આજે બાલ ઠાકરેના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે મોદી

રવિવારે સવારે લગભગ 10 વાગ્યા બાદ તેઓ મુંબઇમાં ઠાકરે પરિવારને મળવાના છે અને તેમને સાંત્વના અને દિલસોજી પાઠવવાના છે.
ઉલ્લેખનીય છે કે બાળા સાહેબ ઠાકરેનું હૃદય રોગનો હુમલો થવાથી નિધન થયું છે. તે 86 વર્ષના હતા. છેલ્લા ઘણા સમયથી બિમાર હતા. તેમણે શનિવારે 17 નવેમ્બર, 2012ના રોજ બપોરે 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.
તેમને શ્રધ્ધાંજલિ આપતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દેશે એક સ્નેહી વ્યક્તિ ગુમાવ્યા છે, પરંતુ મે એક માર્ગદર્શક, સ્વનજ ગુમાવ્યા છે. મારા પ્રત્યે તેમને અપાર સ્નેહ રહ્યો છે. હું બાળા સાહેબને આદરપૂર્વક અંજલિ અર્પુ છું.












Click it and Unblock the Notifications
