For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ રાજકોટની હોસ્પિટલમાં 1 મહિનામાં 111 બાળકોના મોત, 2 વર્ષમાં હજારથી વધુ મોત

રાજસ્થાનના કોટાની જેમ જ ગુજરાતના રાજકોટમાં પણ એક સરકારી હોસ્પિટલમાં મહિનાની અંદર 100થી વધુ બાળકો વગર મોતે મરી ગયા છે.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનના કોટાની જેમ જ ગુજરાતના રાજકોટમાં પણ એક સરકારી હોસ્પિટલમાં મહિનાની અંદર 100થી વધુ બાળકો વગર મોતે મરી ગયા છે. અહીં સિવિલ હોસ્પિટલની ચિલ્ડ્રન વૉર્ડની હાલત એટલી ખરાબ છે કે મરનાર બધા 111 બાળકો નવજાત હતા. આ બાળકોમાંથી 96 પ્રીમેચ્યોર ડિલીવરીથી થયા હતા અ ઓછા વજનના હતા. જેમાંથી 77નુ વજન તો દોઢ કિલોથી પણ ઓછુ હતુ. હોસ્પિટલના એનઆઈસીયુમાં અઢી કિલોથી ઓછા વજનના બાળકોને બચાવવાની વ્યવસ્થાઓ અને ક્ષમતા જ નથી. આ મામલો એટલા માટે પણ ચિંતાજનક છે કારણકે રાજકોટ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનુ ગૃહનગર છે.

rajkot hospital

રાજકોટ સ્થિત સિવિલ હોસ્પિટલના ચિલ્ડર્ન હોસ્પિટલમાં બાળકોના સામૂહિક મોતથી એ વાત પ્રકાશમાં આવી છે કે અહીં એનઆઈસીયુમાં વ્યવસ્થાઓ ઘણી ખરાબ છે. જેના કારણે એકથી દોઢ કિલોથી ઓછા વજનના નવજાત શિશુ જીવતા બચી શકતા નથી. આંકડા જણાવે છે કે છેલ્લા બે વર્ષમાં ભરતી થયેલા 20 ટકા બાળકોના મોત થઈ ગયા છે તેમછતાં વ્યવસ્થાઓમાં સુધારો કરવામાં આવ્યો નથી.

સિવિલ હોસ્પિટલમા નોંધાયેલ આંકડા મુજબ આ હોસ્પિટલમાં વર્ષ 2018માં 4321 બાળકોને ભરતી કરવામાં આવ્યા હતા. જેમાંથી 869 બાળકોના મોત થઈ ગયા. ત્યારબાદ વર્ષ 2019માં 4701 બાળકો ભરતી થયા અને નવેમ્બરના મહિના સુધી 18.9 ટકા બાળકોના મોત થયા. ડિસેમ્બર 2019માં ભરતી થયેલા કુલ 386 બાળકોમાંથી 111 બાળકો બચાવી શકાયા નહિ.

આ પણ વાંચોઃ JNU હિંસા પર ભડક્યા કુમાર વિશ્વાસ, હતાશ અને નારાજ વર્તમાન માત્ર દિશાહીન ભવિષ્ય આપશે...આ પણ વાંચોઃ JNU હિંસા પર ભડક્યા કુમાર વિશ્વાસ, હતાશ અને નારાજ વર્તમાન માત્ર દિશાહીન ભવિષ્ય આપશે...

English summary
More than 1000 children deaths in rajkot govt hospital NICU in two years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X