મોદી મણીનગરના બદલે એલીસબ્રિજથી ચૂંટણી લડે તેવી શક્યતા

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર છેલ્લી બે વિધાનસભાની બેઠકમાં નરેન્દ્ર મોદી મણીનગરની બેઠક પરથી ચૂંટણી લડતા આવ્યાં છે, જો કે આ વખતે તેઓ અન્ય સુરક્ષિત બેઠક પરથી ચૂંટણી લડવાની યોજના બનાવી રહ્યાં છે, તેમની આ યોજના પાછળ અન્ય બેઠકોના ચૂંટણી પ્રચારમાં ધ્યાન આપી શકવાની તેમની વિચારણા હોવાનું સૂત્રોનું કહેવું છે.
સૂત્રોએ જણાવ્યું છે કે નવી બેઠક માટે મોદીએ પક્ષના અન્ય સાથીઓને પોતાના માટે નવી બેઠક અંગે ધ્યાન આપવા અંગે કહ્યું છે. શહેરી વિસ્તારમાં પોતાની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને તેઓ અમુક શહેરી વિસ્તારની બેઠકોમાં રસ દર્શાવી રહ્યાં છે. તેમજ નવા સીમાંકન બાદ સરખેજ અલગ થઇ જવાના કારણે મોદી મણીનગરના બદલે એલીસબ્રીજ અથવા ઘાટલોડિયાથી ચૂંટણી લડશે.












Click it and Unblock the Notifications
