For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્યા હુમલામાં 7 ભારતીઓના મોત, મોદીએ લખ્યો PMને પત્ર!

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 23 સપ્ટેમ્બર :નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન મનમોહન સિંહને ચિઠ્ઠી લખીને કેન્યાની રાજધાની નૈરોબીના મોલમાં થયેલા આતંકવાદી હુમલામાં પ્રભાવિત ભારતીયોની મદદ માટે વડાપ્રધાનને અપીલ કરી છે. મોદીએ ચિઠ્ઠીમાં વડાપ્રધાનને કેન્યામાં રહી રહેલા ભારતીઓની સુરક્ષાને લઇને કડક પગલા ઉઠાવવાની માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નેરોબીના મોલમાં આતંકી હુમલામાં સાત ગુજરાતીઓના મોત થયા છે. જોકે અધિકારીક રીતે હજી માત્ર ત્રણ ભારતીઓના મોતની ખરાઇ થઇ છે.

modi
આ શોપિંગ મોલમાં થયેલા આતંકી હુમલામાં મરનારા લોકોમાં 7 ગુજરાતી નાગરિકોનો સમાવેશ થાય છે જેમની સાથે મરનારની સંખ્યા 68 થઇ ગઇ છે જ્યારે 175થી વધારે લોકો આ હુમલામાં ઘાયલ થયા છે. નેરોબીના વેસ્ટગેટનો આ મોલ શનિવારે એ સમયે ગોળીઓથી ગુંજી ઉઠ્યો જ્યારે જેહાદના નામે લોકોનું કત્લેઆમ કરતા આતંકવાદીઓનું એક ટોળું મોલમાં ધસી આવ્યું. તેમણે મોલમાં અંધાધૂંધ ગોળીઓ વરસાવી અને ચોરતરફ લાશો ઢાળી દીધી.

કહેવાય છે કે કેન્યામાં મોટા ભાગના ગુજરાતના રહેનારા છે, અને તેના કારણે મૃતકોની સંખ્યામાં ગુજરાતીઓ વધારે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મોલ કચ્છના ઉદ્યોગપતિ લક્ષ્મણભાઇ એન્ડ કંપનીએ બનાવડાવ્યો હતો.

નૈરોબી આતંકવાદી હુમલામાં 7 ગુજરાતીઓના મોત થયા છે જેમના નામની યાદી આ પ્રમાણે છે:
1. મિતુલ શાહ(જામનગર)
2. રાજેન સોલંકી(જામનગર)
3. અનુજ શાહ(જામનગર)
4. જ્યોતિ વાયા(રાજકોટ)
5. માલતિ વાયા(રાજકોટ)
6. નેહા મશરૂ(જામનગર)
7. નેહલ વાકેરિયા(ભુજ)

English summary
Narendra Modi has written letter to prime minister Manmohan singh about terrorist attack in Kenya.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X