For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝુલતા પુલ દર્ઘટના બાદ શહેરી વિકાસ વિભાગ દ્વારા સંદિસિંહ ઝાલાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

મોરબીમાં ઝુલતો પુલ તુટી પડતા 141 જેટલા લોકોના મોત થયા હતા. જેને લઇને આજે મોરબી નગર પાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા ઘટનાની ગંભીર નોધ લઇને આ પગલુ લેવામાં આવ્

|
Google Oneindia Gujarati News

મોરબીમાં ઝુલતો પુલ તુટી પડતા 141 જેટલા લોકોના મોત થયા હતા. જેને લઇને આજે મોરબી નગર પાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા ઘટનાની ગંભીર નોધ લઇને આ પગલુ લેવામાં આવ્યુ છે. રાજ્ય સરકાર દ્વારા સતત સ્થાનિક વહિવટી તંત્ર અને પુલનું સંચાલન કરતા ઓરેવા કંપનીના માલિકનો સતત બચાવ કરવામાં આવતો હોવાનો આરોપ વિરોધ પક્ષો દ્વારા લગાવામાં આવતો હતો.

MORBI

રાજ્ય સરકાર દ્વારા જયસુખ પટેલનો સતત બચાવ કરવામાં આવી રહ્યો છે. મોરબી પોલીસ દ્વારા જયસુખ પટેલની જગ્યાએ તેના સામાન્ય કર્મચારીઓની ધરપકડ કરવાામાં આવી હતી. જેને લઇને પણ ભૂપેન્દ્ર પટેલ સરકાર પર વિરોધીઓ સતત સવાલ ઉઠાવી રહ્યા છે. આટલા દિવસો થયા હોવા છતા કેમ ઓરેવા કંપનીના માલિકની ધરપકડ નથી કરવામાં આવી બાળકો અને મહિલાઓના મોત મોટી સંખ્યામા થયા છે. ત્યારે સરકાર આરોપીને બચાવી રહી છે.30

30 ઓક્ટોબરે બનેલી આ ઘટનાના પઘડા સમગ્ર વિશ્વમાંં પડ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મોરબીની મુલાકાત લઇને અધિકારીઓને કોઇ પણ પ્રકારની કચાશ નહી રાખવા માટે અને કોઇની પણ શરમ નહી રાખવા માટે જણાવ્યું હતુ. વડાપ્રધાને મોરબીમાં ઇજાગ્રસ્તો સાથે પમ મુલાકાત કરી હતી. બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલા સૈનાના જવાનો પોલીસ જવાનો એનડીઆરફના જવાનો સાથે પણ વાત કરી હતી.

મોરબીની આ ગોજારી ઘટનામાં 3 નવેમ્બર સુધી રેશક્યુની કામગીરી કરવામાં આવી હતી. ગુરુવારના રોજ રેશક્યુની કામગીરી પૂર્ણ થયેલી જાહેર કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા અને વિરોધ પક્ષો દ્વારા સતત સરકારની કામગીરી પર અને ઓરેવા કંપનીના માલિકનો જે રીતે બચાવ કરવામા આવી રહ્યો છે તેને લઇને નારાજગી જોવા મળઈ રહી છે. સરકાર કેમ હસમુખ પટેલનો બચાવ કરી રહી છે તેવા સવાલ લોકો અને વિરોધ પક્ષો દ્વારા પુછવામાં આવી રહ્યા છે.

English summary
Morbi Municipality Chief Officer Sandipsingh Jhala suspended
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X