For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Morbi bridge Collapse : ઝૂલતો પુલ અચાનક નથી પડ્યો, બે વર્ષ પહેલા રચાયું હતું ષડયંત્ર

Morbi bridge Collapse : મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં સરકારી આંકડા મુજબ 135 લોકોના મોત થયા છે. જો તમે એવું વિચારી રહ્યા છો કે, આ એક દુર્ઘટના છે અને તે અકસ્માતે બની છે, તો તમે હજુ પણ અંધારામાં છો.

|
Google Oneindia Gujarati News

Morbi bridge Collapse : મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં સરકારી આંકડા મુજબ 135 લોકોના મોત થયા છે. જો તમે એવું વિચારી રહ્યા છો કે, આ એક દુર્ઘટના છે અને તે અકસ્માતે બની છે, તો તમે હજુ પણ અંધારામાં છો. આ ખતરનાક દુર્ઘટનાના કાવતરાની શરૂઆત બે વર્ષ પહેલા જ થઇ ગઇ હતી. આ ઘટનાના જવાબદાર પણ બેદરકાર અધિકારીઓએ કોઇ ધ્યાન આપ્યું નહીં અને આ દુર્ઘટના ઘટી હતી, જેમાં 135 નિર્દોષે પોતાનો જીવ ગુમાવ્યો.

આ ઘટનાને ફક્ત 135 લોકોના મોતથી નજરે ન જોતા આ દુર્ઘટનામાં 135 પરિવારો ઉજ્જડ થયા છે, તેવી નજરે જોઇને જવાબદારોને કડક સજા થાય તેવી ઉગ્ર માંગ કરવી પડશે. કારણ કે, જવાબદાર લોકો જાડી ચામડીના અને ઉંચી વગવાળા છે, માટે ન્યાય માટે લાંબી લડત લડવાની પણ જરૂર પડશે.

આ કારણે આટલો મોટો અકસ્માત સર્જાયો

આ કારણે આટલો મોટો અકસ્માત સર્જાયો

મોરબીના ઝૂલતા પુલની જાળવણી અને સમારકામની જવાબદારી સંભાળતી ઓરેવા કંપનીનો જાન્યુઆરી, 2020નો પત્ર સામે આવ્યો છે. આપત્ર મોરબી જિલ્લા કલેક્ટરને લખવામાં આવ્યો હતો.

જેમાં કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમે કામચલાઉ સમારકામ કરીને પુલનેખુલ્લો મૂકીશું. આ પત્ર બાદ પણ અધિકારીઓ મૌન રહ્યા, જેના કારણે આટલો મોટો અકસ્માત સર્જાયો હતો.

કંપની અને વહીવટી તંત્ર વચ્ચેની લડાઈનો ભોગ બની જનતા

કંપની અને વહીવટી તંત્ર વચ્ચેની લડાઈનો ભોગ બની જનતા

જાન્યુઆરી 2020ના આ પત્રમાં એવી બાબતો સામે આવી છે, જે સૂચવે છે કે, બ્રિજના કોન્ટ્રાક્ટને લઈને કંપની અને જિલ્લા વહીવટી તંત્રવચ્ચે લડાઈ ચાલી રહી હતી.

પત્રમાં ખુલાસો થયો છે કે, ઓરેવા ગ્રૂપ ઝૂલતા પુલની જાળવણી માટે કાયમી કોન્ટ્રાક્ટ ઇચ્છતું હતું.

જૂથેજણાવ્યું હતું કે, જ્યાં સુધી તેઓને કાયમી કોન્ટ્રાક્ટ આપવામાં ન આવે, ત્યાં સુધી તેઓ પુલ પર કામચલાઉ સમારકામ કરવાનું ચાલુ રાખશે.તે એમ પણ જણાવે છે કે, ઓરેવા ફર્મ બ્રિજના સમારકામ માટે સામગ્રી મંગાવશે નહીં અને તેમની માંગ પૂરી થયા પછી જ તેઓ કામ પૂર્ણકરશે.

માર્ચમાં આપવામાં આવ્યો કાયમી કરાર

માર્ચમાં આપવામાં આવ્યો કાયમી કરાર

તમામ બેદરકારી બાદ પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઓરેવા ગ્રુપને જ કાયમી ટેન્ડર આપવામાં આવ્યું હતું. જાન્યુઆરી 2020માં જાહેરકરવામાં આવેલા આ પત્ર બાદ પણ, ઝૂલતા પુલના સંચાલન અને જાળવણી માટે ઓરેવા જૂથ સાથે 15 વર્ષ માટે કરાર કરવામાં આવ્યોહતો.

માર્ચ 2022 માં મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અજંતા ઓરેવા કંપની વચ્ચે કરાર કરવામાં આવ્યો હતો. આ કરાર 2037 સુધીમાન્ય હતો.

મોરબી નગરપાલિકાની બેદરકારી

મોરબી નગરપાલિકાની બેદરકારી

ઝૂલતા પુલ અકસ્માત બાદ મોરબી નગરપાલિકાએ અકસ્માતની જવાબદારી લેવાનું સંપૂર્ણપણે નકાર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર,મ્યુનિસિપલ ઓફિસર સંદીપ સિંહે જણાવ્યું હતું કે, ઓરેવા ગ્રુપે કોન્ટ્રાક્ટના નિયમો અને શરતોનું ઉલ્લંઘન કર્યું છે.

તેમણે પાલિકાને જાણ કર્યાવગર પાંચ મહિનામાં બ્રિજ ખુલ્લો મુક્યો હતો. આ સાથે તેમનું કહેવું છે કે, બ્રિજ અંગે તેમની તરફથી કોઈ પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યુંનથી.

હવે સવાલ એ છે કે, મોરબી નગરપાલિકાને પાંચ મહિના સુધી ખબર કેમ ન પડી કે ઝૂલતો પુલ તેમની મંજૂરી વગર ખુલ્લો મુકાયો છે.જો તેમને આ વાતની જાણ હતી, તો તે આ અકસ્માત થતો અટકાવી શક્યા હોત.

ખડગેએ કરી ન્યાયિક તપાસની માંગ

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરી છે. ખડગેએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે,મોરબી બ્રિજ દુર્ઘટનામાં 135 લોકોના મોત માટે જવાબદારો નક્કી થવા જોઈએ.

મોરબી નગરપાલિકા, ઓરવા ફર્મ અને દોષિતઅધિકારીઓની તપાસ થવી જોઈએ. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, આ કિસ્સામાં એકમાત્ર વિકલ્પ એ છે કે, સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટનાજજની આગેવાની હેઠળ સમયબદ્ધ ન્યાયિક તપાસ કરવામાં આવે.

English summary
Morbi bridge collapse : Morbi bridge did not collapse suddenly, a conspiracy was formed two years ago
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X