For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓમિક્રૉનના ભય વચ્ચે ગુજરાતમાં સતત બીજા દિવસે કોરોનાના 60થી વધુ કેસ

ઓમિક્રૉનના ભય વચ્ચે ગુજરાતમાં સતત બીજા દિવસે કોરોનાના 60થી વધુ કેસ

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ બુધવારે ગુજરાતમાં 67 કેસ આવ્યા જેમાંથી તૃતિયાંશ કેસ અમદાવાદમાં આવ્યા.

સુરત સિટીમાં 11 , વડોદરા અને જામનગરમાં સાત-સાત અને સુરતમાં ચાર કેસ સામે આવ્યા હતા.

અખબાર લખે છે કે નિષ્ણાતો કહે છે કે કોરોના વાઇરસ સંક્રમણમાં મૃત્યુદર ઓછો છે છતાં સાવચેત રહેવાની જરૂર છે.


રોહિત શર્મા એકદિવસીય ટીમના કૅપ્ટન, કોહલી માત્ર ટેસ્ટ ટીમના કૅપ્ટન

દક્ષિણ આફ્રિકા સાથે સિરીઝ માટે ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી તેની સાથે બીસીસીઆઈએ રોહિત શર્માને કૅપ્ટન બનાવવાની જાહેરાત કરી. એટલે હવે વિરાટ કોહલી ટી20ની સાથે-સાથે વનડેમાં પણ રોહિત શર્માની કપ્તાનીમાં રમશે.

જોકે દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ ટીમનું નેતૃત્વ વિરાટ કોહલી જ કરશે અને રોહિત શર્મા ટીમના નવા વાઇસ કૅપ્ટ હશે.

ભારતીય ચયનકર્તાઓએ દક્ષિણ આફ્રિકામાં રમાનાર ત્રણ ટેસ્ટમૅચની સિરીઝ માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી. ચયનકર્તાઓએ ટીમની કપ્તાનીમાં તો ફેરફાર નથી કર્યા પરંતુ વાઇસ કૅપ્ટનની જગ્યા રોહિત શર્માએ લીધી હતી.


પત્રકાર જમાલ ખાશોગીની હત્યાના મામલામાં પકડાયેલ વ્યક્તિને છોડવામાં આવી

ખાશોગ્જી તસવીર

ફ્રાન્સના અધિકારીઓએ પત્રકાર જમાલ ખાશોગીની હત્યાના મામલામાં પકડાયેલી સાઉદી વ્યક્તિને છોડી દીધી છે. અધિકારીઓએ કહ્યું કે આ વ્યક્તિને ખોટી ઓળખના આધારે પકડવામાં આવી હતી.

33 વર્ષીય ખાલિદ અલોતૈબીની તુર્કીમાં જારી વૉરન્ટના આધાર પર મંગળવારના પેરિસના એક ઍરપૉર્ટથી ધરપકડ કરવામાં આવી હતી. આ નામના એક સાઉદી સૈનિક (રૉયલ ગાર્ડ)ને અમેરિકા ખાશોગીની હત્યાના આરોપીઓમાંથી એક માને છે.

અધિકારીઓનું કહેવું છે કે આને કારણે અલોતૈબીની ધરપકડ કરી હતી.

તુર્કીના ઇસ્તાંબુલમાં સાઉદી વાણિજ્ય દૂતાવાસની અંદર વર્ષ 2018માં જમાલ ખાશોગીની હત્યા કરી નાખવામાં આવી હતી. અમેરિકામાં રહેનારા સાઉદી પત્રકાર ખાશોગી સાઉદી સરકારના આલોચક હતા.


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=oxhrN0tubWY

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
More than 60 cases of Corona in Gujarat for the second day in a row amid fears of Omicron
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X