For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને એસનસીપી લીડર શંકરસિંહ વાઘેલા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ લોકસભા ચૂંટણી નથી લડવા માંગતા.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને એસનસીપી લીડર શંકરસિંહ વાઘેલા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ લોકસભા ચૂંટણી નથી લડવા માંગતા. પરંતુ તેની સાથે તેમને દાવો પણ કર્યો છે કે કેન્દ્રમાં ફરીથી મોદી સરકાર નહીં. તેમને કહ્યું કે ભાજપ આ વખતે ફક્ત 150 સીટો જ જીતી શકશે. ભાજપ સિવાયના દળોને 350 જેટલી સીટો મળશે.

આ પણ વાંચો: 16મી લોકસભામાં એલકે અડવાણીનું પ્રદર્શન રહ્યું હતું સૌથી ખરાબ

આખરે કેમ લોકસભા ચૂંટણી નથી લડવા માંગતા?

આખરે કેમ લોકસભા ચૂંટણી નથી લડવા માંગતા?

શંકરસિંહ વાઘેલાએ આ વાતો એનસીપી કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન કહી. જ્યાં તેમને કહ્યું કે મારી ઈચ્છા ચૂંટણી લડવાની નથી, પરંતુ તેઓ એનસીપીને મદદ ચોક્કસ કરશે. આપને જણાવી દઈએ કે એનસીપી સાથે જોડાતા પહેલા શંકરસિંહ વાઘેલા ઘ્વારા ઘોષણા કરવામાં આવી હતી કે તેઓ લોકસભા ચૂંટણી લડશે, પરંતુ હવે વાઘેલાએ જાતે જ ચૂંટણી લડવાની ના પાડી છે.

ભાજપા સરકાર માર્કેટિંગ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે

ભાજપા સરકાર માર્કેટિંગ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે

કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન શંકરસિંહ વાઘેલા ઘ્વારા જણાવવામાં આવ્યું કે એનસીપી કાર્યાલય પ્રફુલ પટેલ ઘ્વારા ખોલવામાં આવ્યું છે. આ કાર્યાલય કાર્યકર્તાઓની ઈચ્છાથી ફરી ખોલવામાં આવ્યું છે. વાઘેલાએ સરકાર પર આરોપ લગાવ્યો કે તેઓ માર્કેટિંગ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે. દેશના શહીદોની શહાદત ભૂલીને દેશના નેતાઓએ હોળી રમી છે. તેમને દાવો કર્યો છે કે વર્ષ 2019 દરમિયાન એનડીએ સરકાર નહીં બને.

એનસીપીએ ગુજરાતમાં 4 સીટોની માંગ કરી

એનસીપીએ ગુજરાતમાં 4 સીટોની માંગ કરી

વાઘેલાએ કહ્યું કે એનસીપીએ ગુજરાતમાં 4 સીટોની માંગ કરી છે, પરંતુ અંતિમ નિર્ણય કોંગ્રેસ લેશે. શંકરસિંહ વાઘેલાએ આગળ કહ્યું કે ભાજપ સરકાર તેમના 5 વર્ષનો હિસાબ આપવાને બદલે કોંગ્રેસના 70 વર્ષનો હિસાબ માંગી રહી છે. 5 વર્ષમાં લોકોનો વ્યવસાય બંધ થઇ ગયો. બેરોજગારી વધી છે. તેમને કહ્યું કે જો લોકોને ચોકીદાર જ બનવું છે, તો ભાજપના લોકો ચૂંટણી જ કેમ લડે છે.

English summary
Modi's government isn't coming again: says Shankar Singh Vaghela
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X