• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોરબી પુલ દૂર્ઘટનાઃ રાષ્ટ્રપતિ, PM મોદી, ગૃહમંત્રીએ વ્યક્ત કર્યુ દુઃખ, કોંગ્રેસે ભાજપ પર સાધ્યુ નિશાન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મોરબીમાં મચ્છુ નદી પર આવેલો ઝુલતો પુલ તૂટી પડવાથી 132 લોકોના મોત નીપજવાની દર્દનાક દૂર્ઘટનામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને તમામ અન્ય નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યુ હતુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો માટે PMNRF (પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ) માંથી પ્રત્યેક બે લાખ રૂપિયાની વળતરની રકમની જાહેરાત કરી છે. ઘાયલોને 50,000 આપવામાં આવશે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ રાજ્યમાં પાર્ટી કાર્યકર્તાઓને રાહત અને બચાવ કાર્યમાં શક્ય તમામ મદદ કરવા જણાવ્યુ છે. જો કે, કોંગ્રેસના કેટલાક નેતાઓએ આ ઘટના અંગે ભારતીય જનતા પાર્ટી (BJP) પર જોરદાર નિશાન સાધ્યુ હતુ અને રણદીપ સુરજેવાલાએ તેને 'માનવસર્જિત દુર્ઘટના' ગણાવી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે પૂછ્યુ કે, 'શું ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પરના ઝુલતા પુલનુ પડવુ એ દૈવીય ઘટના છે કે છેતરપિંડીનુ કૃત્ય છે.' કોલકાતામાં વિવેકાનંદ રોડ ફ્લાયઓવર ધરાશાયી થયા બાદ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની આગેવાની હેઠળની સરકાર પર આકરા પ્રહારો કરતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉપયોગ કરેલા એ જ વાક્યનુ તેઓ પુનરાવર્તન કરી રહ્યા હતા જેનો ઉપયોગ પીએમ મોદીએ 31 માર્ચ, 2016ના રોજ એક રેલીમાં કર્યો હતો. આ ઘટનામાં ઘણા લોકો માર્યા ગયા હતા.

ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ બધાને સુરક્ષિત રીતે બચાવવા માટે ભગવાનને પ્રાર્થના કરી. એક ટ્વીટમાં તેમણે કહ્યુ, 'ગુજરાતના મોરબીમાં બનેલી દુ:ખદ ઘટના વિશે સાંભળીને દુઃખ થયુ. હું દરેકના સુરક્ષિત બચી જવા અને ઘાયલોની ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરુ છુ. મારી સંવેદનાઓ અસરગ્રસ્ત પરિવારો સાથે છે.'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો માટે PMNRF (પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ) માંથી પ્રત્યેક બે લાખ રૂપિયાની વળતરની રકમની જાહેરાત કરી છે. ઘાયલોને 50,000 આપવામાં આવશે. વડાપ્રધાન કાર્યાલય (PMO)ના જણાવ્યા મુજબ પીએમ મોદીએ આ ઘટના અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ સાથે પણ વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યુ, 'રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યુ છે અને તમામ શક્ય મદદ કરવામાં આવી રહી છે.'

રાષ્ટ્રપતિ મુર્મુએ ટ્વીટ કર્યુ, 'ગુજરાતના મોરબીમાં થયેલી દુર્ઘટનાએ મને ચિંતિત કરી દીધી છે. મારી સંવેદના અને પ્રાર્થના અસરગ્રસ્તો સાથે છે. રાહત અને બચાવના પ્રયાસોથી પીડિતોને રાહત મળશે.' દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યુ, 'ગુજરાતમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. મોરબીમાં પુલ ધરાશાયી થવાના કારણે અનેક લોકો નદીમાં પડી મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે. હું તેમના જીવન અને સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરુ છુ.'

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ દૂર્ઘટનામાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યુ હતુ કે, 'મોરબીમાં થયેલા અકસ્માતથી ખૂબ જ દુઃખી છુ. મેં આ અંગે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી છે. સ્થાનિક વહીવટીતંત્ર સંપૂર્ણ તૈયારી સાથે રાહત કાર્યમાં લાગેલુ છે, એનડીઆરએફની ટીમ પણ ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચી રહી છે. ઘાયલોને તાત્કાલિક સારવાર આપવા માટે વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે.'

ગુજરાતના મોરબી શહેરમાં રવિવારે સાંજે મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તૂટી પડતાં ઓછામાં ઓછા 132 લોકોના મોત થયા હતા. આ પુલ લગભગ એક સદી જૂનો હતો અને તાજેતરમાં સમારકામ બાદ તેને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તેમ અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યુ હતુ કે સમારકામ બાદ તાજેતરમાં જ ચાર દિવસ પહેલા ફરીથી જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવેલ પુલ પર લોકોની ભીડ હતી. સાંજે લગભગ 6.30 વાગ્યે પુલ તૂટી ગયો. ગુજરાતના મંત્રી બ્રિજેશ મેરજાએ કહ્યુ હતુ કે આ અકસ્માતમાં ઓછામાં ઓછા 60 લોકોના મોત થયા છે. નજરે જોનાર સાક્ષીઓએ જણાવ્યુ હતુ કે બ્રિટિશ યુગના 'ઝુલતો પુલ' જ્યારે તૂટી પડ્યો ત્યારે તેના પર ઘણી મહિલાઓ અને બાળકો હતા. જેના કારણે લોકો નીચે પાણીમાં પડ્યા હતા.

આ ઘટના અંગે ભાજપ પર નિશાન સાધતા કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સભ્ય સુરજેવાલાએ શ્રેણીબદ્ધ ટ્વીટમાં જણાવ્યુ હતુ કે, 'મોરબી પુલ દૂર્ઘટનામાં અસંખ્ય લોકોના મોતના દુઃખદ સમાચારે સમગ્ર દેશના હૃદયને હચમચાવી નાખ્યુ છે. તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. આ કોઈ કુદરતી અકસ્માત નથી, માનવ સર્જિત દુર્ઘટના છે. આ જધન્ય અપરાધ માટે ગુજરાતની ભાજપ સરકાર સીધી રીતે દોષિત છે.' તેમણે વધુમાં કહ્યુ કે, 'વડાપ્રધાન અને મુખ્યમંત્રી ગુજરાતી ભાઈઓ અને બહેનોના જીવ પર 2 લાખ રૂપિયા લગાવીને તેમની જવાબદારીથી બચી શકે નહીં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મોરબીના ધારાસભ્ય અને મંત્રી (બ્રજેશ મેરજા) એ જણાવવુ પડશે કે 26 ઓક્ટોબરે જ સમારકામ બાદ આ ખુલ્લો મુકવામાં આવ્યો તો બ્રીજ કેવી રીતે તૂટી પડ્યો?'

English summary
Morbi Bridge Collapse: President, PM Modi, Home Minister express grief, Congress hits on BJP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X