મોદી : એક અને એક અગિયાર
અમદાવાદ. નરેન્દ્ર મોદી. મહેસાણાના વડનગરથી ગાંધીનગર, ગાંધીનગર થી દિલ્હી અને દિલ્હીથી છેક અમેરિકા-બ્રિટન સુધી આ નામની ગુંજ છે. એક દિવસ નહિં, એક વરસ નહિં, અગિયાર વરસ થવાં જઈ રહ્યાં છે આ નામના ગુંજની. એક દશક નહિં, ભાઈ હવે એકાદશ. આપણાં દેશમાં, આપણી સંસ્કૃતિમાં એકાદશનો બહુ જ મહત્વ છે. ઇચ્છિત ફળ મેળવવા સામાન્ય રીતે લોકો એકાદશી વ્રત કરે છે. એકાદશ એટલે કે 11ના આંકને ભારતીય સંસ્કૃતિમાં શુભાંક ગણવમાં આવે છે. આ એકાદશ એમ જ નથી બની જતું. એક અને એક અને એક... કરતાં-કરતાં આ અગિયાર બને છે. જોકે મોદીએ સાબિત પણ કર્યું છે કે તેઓ 1 જ 11ની બરાબર છે. હા જી. નરેન્દ્ર મોદી 7મી ઑક્ટોબર, 2012ના રોજ ગુજરાતમાં પોતાના શાસનના 11 વર્ષ પૂર્ણ કરી રહ્યાં છે. આ કોઈ છોટો કાળખંડ નથી. સામાન્યતઃ મોટા-મોટા અધ્યાયોને આવાં જ કાળખંડની જરૂર હોય છે.
આ કાળખંડની જ કમાલ છે કે અમિતાભ બચ્ચન અલ્હાબાદ પરત ફરવાં મુંબઈ રેલવે સ્ટેશને આવી પહોંચ્યા, ત્યાંથી પાછા ફર્યાં, પછી નાયક બન્યાં, પછી રસાતળે ગયાં અને હવે મહાનાયક છે. ના ભઈ ના, અહીં મોદીની સરખામણી બિગ બી સાથે કરવાનો કોઈ ઇરાદો નથી, પણ એટલું જરૂર છે કે મોદી માટે પણ ગત એકાદશ એવું જ કઈંક ખળભળાટ વાળું રહ્યું છે અને હવે જ્યારે ગુજરાતમાં ડિસેમ્બરમાં ચુંટણીઓ થવાની છે, ત્યારે એ મુદ્દા ઉપર ચર્ચા ઓછી થઈ રહી છે કે મોદી સતત ત્રીજી વાર જીતશે કે નહિં, બલ્કે એ ચર્ચાનો મુદ્દો 2014માં થનાર લોકસભાની ચુંટણીમાં વડાપ્રધાન પદે તેમની દાવેદારીનો બની ગયો છે. પ્રજાની નાડ પારખનાર મોદી જો ગુજરાતની સત્તામાં 11 વર્ષ પૂર્ણ કરી રહ્યાં છે તો તે કોઈની દયા ઉર નહિં, પણ પોતાના બળે કરી રહ્યાં છે. સામાન્ય રીતે કોઈ શાસકના લાંબા શાસનકાળ બાદ સામાન્ય પ્રજામાં વિરોધના સુર ઉઠવા લાગે છે. શાસક પક્ષના નેતાઓ પ્રજા વચ્ચે જતાં ગભરાય છે, પરંતુ ગુજરાતમાં મોદી આજે પણ પોતાના બળે ભારે ભીડ એકત્ર કરે છે. તેઓ પ્રજા વચ્ચે વધુ અને ઑફિસમાં ઓછા મળે છે. ગુજરાતમાં 11 વર્ષના શાસન છતાં મોદીને લઈને કોઈ સામૂહિક વિરોધનો સુર નથી ઉઠતો. વિપક્ષ કોંગ્રેસ જ્યારે મોદી પર પ્રહાર કરે, તો મોદી તેનો બદલો યુપીએ સરકાર પર વળતો પ્રહાર કરીને લે છે અને ગુજરાત કોંગ્રેસની હવા કાઢી નાંખે છે. જ્યાં સુધી ગુજરાતના પડકારોની વાત છે, તો પક્ષમાં તો તેમની સમકક્ષ ઊભું રહી શકે, તેવો કોઈ નેતા નથી. હા, કેશુભાઈ પટેલ અને તેમની નવી પાર્ટી તરીકે જે પડકાર છે, તેનો સામનો મોદી મૌન રહીને કરે છે. મોદીએ ગુજરાતમાં સત્તાના સૂત્રો સંભાળ્યા હતાં કેશુભાઈના ચરણ-સ્પર્શ કરીને. શક્ય છે કે એટલા માટે જ મોદી પોતાના કોઈ પણ ભાષણમાં કેશુભાઈ પટેલના નામનો ઉચ્ચાર નથી કરતાં.
ધરિ, પણ ધુર વિરોધ
એમ તો મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી છે, પરંતુ આજે બધું જ તેમના નામની આસપાસ થાય છે. તેઓ ભારતીય રાજકારણની ધરિ બની ચુક્યાં છે. સામાન્ય રીતે ધરિ શબ્દ પૃથ્વી શબ્દ આવતાં જ માનસ પટલે ઉપસે છે, પરંતુ ના તો પૃથ્વી ધરિનો વિરોધ કરે છે અને ના ધરિ પૃથ્વીનો, પરંતુ ભારતીય રાજકારણમાં સ્થિતિ વિપરીત છે. આજે મોદી ભારતીય રાજકારણની ધરિ તો છે, પરંતુ તેમના ધુર વિરોધીઓની ઉણપ નથી. દરેક સારા કે નરસા કામ સાથે તેમના નામની મહોર આપોઆપ લાગી જાય છે. તેઓ ગુજરાતના પર્યાય બની ચુક્યાં છે, તો તેમનું નામ તેમના સમર્થકો અને વિરોધીઓ માટે કોઈ મિશનથી ઓછું નથી. મોી એક મુખ્યમંત્રી ઉપરાંત એક મિથક પણ છે. ગુજરાતમાં તેઓ ચૌદમાં મુખ્યમંત્રી છે અને તેમની પહેલા તેર મુખ્યમંત્રીઓમાંથી કોઈએ પણ ગાંધીનગરની સત્તા ઉર આટલું લાંબુ શાસન કર્યું નથી. ગત 18મી સપ્ટેમ્બરે જ તેમણે પોતાના શાસના ચાર હજાર દિવસો પૂરા કર્યાં છે. આ અગિયાર વર્ષોમાં એવું ઘણી વાર લાગ્યું કે મોદીનો ખેલ હવે ખતમ થનાર છે. પછી તે કેશુભાઈ પટેલ, ગોરધન ઝડફિયા, સુરેશ મહેતા, એ. કે. પટેલ જેવા લોકોનો વિરોધ-અસંતોષ હોય, અટલ બિહારી બાજપાઈ જેવા ઊંચા કદના નેતાની રાજધર્મની શીખ હોય કે પછી લોકસભાની ચુંટણીઓમાં નબળું પ્રદર્શન હોય. દરેક વખતે મોદી ઉપર સંકટો આવ્યાં અને તેઓ ઉગરી ગયાં. જોકે આવા તમામ સંકટો પાછળ લાલકૃષ્ણ અડવાણીનો વરદહસ્ત કામ કરતો રહ્યો છે, તો આજે તે જ અડવાણી સાથે મોદીના સંબંધો અંગે સવાલો ઊભા થયાં છે. તે પણ આપોઆપ મોદી સાથે જોડાયેલી વિવાદની વધુ એક કડી છે. 7મી ઑક્ટોબર, 2001ના રોજ પહેલી વાર મુખ્યમંત્રી બનતા અગાઉ ગોધરા કાંડ, કટ્ટર હિન્દુત્વની છબી અને પછી સદ્ભાવના મિશન સુધી મોદીના 11 પડાવો કઈંક આ રીતે ગણાવી શકાય છે.
(1) ટેસ્ટ નહિં, વન ડે, ગોધરા કાંડ
નરેન્દ્ર મોદીએ 7મી ઑક્ટોબર, 2001ના રોજ સત્તાના સૂત્રો હાથમાં લેતા અગાઉં યોજાયેલ ભાજપ વિધાનસભા પક્ષી બેઠકમાં જણાવ્યુ હતું કે તેઓ ટેસ્ટ નહિં, પણ વન ડે રમવા આવ્યાં છે. મોદીએ કેશુભાઈ પટેલના આશીર્વાદ સાથે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યાં. સંઘના સ્વયંસેવક મોદીએ પ્રથમ વખત ચુંટણી લડી રાજકોટ-2 વિધાનસભા મત વિસ્તારથી. આ પેટા ચુંટણીમાં મોદી વિજયી થયાં. ચુંટણીની જીતની ખુશાલી વચ્ચે 27મી ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરા કાંડ થયું અને ગુજરાત ભયંકર કોમી તોફાનોની આગમાં લપેટાઈ ગયું. બસ આ જ તોફાનો મોદી માટે ગળાનો હાર બની ગયાં. મોદીએ સામ્પ્રદાયિક ધ્રુવીકરણનો લાભ ખાટવા વિધાનસભા ભંગ કરી અને ડિસેમ્બર-2002માં ચુંટણીઓ થઈ. મોદીના બળે ભાજપને બે તૃત્યાંશ બહુમતી મળી અને કોમી તોફાને અંગે મોદીની ટીકા કરનારાઓના મોઢે તાળા લાગી ગયાં.
(2) હારનું ઠીકરું
બધુ સમ-સુથરું ચાલતુ હતું, પરંતુ સોળ મહીના બાદ થયેલ લોકસભા ચુંટણી-2004એ વાતાવરણ પલટી નાંખ્યું. કેન્દ્રમાં સત્તારૂઢ અટલ બિહારી બાજપાઈ સરકાર આ ચુંટણીણાં હારી ગઈ. ચારે બાજુ ફીલગુડ અને ઇન્ડિયા શાઇનિંગ ઝુંબેશની ચમક છતાં બાજપાઈ સરકાર બીજી વાર સત્તામાં પરત ન ફરી શકી. અહીં સુધી કે ગુજરાતમાં મોદી લોકસભાની 26માંથી માત્ર 14 જ સીટો અપાવી શક્યાં. ચુંટણીમાં પ્રાપ્ત આ હારનું ઠીકરું પ્રત્યક્ષ રીતે મોદી માથે ફોડવામાં આવ્યું. ભાજપના સાથી પક્ષોએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે ગુજરાતના તોફાનોમાં મોદીની કથિત ભૂમિકા જ ભાજપ અને એનડીએની હાર પાછળ જવાબદાર છે. આ સાથે જ મોદીના વિરોધીઓ એકજુટ થવા લાગ્યાં.
(3) અમેરિકાનો વીઝા આપવાનો ઇનકાર
એમ તો મોદી વારંવર ઘણી બાબતોમાં ભાગ્યના ધની સાબિત થતાં રહે છે. જ્યારે-જ્યારે તેમની ઉપર શકંજો કસાય, તેઓ મજબૂત બનીને ઉપસે છે. વિરોધ વચ્ચે ન્યૂયૉર્કથી સમાચાર આવ્યાં કે અમેરિકાએ મોદીને વીઝા આપવાનો ઇનકાર કર્યો છે. મોદીએ અમેરિકાના આ ઇનકારને ગુજરાત જ નહિં, દેશના અપમાન તરીકે પ્રચારિત કર્યો. અહીં સુધી કે તેમના વિરોધીઓએ પણ તેમના સુરમાં સુર પુરાવવો પડ્યોં કે તોફાનો આપણાં રાજ્ય-દેશનો આંતરિક મામલો છે અને આ આધારે વીઝા આપવાનો ઇનકાર યોગ્ય નથી. વીઝાનો ઇનાર પણ મોદી માટે વરદાન સાબિત થયું અને તેમનું કદ વધ્યું.
(4) ખુરશી હાલકડોલક
લોકસભા ચુંટણી 2004માં હાર બાદ મોદીની ખુરશી હાલકડોલક થવા લાગી. બે વર્ષ અગાઉ જ બે તૃત્યાંશ બહુમતી હાસલ કરનાર મોદી અંગે સામાન્ય પ્રજામાં તો કોઈ વિરોધ દેખાયો નહિં, પણ આ પરાજય અને હાઈકમાંડના કેટલાંક નેતાઓ તેમજ સાથી પક્ષો તરફથી મોદીને ઘેરવામાં આવ્યાં અને આ સાથે જ સ્થાનિક કક્ષાએ મોદીના વિરોધીઓને પાંખો ઉગી નિકલી. મુખ્યમંત્રી પદે હટાવાતાં નારાજ કેશુભાઈ પટેલના અપ્રત્યક્ષ નેતૃત્વ હેઠળ ગોરધન ઝડફિયા, એ. કે. પટેલ, સુરેશ મહેતા જેવા નેતાઓએ વિદ્રોહનો સ્વર તેજ કરી દીધો. મામલો એ. કે. પટેલના જન્મ દિવસની પાર્ટીથી લઈ દિલ્હી સુધી પહોંચ્યો. લાંબુ ઘમાસાણ ચાલ્યું. એક વાર તો સમગ્ર ભાજપ જાણે મોદી આસપાસ સમેટાઈ ગયું, પણ અડવાણીના અભયદાને મોદીની ખુરશી બચાવી લીધી. એ વાત અલગ છે કે આજે મોદી અને અડવાણીના સંબંધો વડાપ્રધાન પદની દાવેદારી મુદ્દે તંગ મનાય છે.
(5) વિવાદો વચ્ચે નંબર વનનો સિલસિલો
ગોધરા કાંડ અને પછીના તોફાનોને પગલે વિવાદોમાં ઘેરાયેલા મોદીએ આ વિવાદો ઉપરથી લોકોનું ધ્યાન હટાવવા વિકાસનો રસ્તો અપનાવ્યો. તેમણે એક પછી એક ઘણાં દાવા કર્યાં, તો તેમના ઘણા દાવાઓને સમયાંતરે એવૉર્ડો પણ મળ્યાં. ઘણી બાબતોમાં ગુજરાત નંબર વન ન્યું. નંબર વનને મોદીએ મંત્ર બનાવી નાંખ્યું. વાઇબ્રંટ ગુજરાતના નામે જ્યાં ઉત્સવોની શ્રેણીઓ ચલાવાઈ, તો આંતરરાષ્ટ્રીય રોકાણકાર સમ્મેલનો દ્વારા રાજ્યમાં અબજોનું રોકાણ લાવવાની કવાયદ હાથ ધરી. મોટા-મોટા ઉદ્યોગપતિઓએ ગુજરાત તરફ મીટ માંડી. ટાટાનો નૅનો પ્રોજેક્ટ જ્યારે ગુજરાત તરફ આવ્યો, તો મોદીની કાર્યકુશળતની પ્રશંસા ચોતરફ થવા લાગી. મોદીએ આ દરમિયાન સમગ્ર રાજ્યમાં ચારે તરફ વિકાસનો માહોલ તૈયાર કર્યો. જોકે સમયાંતરે વિવા ઊભા થતાં રહ્યાં, જેનો જવાબ મોદીએ સમયાંતરે વિવિધ કક્ષાની ચુંટણીઓ દ્વારા આપ્યો. એટલું જ નહિં, મોદી ગુજરાતમાં એવા એકમાત્ર અને પ્રથમ મુખ્યમંત્રી છે કે જેમણે 2005માં અમદાવાદ મહાનગર પાલિકાની ચુંટણીમાં પ્રચાર કર્યો. તે મોદી જ છે કે જેમની તસવીર ટાઇમ પત્રિકાના કવર પેજે છપાઈ. તેમની કાર્યશૈલી જ તેમની સફળતાનું સૌથી મોટું કારણ છે.
(6) નર્મા બંધ મુ્દે 51 કલાકના ઉપવાસ
મોદી જ્યારે-જ્યારે નબળા પળતાં લાગ્યાં, તેમને હાથ કોઈને કોઈ મજબૂત મુદ્દો જરૂર લાગી જાય. એવો જ એક મુદ્દો હતો નર્મદા બંધનો. કેન્દ્રની યુપીએ સરકાર, સૈફુદ્દીન સોઝ અને મેધા પાટકરની કથિત સાંઠગાંઠને પગલે નર્મદા બંધની ઉંચાઈમાં વિલમ્બ થતો દેખાયો, તો મોદીએ 17મી એપ્રિલ, 2006ના રોજ 51 કલાકના ઉપવાસ આદર્યાં. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં શરુ થયેલ આ હાઈફાઈ ઉપવાસ 29 કલાકમાં જ આટોપાઈ ગયાં. કેન્દ્ર સરકારે ઝુકવું પડ્યું અને મોદીએ તેને ગુજરાતની અસ્મિતા સાથે જોડી દીધું.
(7) સૌથી લાંબા શાસનનો રેકૉર્ડ
મોદીએ જૂન-2006માં ગુજરાતમાં સૌથી લાંબા શાસનનો ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો રેકૉર્ડ તોડી એક નવો રેકૉર્ડ બનાવ્યો. આ તેમના કાર્યકાળનો વધુ એક બહેતર પડાવ હતો. ગુજરાતમાં જીવરાજ મહેતાથી લઈ કેશુભાઈ પટેલ સુધી તેર મુખ્યમંત્રીઓ રહ્યાં. તેમાં એકમાત્ર સોલંકી જ એવા મુખ્યમંત્રી હતાં કે જેમણે ચુંટણીથી ચુંટણી સુધીનો કાર્યકાળ પર્ણ કર્યો હતો. તે પણ પાંચ વર્ષનો નહોતો, પરંતુ મોદીએ એક ડગલું આગળ ચાલી માત્ર સૌથી લાંબા શાસનનો રેકૉર્ડ ન બનાવ્યો, પણ ચુંટણીથી ચુંટણી સુધી શાસનનો રેકૉર્ડ બનાવ્યો અને હવે તેમણે શાસનના 11 વર્ષ પૂર્ણ કર્યાં છે.
(8) મોતના નહીં, મતોના સોદાગર
વિવાદો વચ્ચે વિધાનસભા ચુંટણી 2007 આવી. આ ચુંટણીઓમાં ફરી એક વાર કોમી તોફાનોના નામે મોદીને ભાંડવાનો સિલસિલો ચાલ્યો, તો હવે સોહરાબુ્દીન નકલી એનકાઉંન્ટર જેવા કેસો નવા મુદ્દા તરીકે જોડાઈ ચુક્યા હતાં. ચુંટણી ઝુંબેશનો અડધા કરતાં વધુ ભાગમાં મોદીએ જ્યાં વિકાસને મુદ્દો બનાવવાનો પ્રયત્ન કર્યોં, તો બીજી બાજું કોંગ્રેસનો પ્રચાર મોદી સરકારની ખામીઓની જગ્યાએ તેમની તેમના વિવાદો પર કેન્દ્રિત રહ્યું અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ સ્થાનિક કોંગ્રેસીઓની વાતે દોરવાયાં. તેમણે પ્રચાર ઝુંબેશના છેલ્લા તબક્કે નકલી એનકાઉંટર મુદ્દે મોદીને મોતના સોદાગર ગણાવ્યાં અને આ એક જ વાક્યના બળે મોદીએ પોતાને મતોના સોદાગર તરીકે સાબિત કર્યાં.
(9) 2004માં ફરી પછડાટ
ફરી એક વાર સોળ માસ બાદ લોકસભા ચુંટણી 2009 આવી અને 2004નું જ પુનરાવર્તન થયું. મોદી લોકસભાની બેઠકોમાં માત્ર એક બેઠકનો વધારો કરી શક્યાં અને કોંગ્રેસ પાછી જોશમાં આવી ગઈ, પરંતુ દરેક વખતની જેમ કોંગ્રેસ સતત તેમને બુનિયાદી મુ્દે ઘેરવાની જગ્યાએ વિવાદાસ્પદ મુદ્દે જ ઘેરતી રહી અને તેને ધૂળ ચાટવી પડી. લોકસભા ચુંટણીમાં ભાજપની હારના સો દિવસ બાદ જ થયેલ રાજ્યમાં સાત સીટોની પેટા ચુંટણીઓમાં પાંચ સીટો જીતી મોદીએ ફરી એક વાર પોતાની ગુજરાત ઉપર પક્કડ સાબિત કરી આપી.
(10) સુવર્ણ જયંતી અને સદ્ભાવના
પાંચ કરોડ ગુજરાતીઓથી શરુઆત કરનાર મોદીને માત્ર છહ કરોડ ગુજરાતીઓ બોલવાની જ તક ન મળી, પણ ઇંદૂલાલ યાજ્ઞિકના નેતૃત્વ હેઠળ ચાલેલ મહાગુજરાત અભિયાન દ્વારા નિર્મિત ગુજરાતની સુવર્ણ જયંતીના સરતાજ બનવાનું સૌભાગ્ય પણ તેમણે મળ્યું. ગુજરાતની સ્વર્ણિમ જયંતીએ તેમણે વિપક્ષો સાથ મેળવી વિધાનસભાનું ખાસ સત્ર બોલાવ્યું. ઘણાં કાર્યક્રમો પણ થયાં. મોદી માટે એમ તો હંમેશા બધુ સમ-સુથરુ ચાલતું નથી હોતું. ફરી એક વાર તેઓ વિરોધીઓથી ઘેરાવા લાગ્યાં. કેન્દ્રીય રાજકારણ, હાઈકમાંડના રાજકારણ, અણ્ણા હઝારેના ઉપવાસ આંદોલન જેવા મુદ્દાઓ વચ્ચે પણ મોદી અને વિવાદ ચાલતાં રહ્યાં. હઝારેને બાર દિવસ સુધી ઉપવાસ માટે મજબૂર કરના કોંગ્રેસે ગુજરાતમાં મોી ને લોકાયુક્ત મુદ્દે ઘેરવાની કોશિશ કરી અને રાજભવન દ્વારા લોકાયુક્તની નિમણુંક કરાવી દીધી. મોદી તોફાનો, સંજીવ ભટ્ટ, હરેન પંડ્યા, જાગૃતિ પંડ્યા, નકલ એનકાઉંટર જેવા ઘણા વણઉકલ્યા મુદ્દે જ્યારે પોતાને ઘેરાયેલા અનુભવવા લાગ્યાં, તો તેમણે ફરી એક વાર બ્રહ્માશ્ત્ર છોડ્યું. અત્યાર સુધી સામ્પ્રદાયિક ધ્રુવીકરણના બળે બે ચુંટણીઓ જીતનાર મોદીએ અચાનક સદ્ભાવના મિશનના નામે ત્રણ દિવસના ઉપવાસ કર્યાં અને ફરી એક વાર સમગ્ર ભાજપ લામબંદ થઈ ગયું. મોદીના ઉપવાસને તેમને રાષ્ટ્રીય કક્ષાએ જવા માટેની સીડી ગણાવામાં આવી. આ ઉપવાસમાં ઘણાં લઘુમતીઓને પણ લાવી મોદીએ સૌનો સાથ-સૌનો વિકાસનો નારો આપ્યો. બીજી બાજુ ઉપવાસ સુધી તો અડવાણી 2001થી ચાલી આવતા મોદીના વખાણના સુર ગાતા હતાં, પરંતુ ઉપવાસ ખતમ થતાં જ તેમની જનચેતના યાત્રા મુ્દે મોદી અને અડવાણી વચ્ચે મતભેદના સમાચારો આવ્યાં. આ તમામ વિવાદો વચ્ચે મોદી રવિવારે પોતાના શાસનના 11 વર્ષ પૂર્ણ કરે છે. અનેક વિરોધો છતાં કોઈ શાસનના 11 વર્ષ પૂર્ણ થવાં મોટો ભલે ન હોય, પણ એક મહત્વનો બનાવ તો છે જ.
(11) ગુજરાતનો છેલ્લો પડાવ
ઉપરોક્ત દસ પડાવો અને આ અગિયાર વર્ષોમાં આવેલ તમામ પડકારોમાં પ્રાપ્ત સફળતાનો જો કોઈ સાર હોય, તો તે છે વિકાસ. મોદી ડિસેમ્બરમાં થનાર ચુંટણીઓમાં આ જ વિકાસનો મુદ્દો લઈને ઉતર્યાં છે. પડકારો છે. જેઓ ગઈકાલ સુધી સાથે હતાં. આજે નથી. ગુજરાત ભાજપના ભીષ્મ કેશુભાઈ પટેલે નવી પાર્ટી બનાવી લીધી. સંજય જોશીનો મુદ્દો અને કેન્દ્રીય રાજકારણમાં મોદીનો દખલ. સંઘનો ટેકો જેવા ઘણાં મુ્દાઓ છે. ઘણાં પડકારો છે. ગુજરાત વિધાનસભા ચુંટણી 2012 મોદીના રાજકીય ભાવી માટે સૌથી મોટો પડાવ છે. એમ તો આ મોદી માટે ગુજરાતનો છેલ્લો પડાવ પણ સાબિત થઈ શકે છે. ગુજરાતની જીત તેમને 2014માં એક મોટા નેતા તરીકે રજૂ કરવામાં સહાયક થશે. જો મોદીને દેશની પ્રજા વડાપ્રધાન તરીકે જોવા યોગ્ય સમજતી હોય, તો તેનો માર્ગ ગુજરાતમાંથી જ નિકળશે. મોદીએ 11 વર્ષના શાસનને ભારતોન્મુખી બનાવ્યું છે. તેમના વિકાસથી દેશ પ્રભાવિત છે. વિરોધ પક્ષના આરોપોને બાજુઓ મુકી દઈએ અને પ્રજામતને મહત્વ આપીએ, તો મોદીની 11 વર્ષની સરકારની સૌથી મોટી સિદ્ધિ છે વિકાસ. ક્યારેક હિન્દુત્વ અને ક્યારેક કાર્યશૈલી અંગે ટીકાઓથી ઘેરાતાં મોદી સાથે આજે લોકો વિકાસના મુદ્દે ચર્ચા કરવા પણ તૈયાર થવાં લાગ્યાં છે. વિકાસ થયું કે નથ થયું, તેનો નિર્ણય ગુજરાતની પ્રજાએ કરવો છે અને ડિસેમ્બરમાં તેનો નિર્ણય થઈ પણ જશે. મોદીએ જે કર્યું છ, તે માત્ર દેખાતું જ નથી, બલ્કે મોદી પોતાની બ્રાન્ડિંગ અને આધુનિક ટેક્નોલૉજીના ઉપયોગ વડે પોતાના કાર્યોને પ્રજા સુધી લઈ જવાનો સાહસ ધરાવે છે.