For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ ટ્રમ્પને મહાત્મા ગાંધીના 3 વાંદરાની કહાની જણાવી

મોદીએ ટ્રમ્પને મહાત્મા ગાંધીના 3 વાંદરાની કહાની જણાવી

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ભારતના બે દિવસીય પ્રવાસ પર આવેલા અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આજે અમદાવાદ પહોંચી ગયા છે, રેડ કાર્પેટ પર ટ્રમ્પ અને મેલેનિયા ટ્રમ્પનું સ્વાગત કરવામાં આવ્યું. પીએમ મોદીએ ગળે મળી ટ્રમ્પનું સ્વાગત કર્યું અને મેલેનિયા સાથે પણ હાથ મિલાવ્યો. ટ્રમ્પની સાથે તેમની દીકરી ઈવાંકા ટ્રમ્પ અને 12 સભ્યોનું એક પ્રતિનિધિમંડળ પણ છે. પીએમ મોદી અને ટ્રમ્પનો કાફલો એરપોર્ટથી સીધો સાબરમતી આશ્રમ પહોંચ્યો હતો. આશ્રમમાં ટ્રમ્પે મહાત્મા ગાંધીનો ચરખો ચલાવ્યો. જે બાદ પીએમ મોદીએ તેમને બાપુના ત્રણ વાંદરાઓની પ્રતિમા વિશે પણ જણાવ્યું.

donald trump

ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સાદગી, વિચાર અને આઝાદીના વિવિધ આંદલનોમાં તેમની ભૂમિકાની કહાની તો તમે ખુબ સાંભળી હશે પરંતુ શું તમે તેમના ત્રણ વાંદરાની કહાની સાંભળી છે. બાપુના આ ત્રણ વાંરા 'ખરાબ ના જુઓ', 'ખરાબ ના બોલો' અને 'ખરાબ ના બોલો' સિદ્ધાંતને દર્શાવે છે. પીએણ મોદીએ ટ્રમ્પ અને તેમની પત્નીને વાંદરાની પ્રતિમા દેખાડતા તે વિશે જણાવ્યું.

જણાવી દઈએ કે અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની યાત્રા કરનાર સાતમા પ્રેસિડેન્ટ છે. ટ્રમ્પ પહેલા અમેરિકી પ્રેસિડેન્ટ ડ્વાઈડ આઈજનહાવર વર્ષ 1959માં ભારતની યાત્રા પર આવ્યા હતા. વર્ષ 1978માં અમેરિકાના તત્કાલીન પ્રેસિડેન્ટ જિમ્મી કાર્ટર ભારત આવ્યા હતા. જે બાદ બિલ ક્લિંટન વર્ષ 2000માં ભારત આવ્યા હતા. વર્ષ 2006માં જ્યોર્ડ ડબલ્યૂ બુશે ભારતનો પ્રવાસ ખેડ્યો હતો અને 2010માં અને 2015માં બરાક ઓબામા પણ ભારતનો પ્રવાસે આવ્યા હતા.

Trump India Visit: ટ્રમ્પ જેમાં આવી રહ્યા છે તે દુનિયાના સૌથી શક્તિશાળી એરક્રાફ્ટ વિશે જાણોTrump India Visit: ટ્રમ્પ જેમાં આવી રહ્યા છે તે દુનિયાના સૌથી શક્તિશાળી એરક્રાફ્ટ વિશે જાણો

English summary
modi tells story of 3 monkeys of mahatma gandhi to trump
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X