16મી લોકસભામાં એલકે અડવાણીનું પ્રદર્શન રહ્યું હતું સૌથી ખરાબ

16મી લોકસભામાં એલકે અડવાણીનું પ્રદર્શન રહ્યું હતું સૌથી ખરાબ

ગાંધીનગરઃ ભાજપના પીઢ નેતાઓમાંના એક લાલ કૃષ્ણ અડવાણીને લોકસભા ચૂંટણી 2019 માટે ટિકિટ આપવામાં આવી નથી. જણાવી દઈએ કે 16મી લોકસભામાં તેઓ ગાંધીનગર વિધાનસભા મતવિસ્તારમાંથી સાંસદ છે. ભારત સરકારમાં તેઓ અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ પર ફરજ બજાવી ચૂક્યા છે. 2002થી 2004 સુધી તેઓએ દેશના નાયબ વડાપ્રધાન તરીકે પણ ફરજ બજાવી છે. તેઓ ભારતના રક્ષામંત્રી, ગૃહ મંત્રી, વિદેશ મંત્રી જેવા મહત્વપૂર્ણ હોદ્દા પર પણ ફરજ બજાવી ચૂક્યા છે. તેમનો જન્મ 8 નવેમ્બર 1927ના રોજ કરાંચી (હાલનું પાકિસ્તાન)માં થયો હતો.

lk advani

ઉલ્લેખનીય છે કે સાંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ દરેક સંસદ પોતાના મતવિસ્તારમાં વિકાસનાં કાર્યો કરવા માટે 25 કરોડના હકદાર બની જાય છે. અડવાણી દ્વારા 29.59 કરોડ રૂપિયાની ભલામણ કરવામાં આવેલ હતી, જો કે જિલ્લા અધિકારી દ્વારા 21.23 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાંથી 20 કરોડ રૂપિયા ભારત સરકાર દ્વારા ફાડવવામાં આવ્યા હતા. ગાંધીનગર લોકસભા મતવિસ્તારના વિકાસ કાર્યો માટે વ્યાજ સહિત કુલ 24.29 કરોડ રૂપિયા મળ્યા હતા, જેમાંથી ડિસ્ટ્રિક્ટ ઑથોરિટી દ્વારા 19.45 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે જ્યારે ડિસ્ટ્રિક્ટ ઑથોરિટી પાસે હજુ પણ 4.84 કરોડ રૂપિયાનું ભંડોળ પડ્યું છે.

સંસદમાં લાલ કૃષ્ણ અડવાણીની કુલ 92 ટકા હાજરી છે. બની શકે કે તેમની ઉંમરને કારણે પણ તેમનું પરફોર્મન્સ અન્ય સાંસદોની સરખામણીએ નબળું રહ્યું. 16મી લોકસભામાં તેમણે માત્ર 1 જ ડિબેટમાં ભાગ લીધો હતો જ્યારે તેમણે સંસદમાં એકપણ પ્રશ્ન નહોતો પૂછ્યો અને એકપણ પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ નહોતાં કર્યાં.

આ પણ વાંચો- સાંસદ ડૉ. ભારતીબેન શિયાળે ભાવનગરના વિકાસ માટે વાપર્યા 15.59 કરોડ રૂપિયા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X