For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્વિટર પર મોદીના ફોલોઅર્સની સંખ્યા 1 મિલિયન

By Super
|
Google Oneindia Gujarati News

twitter-modi
ગાંધીનગર, 24 ઑક્ટોબરઃ ટ્વિટર પર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. ટ્વિટર પર મોદીની આ લોકપ્રયિતાનો આંક વધીને 1 મિલિયનના ઐતિહાસિક આંકડાને વટાવી ગયો છે.

23 ઑક્ટોબરે નવરાત્રીના છેલ્લા નોરતે અને દશેરાને એક દિવસ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ટ્વિટર પરના ફોલોઅર્સનાં આંકે ઐતિહાસિક 1 મિલિયનના માર્કને વટાવી દીધો છે. મોદી આજે દેશના સૌથી લોકપ્રિય રાજ નેતા તો છે જ પણ સાથો સાથ સોશિયલ મીડિયામાં પણ તેમની લોકપ્રિયતાનો ગ્રાફ ઉંચો જઇ રહ્યો છે. જેના કારણે નેટિઝન્સમાં તેઓ 'કિંગ ઓફ સોશિયલ મીડિયા'ના હુલામણા નામે જાણીતા બન્યા છે.

આ રીતે રચ્યો ઇતિહાસ

મોદીએ 2009માં એ સમયે ટ્વિટર પર પોતાનુ એકાઉન્ટ ખોલ્યું હતું જ્યારે બહું ઓછા રાજકીય નેતાઓ ટ્વિટર પર કાર્યરત હતા. તેમણે જ્યારથી શરૂઆત કરી ત્યારથી તેમણે ટ્વિટર પર બીન વિવાદિત, અસરકારક અને માહિતીપ્રદ ટ્વિટ્સ કરી. તેથી દર વર્ષે તેમના ટ્વિટર ફોલોઅર્સની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો.

2009માં તેમના ફોલોઅર્સની સંખ્યા હજારોમાં જ હતી પરંતુ વર્ષ પસાર થતા 2010માં આ આંક લાખોમાં થઇ ગયો હતો અને નવેમ્બર 2011માં તે 4 લાખના આંકને વટાવી ગયો હતો, ત્યારપછી ટ્વિટર પર પ્રસિદ્ધિ મેળવવામાં તેમણે પાછું વળીને જોયું નથી. નવેમ્બર 2011થી નવેમ્બર 2012 વચ્ચે તેમના ફોલોઅર્સ ઇતિહાસ રચ્યો, આ સમયગાળામાં છ લાખ કરતા પણ વધુ ફોલોઅર્સ થયા અને એક મિલિયનનો ઐતિસાહિક આંક તેઓ પાર કરી ગયા.

English summary
On Tuesday 23rd October 2012 during the auspicious Navratri period and a day before Dussehra, Shri Narendra Modi’s Twitter following crossed the historic 1 million mark!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X