મોદીએ ડાઘ ધોયો : ગુજરાતમાં તમામ બેઠકો જીતી બે-બે રેકૉર્ડ તોડ્યાં!

Google Oneindia Gujarati News

અમદાવાદ, 16 મે : ગુજરાતમાં ભારતીય જનતા પક્ષે કોંગ્રેસનો સફાયો કરી નાંખ્યો છે. દેશભરમાં ચાલતી નરેન્દ્ર મોદીની લહેર જેમ આંધી બની ગઈ, તેમ ગુજરાતમાં તો એણે સુનામીનું રૂપ લઈ લીધું અને ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો પર જીત હાસલ કરી છે. આ સાથે જ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પોતાના નામે લાગેલો એક એવો ડાઘ ધોઈ નાંખ્યો છે કે જેના માટે સામાન્ય રીતે તેમની ટીકા થતી આવતી હતી. એટલુ જ નહીં, ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો જીતી બે રેકૉર્ડ પણ તોડ્યાં છે અને એક રેકૉર્ડ એવો પણ બનાવ્યો છે કે જે હવે કદાચ કોઈ તોડી નહીં શકે.

ગુજરાતમાં નરેન્દ્ર મોદીની આંધીમાં કોંગ્રેસના અનેક મોટા દિગ્ગજોના પગ ઉખડી ગયાં છે. ગુજરાતમાં ભાજપનો પ્રભુત્વ 1989થી છે અને તમામ ચૂંટણીઓમાં ભાજપનુ પલ્લુ કોંગ્રેસ કરતા ભારે જ રહેતુ આવ્યું છે, પરંતુ લોકસભા ચૂંટણી 2014એ તો ભાજપને તમામ બેઠકો આપી અનેક જૂના રેકૉર્ડ ધરાશાયી કર્યા અને અનેક નવા રેકૉર્ડ બનાવ્યાં. ગુજરાતમાં ભાજપની આ જીત ઐતિહાસિક જીત છે.

ગુજરાતમાં ભાજપે તમામ 26 બેઠકો જીતતા બે રેકૉર્ડ તુટ્યાં અને નરેન્દ્ર મોદીએ પોતાની ઉપર લાગેલ એક ડાઘ પણ ધોઈ નાંખ્યો. જુઓ કઈ રીતે :

કોંગ્રેસનો 25 બેઠકોનો રેકૉર્ડ

કોંગ્રેસનો 25 બેઠકોનો રેકૉર્ડ

ગુજરાતના ઇતિહાસ પર નજર કરીએ, તો અત્યાર સુધી સૌથી વધુ 25 બેઠકો હાસલ કરવાનો રેકૉર્ડ કોંગ્રેસના નામે હતો. કોંગ્રેસે 1980ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26માંથી 25 બેઠકો હાસલ થઈ હતી. એટલુ જ નહીં, કોંગ્રેસે 1984ની ચૂંટણીમાં પણ 26માંથી 24 બેઠકો હાસલ કરી હતી.

ભાજપે તોડ્યાં રેકૉર્ડ

ભાજપે તોડ્યાં રેકૉર્ડ

ગુજરાતમાં ભાજપે આ ચૂંટણીમાં તમામ 26 બેઠકો જીતી બે-બે રેકૉર્ડ તોડ્યાં છે અને એક નવો રેકૉર્ડ પણ બનાવ્યો છે. ભાજપે 26 બેઠકો જીતી કોંગ્રેસનો સૌથી વધુ 25 બેઠકો જીતવાનો રેકૉર્ડ તોડી નાંખ્યો. ભાજપે આ સફળતા દ્વારા પોતાનો પણ રેકૉર્ડ તોડ્યો છે. ભાજપને 1991 અને 1998ની ચૂંટણીઓમાં મહત્તમ 20 બેઠકો જીતી હતી. આમ આજે 26 બેઠકો જીતી ભાજપે પોતાને રેકૉર્ડ પણ તોડી નાંખ્યો છે.

અજેય રેકૉર્ડ

અજેય રેકૉર્ડ

ગુજરાતમાં ભાજપે તમામ 26 બેઠકો હાસલ કરી નવો રેકૉર્ડ પણ બનાવ્યો. રાજ્યમાં કુલ બેઠકો 26 છે અને તમામ બેઠકો ભાજપે જીતી અજેય રેકૉર્ડ બનાવ્યો છે. આ રેકૉર્ડ એવો છે કે જેની કોઈ બરોબરી તો કરી શકે, પણ તોડી તો ન જ શકે.

મોદીએ ડાઘ ધોયો

મોદીએ ડાઘ ધોયો

ગુજરાતમાં નરેન્દ્ર મોદીના નામે એક મોટો ડાઘ હતો. જ્યારથી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યાં, ત્યારથી ગુજરાતમાં લોકસભા ચૂંટણીઓમાં ભાજપનું પ્રદર્શન નબળુ રહેતુ આવ્યું છે. મોદી 2001માં મુખ્યમંત્રી બન્યાં અને 2004ની ચૂંટણીમાં ભાજપને 26માંથી 14 બેઠકો મળી હતી, તો 2009માં પાર્ટીને 15 બેઠકો જ મળી હતી. આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી રહેવા સાથે 26માંથી 26 બેઠકો હાસલ કરી પોતાની ઉપર લાગેલ નબળા પ્રદર્શનનો ડાઘ પણ ધોઈ નાંખ્યો.

English summary
Bjp and Narendra Modi broke records of highest winning seats in Gujarat. Narendra Modi also washed stains of weak performance in Lok Sabha Elections during his Chief Minister term.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X