For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલસામાંથી સોનુ બનાવતો આપણો દેશ સોનાને કોલસો બનાવતો થઇ ગયો!

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 5 ઓક્ટોબર: ગુજરાતના મુખ્યમંત્રી અને બીજેપી તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આજે મુંબઇમાં આયોજીત પ્રથમ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન સમિટને વીડિયો કોન્ફ્રેન્સ દ્વારા સંબોધી હતી. નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં દેશની આર્થિક નીતિઓ અને દેશના આર્થિક પ્રશ્નો પર ચર્ચા કરી હતી. મોદીએ પોતાના ભાષણની શરૂઆત કરતા જણાવ્યું કે તમે મને જે વિષય પર બોલવા માટે આમંત્રિત કર્યો છે તેની સાથે ક્યારેય મારે વ્યવહાર રહ્યો નથી. આપણે સુવર્ણને માત્ર અર્થ સાથે નથી જોડ્યું. જો આપણે 50 વર્ષ પૂરા કરીએ તો સ્વર્ણીયમ વર્ષ કહીએ છીએ. સુવર્ણ આપણા દેશમાં માત્ર અર્થ સુધી નથી રહી ગયો.

સોનું છે તો સુરક્ષા છે, સોનું છે તો સન્માન પણ છે, સોનું છે તો સંકટના સમયે એક મોટો સહારો મળે છે, એટલે સમાજના અલગ અલગ વર્ગોએ તેના માટે જુદો જુદો અર્થ કર્યો છે. અને તેના માટે આપણા સમાજ જીવનમાં સોનું કેવી રીતે તેણે પોતાનું સ્થાન બનાવ્યું તેનું એક તર્ક આપવા માંગું છું સામાન્ય રીતે દરેક પરિવારનો એક ડોક્ટર હોય છે. જો ફેમિલિ ડોક્ટરની જેમ ફેમિલિ સુવર્ણકારની પરંપરા હતી.

આજે દિલ્હીમાં બેઠેલી સરકારને ખબર નથી શું થયું છે. આપને ખ્યાલ છે થોડા દિવસ પહેલા રૂપિયાની કિંમત ઘટી ગઇ હતી. તો કોઇ મંત્રીએ કહી દીધું કે પેટ્રોલ પંપને 8 વાગ્યા પછી બંધ કરી દેવા જોઇએ. બની શકે કે સોના પર લગાવવામાં આવેલી ડ્યૂટીના કારણે તેની વિરુદ્ધ અવાજ ઉઠાવવાની હિમ્મત આવી જશે.

modi
1968માં ગોલ્ડ એક્ટ આવ્યો હતો. જેના કારણે સુવર્ણકારોને ખૂબ જ મોટી તકલીફ વેઠવી પડી હતી. જેના કારણે હજારો સુવર્ણકારો પાયમાલ બની ગયા અને કેટલાંકે તો આત્મહત્યા પણ કરી લીધી. કોંગ્રેસની સમસ્યા એ છે કે તે કોઇ ભૂલ કરે છે તો તેને સ્વીકારથી નથી. તેને તેની ભૂલ સમજવામાં 25 વર્ષ લાગ્યા બાદમાં તેણે આ એક્ટ પાછો ખેંચી લીધો.

પરંતુ આ 25 વર્ષોમાં દેશને ખૂબ જ મોટું નુકસાન એ થયું કે સુવર્ણકારો તેમના પુત્રોને એ કળા અને સ્કીલ આપી ના શક્યા. તેઓ બીજા વ્યવસાયમાં લાગી ગયા. અને કોઇપણ દેશનું સૌથી મોટું નુકસાન ત્યારે થાય છે જ્યારે તે પોતાની સ્કીલ ગુમાવે છે.

મોદીએ દેશમાં સોનાની સ્થિતિ, અને સોનાની સ્થિતિથી દેશની સ્થિતિ અંગે પોતાના અગંત વિચારો વ્યક્ત કર્યા હતા. મોદીએ જણાવ્યું કે ગોલ્ડ ઉધ્યોગનું ભારતમાં ખૂબ જ માહત્મ્ય છે. તેની ઉપર લાખો હજારો પરિવારો નિર્ભિત છે. પહેલા નાના મોટા ચોરોએ ગોલ્ડનું સ્મગલીંગ કરવાનું ચાલુ કર્યું, આ રીતે તે ધીરે ધીરે મોટી માત્રામાં ગોલ્ડ દેશમાંથી બહાર ચાલી ગયું. અને તેઓ અરબખરબોના માલિક બની ગયા અને આ રૂપિયા તેમણે બીજી પ્રવૃત્તિમાં લગાવ્યા જેનાથી દેશ વધું ખાડે ગયો. કોઇએ પણ નહી વિચાર્યું હોય કે ગોલ્ડ કન્ટ્રોલ એક્ટના કારણે દેશને આટલી કિંમત ચૂકવવી પડશે. હાલમાં પણ ગોલ્ડનું સ્મગલિંગ પૂર જોશમાં ચાલે છે. પરંતુ તેને અટકાવવામાં તંત્ર નિષ્ફળ ગયું છે.

આજે દેશના વિવિધ એરપોર્ટો પર સોનું પકડવામાં આવે છે. અને આ પ્રકારે અવારનવાર દેશમાં ગોલ્ડ, ફેક કરન્સી ઘુસાડવાના પ્રયત્નો ચાલતા હોય છે, વિચારો કે આ મોટો કારોબાર આ એન્ટી સોસિયલ લોકોના હાથમાં જતો રહેશે તો દેશના દુશ્મનોને મોટી શક્તિ મળી જશે.

એ વાત સાચી છે કે રૂપિયો શક્તિવાન હોવો જોઇએ. ડોલરના મુકાબલે આપણે રૂપિયો હિંમત્તથી ઉભો રહેવો જોઇએ. પરંતુ કેવી રીતે, સીધી સીધી વાત છે, ઇમ્પોર્ટ ઓછું કરવું જોઇએ. આપે ગોલ્ડને સમસ્યા ગણાવી દીધી. ત્યારે લાગે છે કે આપ સમાજજીવનની માનસિકતાથી પરિચિત નથી. આજે જો જોવામાં આવે તો આપણા દેશમાં સૌથી વધારે ઇમ્પોર્ટ ઓઇલનું છે, એનર્જી સેક્ટરમાં તેની જરૂર છે. પરંતુ આપણે ફિગર જોઇએ ચાર-પાંચ વર્ષની તો સૌથી વધારે ઇમ્પોર્ટ કરવો પડે છે જે આપણે ના કરવો જોઇએ. હિન્દુસ્તાનની પાસે કોલસો છે પરંતુ કોલસાની ફાઇલો ખોવાઇ ગઇ છે! જેના કારણે વીજળી બનાવવા માટે કોલસો મળી નથી રહ્યો, આવી સ્થિતિ છે મિત્રો. જે વાત પહેલા કોલસામાંથી ગોલ્ડ બનાવતો હતો હવે તે ગોલ્ડમાંથી કોલસા બનાવી રહી છે.

હાલની સ્થિતિ એવી છે કે દરેક વસ્તુઓ આપણે વિદેશમાંથી મંગાવીએ છીએ. સરકારની વાતો ગળે નથી ઉતરતી. આ દેશનું એક્પોર્ટ વધવું જોઇએ, અને ઇમ્પોર્ટ ઘટવું જોઇએ. વિશ્વમાં મશીનમેડ જ્વેલરીની મોટું માર્કેટ છે. તેવી જ રીતે હેન્ડમેડ જ્વેલેરી, મેનમેડ જ્વેલરીની પણ માંગ છે પરંતુ શું આપણી સરકારે તેને વિશ્વમાં પ્રોત્સાહિત કરી છે? હમણા આરબીઆઇનો રિપોર્ટ આવ્યો હતો કે સોનું ખરીદવું એ માનસિકતા સાથે જોડાયેલ વસ્તું છે તેને ખીચા સાથે કોઇ લેવા દેવા નથી. એટલે સોનાની વધારે આયાત થઇ રહી હોવાથી આર્થિક સ્થિતિ બગડી રહી છે. આરબીઆઇને આ લોજીક નથી સમજાતું, કે તમે સોનાની ખરીદી ઓછી થાય એટલા માટે તમે ડ્યૂટી લગાવી દીધી.

ભારતમાં ગામડાઓમાં માત્ર 6 ટકા જ બેંક બ્રાંચો છે. ગામડાનો માણસ રૂપિયા મુકવા માટે ક્યાં જશે, તેની પાસે વિકલ્પ ના હોવાથી તે સોનામાં ઇન્વેસ્ટ કરે છે. રિયલ એસ્ટેસ્ટમાં ઇન્વેસ્ટ કરવામાં જેટલી સમસ્યા આવે છે તેટલી સોનામાં નથી આવતી. માત્ર સોનું એવી વસ્તું છે કે ખીંચામાં રૂપિયા લઇને બજારમાં જાવ અને સોનું લઇને આવી જાવ તેના માટે કોઇ સર્ટિફિકેટ કે પ્રમાણપત્રની જરૂર નથી હોતી. ભારત સરકારે સામાન્ય માણસને વિશ્વાસ આપવો પડશે ત્યારે તે આર્થિક સંકટમાંથી દેશને બહાર લાવી શકશે.

હું દિલ્હી સરકારના ભરોશે મારૂ રાજ્ય ના ચલાવી શકું, હું તો દરેક રાજ્યોને અપિલ કરુ છું કે આપ આપના એક્સપોર્ટ પ્રમોશનની પોલીસીમાં વધારો કરો. ભારત સરકાર જે રાજ્ય સૌથી વધારે એક્સપોર્ટ પ્રોમોશન કરે છે, તેને સ્પેશિયલ ઇન્સેન્ટિવ ગ્રાંટ મળશે. આ રીતે આપોઆપ રાજ્ય અને દેશને ફાયદો થશે.

આપણા દેશમાં આપણે ટિમ્બર પણ બહારથી લાવીએ છીએ. ટિમ્બર માટે જંગલોને કાપવાની જરૂર નથી. પરંતુ આપણે એગ્રિકલ્ચર વિભાગમાં એગ્રી ફોરેસ્ટ પર ભાર આપીએ તો 20 વર્ષ કે 25 વર્ષ બાદ આપને આ વૃક્ષ વેચવાનો અધિકાર મળશે. તો શું આપણને ટિમ્બર આયાત કરવાની જરૂર પડશે. આપણું બુલિયન માર્કેટ શા માટે ઇનેસિએટિવ રહે. આપ ગુજરાતમાં આવો હું આપને તમામ સુવિધાઓ આપીશ. આપ થાઇલેન્ડ જાવ દુબઇ જાવ તમને અમારા સોનાર મળશે. અમારી પાસે ટેલેન્ટ છે, સ્કીલ છે. આપણે સોનું આવાની જેટલી ચિંતા કરીએ છીએ એના કરતા તેમાં વેલ્યુ એડિશન કરીને તેને બહાર મોકલવા તરફ ધ્યાન આપીએ તો વધારે ફાયદો થશે.

અર્થવ્યવસ્થાને સુધારા માટે અમે તમારી સાથે છીએ. આપના મિત્રોએ મને જે વિષય આપ્યો છે તેના પર જ નહીં તેનાથી બહાર ઘણી બધી ચિંતા કરવાની જરૂર છે. નાના સુવર્ણકારોની આપ ચિંતા કરો, સ્મગલરની સામે આપ અવાજ ઉઠાવો, તમે તમારા હિત માટે નહીં પરંતુ દેશહિત માટે કામ કરો છો એવી રીતે કરો. આભાર મને તમારી સાથે વાત કરવાની તક આપી. હું રૂબરૂ ના આવી શક્યો એના માફી પરંતુ એક બાજું એ સારી બાબત છે કે તમે ઇન્કમટેક્સના નજરમાં નહીં આવો. પરંતુ જેમણે સમિટનું આયોજન કર્યું છે તેઓ નહીં બચે. દેશની સ્થિતિ ખરાબ છે મિત્રો આરોપો પ્રત્યારોપોથી ખદબદી રહ્યું છે, પરંતુ માત્ર 8-9 મહિનામાં આ સ્થિતિમાં સુધાર આવી જશે, પછી મૂક્તિનો આનંદ પ્રાપ્ત થશે. અમે આ દેશને બરબાદ કરવા નથી માંગતા. દેશને ફરીથી 'સોને કી ચિડિયા' બનાવીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.

English summary
Narendra Modi addresses 1st IIB Summit, Mumbai via Video Conference.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X