૧૧ ઓક્ટોબરે પાવાગઢમાં મોદીની વિકાસયાત્રાનું સમાપન

વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવ્યા બાદ કૌશિક પટેલના સરકારી બંગલા ખાતે ચૂંટણી સબંધિત બેઠક મળી હતી. જેમાં ભાજપના અગ્રણી નેતા અરૂણ જેટલી, બલવિર પૂંજ તથા ઓમ માથુર હાજર રહ્યાં હતા. તેમજ ગુજરાતના અગ્રણી નેતાઓ અને અમિત શાહે પણ આ બેઠકમાં હાજરી આપી હતી. બેઠકમાં 11 ઓક્ટોબરે પાવાગઢ ખાતે વિવેકાનંદ વિકાસયાત્રાના સમાપન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સમાપન ભવ્ય અને વૈવિધ્યપૂર્ણ રહે તે માટેની જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે.
સાત ઓક્ટોબરે મોદી સરકારને 11 વર્ષ પૂર્ણ થયા છે. જેની ઉજવણી અને સન્માન કાર્યક્રમ પણ યાત્રાના સમાપન સમારોહ દરમિયાન કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
