત્યારથી તેઓ તેમની વકાલત કરી રહ્યાં હતા. સુરત પોલીસ દ્વારા કરાયેલી પૂછપરછમાં સ્વામીએ ઓફ રેકર્ડ જણાવ્યું કે નારાયણ લફંગો નીકળ્યો, તેના પર વિશ્વાસ કરી શકાય નહીં, તે કંઇપણ કરી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, નારાયણ સાઇ સામે ગુનો નોંધાયા બાદ તેઓ તેને મળ્યા નથી અને વાત પણ કરી નથી.

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસની 24મીએ કારોબારી

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસની 24મીએ કારોબારી

આગામી લોકસભા માટે માત્ર ભાજપ જ નહીં પરંતુ આમ આદમી પાર્ટી પણ મોટો પડકાર હોવાનું માની કોંગ્રેસ દ્વારા બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કારોબારી બેઠક આગામી 24મીએ યોજાનારી છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ સામે કેવા પ્રકારની રણનીતિને અમલમાં મુકવી તે અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવશે તેવી સંભાવનાઓ રાજકીય વર્તૂળોમાં સેવવામાં આવી રહી છે.

વડોદરાઃ બીસીએની ચૂંટણીમાં સમરજિતસિંહ ગાયકવાડનો વિજય

વડોદરાઃ બીસીએની ચૂંટણીમાં સમરજિતસિંહ ગાયકવાડનો વિજય

વડોદરા ખાતે બીસીએની રસાકસીભરી ચૂંટણીમાં ચિરાયુ અમીનનો પરાજય થયો છે, જ્યારે તેમની સામે મહારાજા સમરજિતસિંહ ગાયકવાડનો 216 મતે વિજય થયો છે. આ સાથે જ ચિરાયુ અમીનના 25 વર્ષના એકહથ્થુ શાસનનો અંત આવ્યો છે. બીજી તરફ બીસીએનું પ્રમુખપદ પુનઃ ગાયકવાડ પરિવાર પાસે પરત આવતા પરિવારમાં જાણે કે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.

રાજકોટઃ સાવકીમાનો કેર, નાનાએ દોહિત્રી પર બગાડી નજર

રાજકોટઃ સાવકીમાનો કેર, નાનાએ દોહિત્રી પર બગાડી નજર

રાજકોટમાં એક ચકચાર મચાવતી ફરિયાદ નોંધાઇ છે, ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, એક સત્તર વર્ષીય તરૂણી પર તેની સાવકી માતાના પિતાએ અડપલાં કર્યા છે. જો કે આ બનાવ અંગે નોંધાયેલી બીજી ફરિયાદ કરવામાં આવી છે, જેમાં સગીરા, સગીરાના પિતા અને અન્ય સાસરિયાં સામે ત્રાસ આપવામાં આવતો હોવાનું સાવકી માતા દ્વારા જણાવવામાં આવ્યું છે. રામકૃષ્ણનગરમાં રહેતી તરૂણીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાવકી માતા ભાવના અગ્રાવત, નાના ખુશાલદાસ અગ્રાવત સહિતના નામ આપવામાં આવ્યા છે. પોલીસે ઉક્ત બન્ને ફરિયાદ સબબ તપાસ હાથ ધરી છે.

English summary
mobile founded in Surat jail. here top new of Gujarat in photos.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more