For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના જુના જોગીઓને પરિપાટીએ લાવ્યા નજીક

|
Google Oneindia Gujarati News

modi-keshubhai-vaghela
ગાંધીનગર, 23 જાન્યુઆરીઃ 20 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું અને ભાજપ ફરીથી સત્તારૂઢ થયું. આજે એટલે કે 23 જાન્યુઆરીએ નવી વિધાનસભાનું પહેલું સત્ર મળ્યું. જેમાં એકસમયના જુના જોગી અને ચૂંટણી દરમિયાન એક-બીજાના કટ્ટરવિરોધી બની ગયેલા રાજનેતાઓ એક જ પરિસરમાં એકસાથે જોવા મળ્યા.

શંકરસિંહ વાઘેલા, કેશુભાઇ પટેલ અને નરેન્દ્ર મોદી આમ તો એક-બીજાના કટ્ટર વિરોધી છે. એકબીજાના પર અનેકવાર આરોપ પ્રત્યારોપ કરવામાં આવ્યા છે અને ચૂંટણી દરમિયાન અને ચૂંટણીનો માહોલ જ્યારથી સર્જાયો ત્યારથી રાજ્યના ટોચના ત્રણેય નેતાઓ વચ્ચે એવો વિરોધ હતો કે હવે પછી તેઓ ક્યારેય એક સાથે જોવા નહીં મળે તેમ જણાતું હતું, પરંતુ પ્રથમ વિધાનસભા સત્ર દરમિયાન આ જ ત્રણેય નેતાઓ અને જૂના મિત્રો ફરી એકસાથે છે.

ભલે તેઓના પક્ષ અને માર્ગ અલગ હોય પરંતુ લોકશાહીના બંધારણે તેમને એક છત નીચે એક પરિસરમાં એકસાથે બેસવા માટે મજબૂર કર્યાં છે. 23 જાન્યુઆરીએ 13મી વિધાનસભાનું પહેલું સત્ર મળ્યું ત્યારે વજુભાઇ વાળાને અધ્યક્ષપદી ખુરશી સુધી લઇ જવા માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા ઉભા થયા હતા અને ખુરશી સુધી લઇ ગયા હતા. આ ઘટનાએ જૂની કેટલીક ઘટનાઓ એ કાર્યકર્તાઓ અને રાજકીય તજજ્ઞોને યાદ અપાવી દીધી હશે કે એક સમયે આ બન્ને નેતાઓ વચ્ચે કેટલા સારા સંબંધો હતા.

બીજી તરફ પરિસરમાં શંકરસિંહ વાઘેલા, કેશુભાઇ પટેલ અને નરેન્દ્ર મોદી પણ એક સાથે એક જ છત નીચે જોવા મળ્યા જે ઘણા સમયથી જોવા મળ્યું નહોતું.

English summary
three old party member who turn enemy seating in first seasson of gujarat assembly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X