For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IRNSS-1Aનું સફળ લોન્ચિંગ, મોદીએ પાઠવી વૈજ્ઞાનિકોને શુભેચ્છા

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 2 જૂલાઇઃ ભારતના પ્રથમ સમર્પિત નેવિગેશન ઉપગ્રહ, IRNSS -1Aનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું છે, જે બદલ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઇસરોના વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી છે.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર થકી શુભેચ્છા પાઠવતા કહ્યું છે કે, ઇસરોના વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવું છું કે તેમણે ભારતના પહેલા સમર્પિત નેવિગેશન સેટેલાઇટ IRNSS-1Aનું સફળતાપુર્વક લોન્ચિંગ કર્યું છે.

નોંધનીય છે કે ભારતે સફળતાપુર્વક નેવિગેશન સેટેલાઇટ IRNSS-1Aનું અંતરિક્ષમાં લોન્ચિંગ કર્યું. આ સેટેલાઇટ ભારતનું પોતાનું અને પહેલું નેવિગેશનલ સેટેલાઇટ છે. જેને સોમવારે શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી છોડવામાં આવ્યું. તેનાથી ભારતના સમુદ્રી નૌવહન માટે બીજા દેશો પરની નિર્ભરતા ખતમ થઇ જશે.

આ સેટેલાઇટથી ધરતી, આકાશ અને સમુદ્રમાં પાડોશી દેશોની નજીક પણ દેખરેખ રાખી શકાશે. આ સેટેલાઇટ ભારતીય સીમાથી 1500 કિમીના દાયરામાં નજર રાખવાની ક્ષમતા ધરાવે છે. જેથી પાકિસ્તાન અને ચીન, ભારતની સીધી દેખરેખના દાયરામાં આવી જશે. 2015 સુધી ભારત આ સિરિઝના સાત સેટેલાઇટ છોડશે. સેટેલાઇટના સફળ લોન્ચિંગથી ઇસરોના વૈજ્ઞાનિક ઘણા ઉત્સાહિત છે.

મોદીનું ટ્વિટ

મોદીનું ટ્વિટ

IRNSS-1Aનું સફળ લોન્ચિંગ થયા બાદ મોદીએ વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવતી ટ્વિટ કરી હતી.

નેવિગેશન સેટેલાઇટ IRNSS-1Aનું અંતરિક્ષમાં લોન્ચિંગ

નેવિગેશન સેટેલાઇટ IRNSS-1Aનું અંતરિક્ષમાં લોન્ચિંગ

ભારતે સફળતાપુર્વક નેવિગેશન સેટેલાઇટ IRNSS-1Aનું અંતરિક્ષમાં લોન્ચિંગ કર્યું. આ સેટેલાઇટ ભારતનું પોતાનું અને પહેલું નેવિગેશનલ સેટેલાઇટ છે. જેને સોમવારે શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી છોડવામાં આવ્યું.

પાડોશી દેશોની નજીક પણ રાખી શકાશે દેખરેખ

પાડોશી દેશોની નજીક પણ રાખી શકાશે દેખરેખ

સેટેલાઇટથી ધરતી, આકાશ અને સમુદ્રમાં પાડોશી દેશોની નજીક પણ દેખરેખ રાખી શકાશે. આ સેટેલાઇટ ભારતીય સીમાથી 1500 કિમીના દાયરામાં નજર રાખવાની ક્ષમતા ધરાવે છે. જેથી પાકિસ્તાન અને ચીન, ભારતની સીધી દેખરેખના દાયરામાં આવી જશે.

English summary
modi tweeted that, Congratulations to scientists of ISRO on successful launch of India's 1st dedicated navigation satellite, IRNSS 1A.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X