સર્વેઃ ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં વધુ છે માનસિક રોગીઓ

Written By:
Subscribe to Oneindia News

એક સર્વે અનુસાર ગુજરાતના શહેરી વિસ્તારો ની સરખામણીએ ગ્રામીણ વિસ્તારો માં માનસિક બિમારી ઓ વધુ તિવ્ર પ્રમાણમાં જોવા મળે છે. તબીબોનું કહેવું છે કે, તેમણે કરેલ આ સર્વેનું પરિણામ રાષ્ટ્રીય નિરિક્ષણ કરતાં તદ્દન ઊંધુ આવ્યું છે. સર્વે અનુસાર ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં માનિસક બીમારીથી પીડાતા લોકોની સંખ્યા શહેરી વિસ્તાર કરતાં લગભગ બમણી છે.

mental disorder

થોડા સમય પહેલાં નેશનલ મેન્ટલ હેલ્થ સર્વે(NMHS) કરવામાં આવ્યો હતો, જે અનુસાર ગ્રામીણ વિસ્તારની વસતીના લગભગ 10 ટકા લોકો માનસિક બીમારીથી પીડાય છે, જ્યારે શહેરી વિસ્તારમાં 5 ટકા લોકો માનસિક બીમારીથી પીડાય છે. રાજ્યના કુલ 1.80 લાખ વયસ્કો વિવિધ મેન્ટલ ડિસઓર્ડરના શિકાર છે, તથા 5.5 લાખ લોકોએ ઓછામાં ઓછા એક વાર માનસિક બીમારીનો ભોગ બન્યા છે.

આ સર્વેમાં અન્ય એક ચોંકાવનારું તથ્ય બહાર આવ્યું છે. રાજ્યમાં 13 વર્ષથી વધુ ઉંમરના 42 લાખ લોકો એવા છે, જે એક તેથી વધુ વિકૃત માનસિક મનોદશાથી પીડિત છે અને તેમને તાત્કાલિક સારવારની જરૂર છે. રાજ્યમાં સરેરાશ 7.37 ટકા લોકો માનસિક રોડ કે કોઇ જાતના વ્યસનથી પીડિત હોવાનું બહાર આવ્યું છે.

doctor

ભારતના 12 રાજ્યોમાં આ સર્વે કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં સુરતની ગવર્મેન્ટ મેડિકલ કોલેજ(GMC) ડિપાર્ટમેન્ટ ઓફ સાયકિયાટ્રી ને ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યૂનિટી મેડિસિન દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય યોજના અનુસાર દેશના નર્મદા, નવસારી અને સુરત જિલ્લાઓમાં સર્વે કરવામાં આવ્યો હતો. કુલ 950 કુટુંબોનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાંથી 3168 વ્યક્તિઓના જવાબો ધ્યાનમાં લેવામાં આવ્યા છે. આમાંથી 234 વ્યક્તિઓ માનસિક બીમારીથી પીડાતા હોવાનું સામે આવ્યું છે.

અહીં વાંચો - ગુજરાતની પહેલી મહિલા ઇન્ચાર્જ ડીજીપી બની ગીથા જોહરી

જીએમસીના સાયકિયાટ્રી ડિમાપાર્ટમેન્ટના હેડ રિતંભરા મહેતાએ જણાવ્યું કે, રાષ્ટ્રીય કક્ષાએ એક નિશ્ચિત મોડેલ તૈયાર કરી આ જિલ્લાઓની પસંદગી કરવામાં આવી હતી અને તેના સર્વેના પરિણામોને આધારે અમે રાજ્યમાં પ્રવર્તી રહેલ માનસિક બીમારીના સરેરાશ પ્રમાણનો ક્યાસ કાઢ્યો છે. મોટા ભાગના તથ્યો રાષ્ટ્રીય કક્ષાએ કરેલ સર્વેના તથ્યો સાથે મેળ ખાય છે.

પ્રોફેસર કમલેસ દવેએ આ અંગે વાત કરતાં કહ્યું કે, શહેરી વિસ્તારોની સરખામણી ગ્રામીણ વિસ્તારોમાં માનસિક રોગીઓનું પ્રમાણ વધુ છે, એ વાત તબીબો માટે પણ આશ્ચર્યજનક છે. સર્વેના પરિણામનો આ મુદ્દો તબીબી તથા સામાન્ય માન્યતાથી બિલકુલ વિપરિત છે.

જીએમસીના ડિન જયેશ બ્રહ્મભટ્ટે કહ્યું કે, વૈજ્ઞાનિક રીતે કરવામાં આવેલ આ સર્વેના પરિણામો તથા આ સર્વે થકી બહાર આવેલ તથ્યોથી સરકારને માસિક રોગીઓની સારવારની વ્યવસ્થા કરવામાં મદદરૂપ બનશે.

English summary
Mental health problems are acute in rural areas of Gujarat compared to urban clusters. Doctors claim that their finding was in sharp contrast to national observation.
Please Wait while comments are loading...