For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મોરબી પુલ પર 20-25 લોકો જતા હતા, આ વખતે 400 મોકલ્યા', અધિકારીનો દાવો - ફિટનેસ સર્ટિફિકેટ વિના ખોલ્યો બ્રિજ

અધિકારીઓનો દાવો છે કે પુલને એક સપ્તાહ પહેલા ફિટનેસ સર્ટિફિકેટ વગર ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના મોરબીમાં રવિવારે સાંજે મચ્છુ નદી પર એક ઝુલતો પુલ પડવાથી 141 લોકોના મોત થઈ ગયા છે. આ દૂર્ઘટનામાં બ્રિજ મેનેજમેન્ટ કંપની સામે કેસ નોંધવામાં આવ્યો છે. મોરબીના નાગરિક નિગમ પ્રમુખે દાવો કર્યો છે કે અધિકારીઓની અનુમતિ વિના પુલને ફરીથી ખોલવામાં આવ્યો હતો. અધિકારીઓનો દાવો છે કે પુલને એક સપ્તાહ પહેલા ફિટનેસ સર્ટિફિકેટ વગર ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પુલ માર્ચ 2022થી બંધ હતો. પુલની જાળવણી માટે જવાબદાર મેનેજમેન્ટ એજન્સી સામે કેસ નોંધવામાં આવ્યો છે. તેમની સામે આઈપીસીની કલમ 304, 308 અને 114 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

પહેલા માત્ર 20થી 25 લોકો જ આવતા હતા

પહેલા માત્ર 20થી 25 લોકો જ આવતા હતા

ઈન્ડિયા ટુડે મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ઓફિસર સંદીપ સિંહે સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં જણાવ્યુ હતુ કે રવિવારે ભરચક બ્રિજને 'ફિટનેસ સર્ટિફિકેટ' આપવામાં આવ્યુ ન હતુ. સંદીપ સિંહે જણાવ્યુ કે, આ બ્રિજ પર માત્ર 20થી 25 લોકો જ આવતા હતા. આ બ્રિજ પર અમે એકસાથે 20થી 25 લોકોને મોકલતા હતા, આ કાયમથી ચાલતુ આવ્યુ છે.

ઘટનાના દિવસે 400-500 લોકો આવ્યા...

ઘટનાના દિવસે 400-500 લોકો આવ્યા...

મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ઓફિસર સંદીપ સિંહે જણાવ્યુ હતુ કે, 'તેમની (કંપનીની) બેદરકારીને કારણે ગઈ કાલે આ અકસ્માત થયો હતો. એક સાથે ઘણા બધા લોકોને મોકલવામાં આવ્યા હતા. એક સમયે લગભગ 400-500 લોકો ત્યાં પહોંચી ગયા હતા. કંપનીએ તેના વિશે કોઈ માહિતી આપ્યા વિના રજાના દિવસોમાં તેને ફરીથી ખોલી દીધુ હતુ. અમને જાણ કરવામાં આવી ન હતી કે તે નવીનીકરણ કરવામાં આવ્યુ હતુ કે નહિ અને ઘણા લોકોને એકસાથે મોકલવામાં આવ્યા હતા. જેના કારણે અકસ્માત થયો હતો.'

મોરબી નગરપાલિકાએ સર્ટિફિકેટ આપ્યુ નહોતુ તોપણ...

મોરબી નગરપાલિકાએ સર્ટિફિકેટ આપ્યુ નહોતુ તોપણ...

નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહે વધુમાં જણાવ્યુ હતુ કે, મોરબી નગરપાલિકાએ પ્રમાણપત્ર આપ્યુ નથી. તેમણે કહ્યુ કે બ્રિજના રિનોવેશન પછી કંપનીએ સિવિક બોડીને જાણ કરવાની જરૂર હતી અને સર્ટિફિકેટ માન્ય છે કે નહીં તે તપાસ કરવામાં આવશે. મે આને પ્રમાણપત્ર નથી આપ્યુ. પછી દિવાળીની રજાઓ હતી. અને પછી અચાનક ગઈકાલે આ અકસ્માત થયો. સૂત્રોએ જણાવ્યુ કે એફઆઈઆર નોંધવામાં આવી છે પરંતુ તેમાં કોઈનુ નામ નથી. અધિકારીઓએ જણાવ્યુ કે અકસ્માતમાં જે પણ સામેલ હશે તેની સામે કેસ નોંધવામાં આવશે.

English summary
Morbi Bridge Collapse: Fitness certificate' was not issued 400-500 people at a time says civic body chief.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X