ઓબામા નહીં મોદીએ આપ્યું'તું 'વી કેન'નું સૂત્ર, રજૂ કરાયો વીડિયો

ગાંધીનગર, 13 ઑગસ્ટઃ હૈદરાબાદમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સભાને સંબોધન કરતી વખતે અંતમાં એક સૂત્ર વહેતુ કર્યું હતું. જેમાં મોદી કહે હતું, "Yes, we can! Yes, we will do!" આ સૂત્ર બોલ્યાના થોડાક સમય બાદ જ, તેને લઇને કોંગ્રેસ દ્વારા ટીકાઓ કરવાની શરૂઆત થઇ ગઇ હતી. કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે મોદીને 'દેશી ઓબામા' કહીંને પણ સંબોધ્યા હતા. જો કે, હવે મોદાના સમર્થકો દ્વારા એક સોશિયલ સાઇટ યુ ટ્યુબમાં એક વીડિયો વહેતો કર્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા પહેલા આ સૂત્ર નરેન્દ્ર મોદી દ્વારા બોલવામાં આવ્યું હતું. આ સૂત્ર મોદી દ્વારા નવ વર્ષ પહેલા બોલવામાં આવ્યું હતું.

યુ ટ્યુબ પર આ વીડિયો આઇસપોર્ટનમો દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. જેમાં નરેન્દ્ર મોદીની વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2004નું ભાષણ છે. આ ભાષણમાં મોદી કહીં રહ્યાં છે, "Gujarat can and Gujaratis will." એટલે કે ગુજરાત કરી શકે છે અને ગુજરાત કરશે. નોંધનીય છે કે, એ સમયે મોદી સાથે તત્કાળ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીએ પણ સ્ટેજ શેર કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રવિવારે હૈદરાબાદ ખાતે યોજાયેલી સભામાં અંદાજે એક લાખ લોકોની હાજરી વચ્ચે મોદીએ એક દમદાર ભાષણ કર્યું હતું અને કોંગ્રેસ તથા યુપીએ સરકારની નિષ્ફળતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા તેમજ 2014માં કેન્દ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર આવે તે માટે હાજર મેદની મોદીએ કહ્યું હતું કે, "Yes, we can! Yes, we will do!" ત્યાર બાદ કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે ટ્વિટ કર્યું હતું અને કહ્યું હતું કે, હવે આપણી પાસે દેશી ઓબામા છે, જે ફેકુ છે. ભાજપન ચૂંટણી પ્રચાર સમિતિના પ્રમુખે અમેરિકન કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલું ભાષણ વાંચવામાં આવ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X