For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'જે કરવાનું સૌભાગ્ય મહાત્મા ગાંધીને નહોતું મળ્યું તે મને મળ્યું'

By Super
|
Google Oneindia Gujarati News

modi-parabdham
જુનાગઢ, 10 જુલાઇઃ જુનાગઢ ખાતે અષાઢી બીજ મહોત્સવ વખતે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકમેલાને સંબોધિત કરવામાં આવ્યો હતો. આ તકે મોદીએ પરબધામના સંતો દ્વારા કરવામાં આવેલા સેવાકિય કાર્યોને બિરદાવ્યા હતા અને તેમાથી બોધપાઠ લેવાની વાત કરી હતી.

મેદનીને સંબોધિત કરતીવેળા મોદીએ કહ્યું કે, ગુજરાતમાં લગભગ 120 કરતા પણ વધુ સ્થાનો પર ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે, અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને 136 વર્ષ થયા છે. અષાઢી બીજ આપણા કચ્છી ભાઇઓનું નવું વર્ષ હોય છે. વિશ્વભરમાં પથરાયેલો કચ્છી સમાજ અષાઢી બીજે નવવર્ષની ઉજવણી કરતો હોય છે તેમ આ પરબધામમાં અષાઢી બીજ સેવાના મહર્ષી જેમને કહેવાય, સેવાધામ તરીકે જાણીતા પરબધામમાં દેવદાસ બાપુની દિવ્ય યાત્રાનું આ પુણ્ય દિવસ સમાધી પ્રાપ્ત કરીને દિવ્યયાત્રાનું પ્રયાણ કર્યું તેવી પવિત્ર વેળાએ મને આવવાનુ સૌભાગ્ય મળ્યું, હું કરસન બાપુનો આભાર માનું છું, તેમના આશિર્વાદ સદા અમારી પર રહ્યાં છે, સંતોના આશિર્વાદ અમારી પર રહ્યાં છે, છેલ્લા કેટલાક વર્ષોથી અષાઢી બીજે પરબધામ આવવાની યોજના કરું ને બીજું કંઇ કામ આવી જાય પરંતુ આ વખતે એ સંયોગ પ્રાપ્ત થયો કે મને આ ધરતીની રજ માથે ચઢાવવાનું સૌભાગ્ય મળ્યું છે.

સામાન્ય રીતે દૂનિયામાં આપણા માટેની એવી છબી ઉભી કરવામાં આવી છે, એક એવું જૂઠ્ઠાણું ફેલાવવામાં આવ્યું છે, અને ખાસ કરીને દેશ ગુલામ હતો તે કાળમાં બધું વ્યાપક રીતે ફેલાવાવમાં આવ્યું છે. દેશ ગુલામીમાંથી આઝાદ થયો પછી એ જુઠાણાને સરખું કરવું જોઇતું હતું પણ તે થયું નહીં, દેશ આઝાદ થયા પછી પણ તે હજુ ચાલ્યા જ કરે છે અને એ જુઠ્ઠાણું એટલે એવી માન્યતા પ્રચલીત કરી છે કે હિન્દુ સાધુ સંતો એટલે કંઇ કરતા નથી, આપણા મહાત્માઓનો લોટ પાણીને લાડવા સિવાય કોઇ કાર્યક્રમ નથી હતો. મઠ મંદિરોમાં પગ પર ચઢાવીને બેસીને આશિર્વાદ આપ્યા સિવાય કંઇ કામ કરતા નથી, તેવું નકરું જૂઠ્ઠાણું આજે પણ એક વર્ગની અંદર પ્રચલીત છે. આ પરબધામ પર નજર ફેરવીએ તો ખબર પડે કે આપણા સંતો મંહતો કેવા ઉત્તમ કામ કરતા હતા. છે.

એક સમયે રક્તપીતના રોગીને જોઇને ભાગતા હતા, એવી માન્યતાઓ હતી તે સમયે આ પંથકમાં ખબર હતી કે રક્તપીતયાની સેવાનું કોઇ ધામ હોય તો પરબધામ છે. અંધશ્રદ્ધા ફેલાઇ હતી કે રક્તપીત ચેપી રોગ છે ત્યારે આ ભૂમી પર એવા સંતો થયા કે જેમણે રક્તપીતયાઓની સેવામાં પોતાનું જીવન ખપાવી દીધું. પોતે આસપાસના સમાજમાં રક્તપીત બાબતે જે સત્ય છે તેનાથી દૂર જવાની જરૂર નથી અને રક્તપીતના દરદીની સેવા થઇ શકે એનો મંત્ર ગાજતો કર્યો અને મહાત્મા ગાંધીએ પણ રક્તપીતયોની સેવા માટે પોતાના સેવાના કામમાં પ્રાથમિકતા આપી હતી. મહાત્મા ગાંધી જેટલું મહત્વ રેંટિયો કાપવા માટે આપતા હતા તેટલું જ મહત્વ સપ્તાહમાં એક દિવસ રક્તપીતઓની સેવા કરવી, સમાજનો ભ્રમ ભાંગવાની સેવા નિભાવી હતી.

મહાત્મા ગાંધીની જે સેવાની નોંધ આજે પણ લેવાય છે એ જ કામ એ યુગમાં સંત દેવીદાસે કરી બતાવ્યું હતું અને અમરામાં એ કરી બતાવ્યું હતું અને સમાજને શિક્ષિત કરવાનું કામ કર્યું હતું. એકવાર સામાજિક સંસ્થાના લોકો મહાત્મા ગાંધી પાસે ગયા અને એમને કહ્યું કે અમારે રક્તપીતયા માટેની હોસ્પિટલનું ઉદ્દઘાટન તમારા હાથે કરાવવું છે, પણ મારે ઉદ્દઘાટન માટે નથી આવવું, જ્યારે રક્તપીતયાની હોસ્પિટલને તાળું મારવું હોય ત્યારે મને બોલાવજો. ગાંધીજી સાચા હતા, તેમણે કહ્યું કે સમાજની અંદર એવી રચના થઇ જવી જોઇએ કે રક્તપીતયાઓને સમાજ સ્વિકારતો થાય, સેવા થતી થાય તે કહેવા માગતા હતા, મહાત્મા ગાંધીને એમના જીવનમાં રક્તપીતયાની હોસ્પિટલને તાળું મારવાનું સૌભાગ્ય નહોતું મળ્યું પણ સંત દેવીદાસની તપસ્યા અને મહાત્મા ગાંધી જેવાની સમાજસેવાની સતત પ્રવૃતિના કારણે રક્તપીતની હોસ્પિટલને તાળું મારવાનું સૌભાગ્ય મને મળ્યું, મારે ગર્વ સાથે કહેવું છે કે ગુજરાતમાં રક્તપીતની હોસ્પિટલને તાળા વાગ્યા છે, રોગીઓનો જે ઘટાડો થયો, જે અભિયાન ચલાવ્યું, તેના કારણે સમગ્ર રાજ્યમાં રોગીઓની સંખ્યા નીચે લાવવામાં સફળ થયા અને એ સમસ્યામાંથી બહાર આવ્યા. તેના મૂળમાં સંત દેવીદાસ જેવા મહાપુરુષો છે જેમણે આ અલખ જવાગી અને એક નવું ઉદાહરણ પુરુ પાડ્યું હતું.

આજે પણ માત્ર સૌરાષ્ટ્રની વાત કરીએ તો કોઇપણ દિશામાં જાઓ તો સંતની મઢુલી મળે અને નાનું મોટું અન્નક્ષેત્ર હોય, ક્યારેય કોઇ ભુખ્યું ના જાય તે પરંપરા અમારા સંતો નિભાવે છે. એ સંતો હોસ્પિટલ, શાળા, અન્નક્ષેત્ર, સંસ્કાર સુધારણા, નશામુક્તિનું કામ ચલાવે અને તેના માટે સંતો આજે પણ ભેખ ધરીને કામ કરે છે.ઉમરગામથી અંબાજી તરફ આદિવાસી પટ્ટી પર જાઓ તો ક્યાંકને ક્યાંક સંતો વિચરતા મળશે, તેમને પૂછીએ તે કહેશે કે અહીં હું 15 કે 20 વર્ષથી બેઠો છું, અને કામ શું કરે તો વ્યસન મુક્તિ, આદિવાસી ભાઇઓના સંતાનોને ભણાવવાનું કામ કરે, પરંતુ આપણી કમનસીબી છે કે, આ સંતો અને ઋષિમુનિઓની પરંપરામાં સેવાનો ઉત્તમ માર્ગ બતાવ્યો બતાવ્યો છે તેમની કમનસીબે ચર્ચા નથી થતી, પરંતુ સમય બદલાયો છે હમણા તમીળનાડુમાં એક પ્રયોગ થયો, તમીળનાડુનીસમાજિક સંસ્થાએ સંતો દ્વારા જે સેવા કાર્યો ચાલે છે તેનું પ્રદર્શન ગોઠવ્યું. લોકોની સામે મુકવામાં આવ્યું આપણા સંતો દ્વારા કરોડો બાળકોના શિક્ષણ અને સંસ્કારનું કામ ચાલે છે, ગરીબોને મફતમાં દવા મળે તે માટે અનેક હોસ્પિટલો ચાલે છે, દિકરી બચાવવાના કામ ચાલે છે, બધુ એક જગ્યાએ મુક્યું ત્યારે લોકોને આશ્ચર્ય થયું કે આપણી પાસે આટલી મોટી સંપત્તિ છે.

દેશે આજે એ સંત પરપંરા તરફ જવાની જરૂર છે. ગુજરાતમાં કોઇપણ આફત આવે ત્યારે સરકાર તો તેની રીતે કંઇકને કરતી હોય પરંતુ આપણા સંતો મંહતો પોતાના ગજા બહાર પણ સેવા કરતા હોય છે. ઉત્તરાખંડમાં આટલી મોટી આફત આવી ગઇ, આફત વખતે અનેક એવા સાધુ સંતો અને સમાજિક સંસ્થાને જોયા કે જે લોકો તરત જ દોડી જઇને મદદ માટે હાથ લંબાવ્યો હતો, આ એક ઉત્તમ શક્તિ છે, સમાજને સમર્પિત શક્તિ છે. આ સમર્પિત શક્તિને એક તાંતણે બાધવામાં આવે તો આખી દૂનિયાને આશ્ચર્ય થશે કે કરોડો લોકોની સેવામાં ખપી ગયેલી આ સંત પરપંરા આજે પણ એ કામને નીભાવી રહી છે.

English summary
Narendra Modi addresses "Ashadhi Bij Lok Mela" in Parabdham, Junagadh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X